કોઈએ પ્રાણીને માર્યું આ જોઈને પહેલા તો નારદ મુની દુઃખી થઈ ગયા પરંતુ પછી અચાનક હસવા લાગ્યા કારણકે…

એક વાર નારદ મુનિ તેના એક ચેલા ને લઇ ને પૃથ્વીલોક માં વિચરણ કરવા માટે આવ્યા હતા, નારદમુનિ અને તેનો ચેલો એક નાના ગામ માંથી પસાર થઇ રહ્યા હતા. એવા માં એક પાણી નું પરબ આવ્યું. ત્યાં પાણી પીધા પછી આરામ કરવા માટે એક ઝાડ ના છાંયડે બેઠા હતા.

ત્યાં સામે એક કિરાણા ની દુકાન હતી ત્યાં થી એક ગાય અને બળદ ને ચરાવવા માટે એક માલધારી પસાર થયા. લગભગ ત્રીસ પાંત્રીસ ગાય બળદ હતા પરંતુ તેમાંથી એક બળદ નજીકમાં આવેલ કરિયાના ની દુકાન આગળ ના ભાગ માં રાખેલી એક ઘઉં ની ગુણ માંથી ઘઉં ખાવા લાગ્યો.

અને દુકાનદાર ઝડપ થી એક લાકડી લઇ ને બળદ ને બરાબર નો ઝુડી નાખ્યો અને તે બળદ ફરી પાછો તેના ધણ માં ચાલ્યો ગયો આ બનાવ જોઈ ને નારદ મુનિ ને થયું કે આટલા બધા ગાય બળદ હતા તેમાંથી કોઈ નહિ અને આ એક બળદ જ કેમ કરિયાણા વાળા ને ત્યાં ગયો અને ઘઉં ખાવા લાગ્યો ?

નારદ મુનિ એ ધ્યાન લગાવી ને જોયું તો તે બળદ બીજું કોઈ નહિ પરંતુ પરંતુ તે દુકાન ઉપર જેના નામ નું બોર્ડ લગાવેલું હતું એ સુમતિ ચંદ શેઠ જ હતા અને તેના નવા જન્મમાં તે બળદ થઇ ને જન્મ્યા હતા અને ત્યાંથી પસાર થતા બળદ ને એમ થયું કે મારી જ દુકાન છે તો થોડું અનાજ ખાઈ લેવામાં શું વાંધો છે ?

નારદ મુનિ હસવા લાગ્યા ત્યારે તેના ચેલા એ પૂછ્યું કે ગુરુજી આપ કેમ હસી રહ્યા છો ?તે બળદ ને જયારે લાકડીથી માર પડી રહ્યો હતો ત્યારે તો તમે બહુ જ દુઃખી થતા હતા પરંતુ ધ્યાન લગાવીને જોયા પછી તમે કેમ હસી રહ્યા છો ?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel