લગ્ન પછી દીકરી તેની માતા સાથે પતિ અને સાસરીવાળા વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે, ત્યાં જઈને પોલીસ ઓફિસરે જે કહ્યું તે સાંભળી...

દીકરી પોતાની માતા સાથે પોલીસમાં પોતાના પતિ વિરુદ્ધ તેમજ તેના સાસરી વાળા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે જઈ રહી હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મનમાં પહેલેથી લઈને ઘણી બધી વાતો યાદ કરીને બેઠી છે ત્યાં જઈને આના વિશે, તેના વિશે એમ અનેક ફરિયાદો નોંધાવવાની હોય છે.

દીકરીની માતા પણ તેને કહે છે કે તું જરા પણ ચિંતા નહીં કરતી,, આપણે બધી ફરિયાદ નોંધાવીને બધી જ સમસ્યાનો નિવારણ લાવીશું.

થોડા સમય પછી પોલીસ સ્ટેશન આવી જાય છે. માતા અને દીકરી બંને અંદર જઈને પોલીસ ઓફિસર પાસે જઈને ફરિયાદ નોંધાવવા માટે વાત કરે છે.

તેની બધી રજૂઆત સાંભળીને ઓફિસર દીકરીને પૂછે છે કે શું તમને તમારા પતિ મારે છે? ત્યારે દીકરી જવાબમાં ના પાડે છે.

તો શું તમને તમારા પતિ તમારા માતા-પિતા પાસેથી કંઈ માંગીને લઈ આવવા માટે કહે છે? શું એ તમને ખાવા પીવા માટે કે પહેરવા માટે કંઈ દેતા નથી? શું સાસરીવાળા તમને કંઈ કહે છે? શું તમારો કોઈ પણ રીતે ખ્યાલ નથી રાખતા?

એક પછી એક ઓફિસર ઘણા સવાલો પૂછતા ગયા, પરંતુ દીકરીએ બધા સવાલના જવાબમાં ઈશારાથી ના પાડીને જવાબ આપી.

આ સવાલ જવાબ ચાલુ હતા એ દરમિયાન દીકરીની માતા જાણે ખૂબ જ અકળાઈ ચૂકી હતી,. તરત જ વચ્ચે પડીને ઓફિસર કંઈ પણ આગળ બોલે તે પહેલા કહ્યું કે પરંતુ તમે સમજતા નથી મારી દીકરી ખૂબ જ પરેશાન છે.

તેના સાસરીમાં તેને ટોર્ચર કરે છે, પોલીસ ઓફિસર ને મામલો શું છે તે સમજતા વાર ન લાગી, તેને તરત જ દીકરીની માતાને પૂછ્યું બહેન મારે તમને થોડા સવાલો પૂછવા છે પૂછી શકું.

દીકરીની માતા એ હા માં જવાબ આપ્યો.

પોલીસ ઓફિસર તેના સવાલને આગળ વધારતા કહ્યું બહેન તમે તમારા ઘરમાં દહીં બનાવ્યું છે કોઈ દિવસ?

માતાએ જવાબમાં કહ્યું અરે તમે આ કેવો સવાલ પૂછી રહ્યા છો, દહીં તો બધા લોકો બનાવતા જ હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે ઓફિસરે કહ્યું કે તમે મને જવાબ આપો. તમે તમારા ઘરમાં દહીં જમાવો છો?

તેની માતાએ જવાબમાં હા પાડી.

ત્યારે પોલીસ ઓફિસરે ફરી પાછો સવાલ પૂછતા કહ્યું કે જ્યારે દહીં જમાવવો ત્યારે તમે વારંવાર દહીંમાં આંગળી નાખીને તે દહીં બન્યું કે નહીં તેની તપાસ કર્યા કરો છો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દીકરીની માતાએ તરત જ જવાબ આપતા કહ્યું કે જો હું વારંવાર આંગળી નાખીને તપાસ કરતી રહીશ તો પછી દહીં કેવી રીતે તૈયાર થાય? એ તો વધારે ખરાબ થઈ જાય.

પોલીસ ઓફિસર જવાબ આપતા કહ્યું તો બહેન તમે આ વાતને સમજો છો, તો મને આશા છે કે તમે એ પણ સમજશો કે તમારી દીકરી લગ્ન પહેલાં દૂધ હતી, હવે તેને એક પ્રોસેસમાંથી તૈયાર થઈને દહીં બનવાનું છે.

પરંતુ તમે વારંવાર આંગળી કરશો એટલે કે તમે તેના જીવનમાં વારંવાર દખલગીરી કરશો તો તે તેની સાસરીમાં કઈ રીતે રહેતા શીખી શકશે?

તમારી દીકરી તેની સાસરીમાં પરેશાન નથી, પરંતુ હા તમારી તેના ઘરમાં દખલગીરીના કારણે તે કદાચ ખૂબ જ મોટી પરેશાનીમાં પણ આવી શકે તેમ છે, એટલે તમે તેને સાસરીમાં એડજસ્ટ થવા માટેની શિક્ષા આપો પરંતુ કંઈ ખોટી શિખામણ કે તેનું ઘર બગડે તેવી શિખામણ ન આપવી.

દીકરીની માતા આંખમાં શરમ સાથે પોલીસ ઓફિસરની સામે જ જોતી રહી ગઈ, અને ઓફિસરની આવી વાતથી દીકરીને પણ સમજાઈ ગયું કે તે જે ફરિયાદ કરવા માટે આવી હતી તે શું કામ અને કોના કહેવાથી આવી હતી, અને તેની પણ જાણે અત્યારે આંખો ખુલી ગઈ હતી.

આ ભલે એક કાલ્પનિક સ્ટોરી છે, પરંતુ આ સ્ટોરી માંથી પણ આપણને ઘણું શીખવાનું મળે છે, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team