સુહાગરાતના દિવસે જ પત્નીએ આપ્યા છૂટા છેડા , કારણ કે...
લગ્ન ની પહેલી રાત્રી એટલે કે સુહાગરાત ના સમયે નવવધૂ તેના શયનખંડ માં તેના પતિ ની રાહ જોઈ રહી હતી થોડીવાર માં તેનો પતિ દૂધ અને નાસ્તા નો સજાવેલો થાળ લઇ ને શયનખંડ માં પ્રવેશ કરે છે.
અને તેની પત્ની ની પાસે આવી અને બેસે છે ત્યારે નવવધૂ તેના પતિને કહે છે કે માજી ને પણ અંદર બોલાવી લાવો કારણ કે તેને દોડાદોડી ના કારણે થાક લાગ્યો છે.
અને કશું ખાધા વિના જ તેના રૂમ માં ચાલ્યા ગયા છે આપણી સાથે થોડીવાર બેસસે અને થોડું ખાઈ લેશે તો તેને પણ થોડું સારું લાગે આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે તેના પતિ એ કહ્યું કે તે ભોજન કરી ને સુઈ ગયા છે હવે આપણે બંને એકબીજાને પ્રેમ થી ખવડાવી ને ભોજન કરી લઈએ ત્યારે નવવધૂ એ કહ્યું કે મેં માજી ને ભોજન કરતા જોયા નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તે ભૂખ્યા જ સુઈ ગયા છે પરંતુ તે વાત માન્યો નહિ અને ત્યારે જ નવવધૂ એ તેના પતિ ને કહ્યું કે મારે આ લગ્ન રાખવા નથી અને અત્યાર થી જ આપણા છૂટાછેડા માનજો
અને થોડા સમય માં બંને ના છૂટાછેડા થયા અને ફરીથી બંને એ અલગ અલગ પાત્ર ની સાથે લગ્ન કરી લીધા અને પોતાના સંસાર માં પરોવાઈ ગયા તે સ્ત્રી ને બે દીકરા થયા.
અને બંને દીકરા સુંદર સુશીલ અને વડીલોનું માન સન્માન રાખવાવાળા થયા કારણ કે તેને નાનપણ થી જ તેની માતા પાસેથી ઘણા સારા સંસ્કાર મળ્યા હતા.
અત્યારે તે સ્ત્રી ની ઉમર 60 વર્ષ છે અને તે તેના પુત્ર ને સાથે લઇ ને જાત્રા કરવા માટે ગયા છે ત્યારે એક હોટલમાં જમવા માટે ગયા હતા.
ત્યારે તે સ્ત્રી ની નજર બારી બહાર દેખાઈ રહેલા ફાટેલા કપડા પહેરેલ અને ભૂખ્યા વૃદ્ધ પર પડી તે વૃદ્ધ પણ કંઈક ખાવા માટે મળી જાય તેવી આશા ની સાથે આ સ્ત્રી અને તેના બાળકો ની સામે જોઈ રહ્યા હતા.
તે સ્ત્રી ને તેના પર દયા આવી અને તેના પુત્ર ને કહી અને તે વૃદ્ધ ને નવડાવી ને નવા કપડાં ખરીદી અને તૈયાર કરી અને હોટલમાં લઇ આવો આપણે બધા સાથે ભોજન કરીશું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તેના પુત્રો એ માતા ના કહ્યા મુજબ તૈયાર કરી અને હોટલ માં તેના માતા પાસે લઇ ને આવે છે ત્યારે તે સ્ત્રી આશ્ચર્યચકિત થઇ ગઈ તે તેજ પુરુષ હતો જેની સાથે તેના પહેલા લગ્ન થયા હતા અને લગ્ન ની પ્રથમ રાત્રી એજ તેને છૂટાછેડા આપ્યા હતા
પહેલા તો તે વૃદ્ધ ને જમાડ્યા અને ત્રણ ચાર દિવસ થી કશું ખાધું નહોતું એટલે તેને બહુ ઝડપથી અને બે ત્રણ જણ જામી શકે એટલો ખોરાક ખાઈ ગયા તે જમી ને પરવાર્યા એટલે તે સ્ત્રી એ કહ્યું કે તમારી આટલી દયાજનક સ્થિતિ કેવી રીતે થઈ ગઈ ?
ત્યારે તે વૃદ્ધે નજર ઝુકાવી ને કહ્યું મારી પાસે બધું જ છે પણ મારા પુત્રો મને જમવાનું નથી આપી રહ્યા મારા થી નફરત કરે છે અને મને ઘર માં થી કાઢી મુક્યો છે ત્યારે તે સ્ત્રી એ કહ્યું કે મને તો પહેલેથી જ ખબર હતી
જ્યારે તમે તમારા વૃદ્ધ માજી ને આપણા શયન ખંડ માં સાથે જમવા માટે બોલાવવાની ના પડી હતી ત્યારે તમે તમારી સાથે જામવા માટે ના બોલાવી ને માતા નું અપમાન કર્યું હતું અને આવા અનેક કર્મો નું ફળ અત્યારે ભોગવી રહ્યા છે
જેવો વ્યવહાર આપણે આપણા વડીલો ની સાથે કરીશું તે જોઈ ને આપણા સંતાનો પણ આપણી સાથે કરશે કારણ કે તે આપણે કહીએ તેમ નહિ પણ આપણે કરીએ તેમ કરશે.
અને કદાચ આજ સંસાર ની રીત છે જો આપણે આપણા સંતાનો પાસે થી કઈ અપેક્ષા રાખતા હોઈએ તો પહેલા આપણે તે આપણા વડીલો ને આપવું પડશે અને પછી આપણે સંતાનો પાસે કઈ માંગવું નહિ પડે તે સામેથી જ આપશે જે ઘર માં ઘર ના વડીલો હસતા મળે તે ઘર સ્વર્ગ સમાન છે.