લગ્ન પછી દીકરી તેની માતા સાથે પતિ અને સાસરીવાળા વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે, ત્યાં જઈને પોલીસ ઓફિસરે જે કહ્યું તે સાંભળી…

માતાએ જવાબમાં કહ્યું અરે તમે આ કેવો સવાલ પૂછી રહ્યા છો, દહીં તો બધા લોકો બનાવતા જ હોય છે.

ત્યારે ઓફિસરે કહ્યું કે તમે મને જવાબ આપો. તમે તમારા ઘરમાં દહીં જમાવો છો?

તેની માતાએ જવાબમાં હા પાડી.

ત્યારે પોલીસ ઓફિસરે ફરી પાછો સવાલ પૂછતા કહ્યું કે જ્યારે દહીં જમાવવો ત્યારે તમે વારંવાર દહીંમાં આંગળી નાખીને તે દહીં બન્યું કે નહીં તેની તપાસ કર્યા કરો છો?

દીકરીની માતાએ તરત જ જવાબ આપતા કહ્યું કે જો હું વારંવાર આંગળી નાખીને તપાસ કરતી રહીશ તો પછી દહીં કેવી રીતે તૈયાર થાય? એ તો વધારે ખરાબ થઈ જાય.

પોલીસ ઓફિસર જવાબ આપતા કહ્યું તો બહેન તમે આ વાતને સમજો છો, તો મને આશા છે કે તમે એ પણ સમજશો કે તમારી દીકરી લગ્ન પહેલાં દૂધ હતી, હવે તેને એક પ્રોસેસમાંથી તૈયાર થઈને દહીં બનવાનું છે.

પરંતુ તમે વારંવાર આંગળી કરશો એટલે કે તમે તેના જીવનમાં વારંવાર દખલગીરી કરશો તો તે તેની સાસરીમાં કઈ રીતે રહેતા શીખી શકશે?

તમારી દીકરી તેની સાસરીમાં પરેશાન નથી, પરંતુ હા તમારી તેના ઘરમાં દખલગીરીના કારણે તે કદાચ ખૂબ જ મોટી પરેશાનીમાં પણ આવી શકે તેમ છે, એટલે તમે તેને સાસરીમાં એડજસ્ટ થવા માટેની શિક્ષા આપો પરંતુ કંઈ ખોટી શિખામણ કે તેનું ઘર બગડે તેવી શિખામણ ન આપવી.

દીકરીની માતા આંખમાં શરમ સાથે પોલીસ ઓફિસરની સામે જ જોતી રહી ગઈ, અને ઓફિસરની આવી વાતથી દીકરીને પણ સમજાઈ ગયું કે તે જે ફરિયાદ કરવા માટે આવી હતી તે શું કામ અને કોના કહેવાથી આવી હતી, અને તેની પણ જાણે અત્યારે આંખો ખુલી ગઈ હતી.

આ ભલે એક કાલ્પનિક સ્ટોરી છે, પરંતુ આ સ્ટોરી માંથી પણ આપણને ઘણું શીખવાનું મળે છે, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel