કાગડાએ તેના બચ્ચાને મારી ને નીચે ફેંકી દીધું, આ જોઈને રાજાએ તેના મંત્રીને પૂછ્યું આવું કેમ? તો મંત્રી એવો જવાબ આપ્યો કે રાજા…

એક રાજાને ખુબ જ બોલવાની ટેવ હતી. ગમે ત્યારે જરૂર વગર નું ખુબ બોલતા. આ વાત થી રાજા ના મંત્રી નારાજ રહેતા. મંત્રી રાજા ના હિત ચિંતક હતા. અને રાજા નું ખરાબ લાગે એવી વાત થી બહુ નારાજ રહેતા.

જે સતત એવા વિચાર માં રહેતા કે રાજા નો સ્વભાવ કેવી રીતે બદલી શકું અને એવા સમય ની રાહ જોઈ રહ્યા હતા કે રાજા ને હું સાચું સમજાવી શકું… કે વધુ પડતું બોલવાથી તમારું જ ખરાબ થાય છે. અને સ્વભાવ બદલવાથી ખરાબ થતું બચી જાય અને રાજ નું સારું થાય.

એવામાં એક દિવસ રાજા મંત્રી સાથે બગીચા માં લટાર મારવા ગયા હતા. ચાલતાં ચાલતાં રાજા ને થાક લાગ્યો એટલે એક ઝાડ ની નીચે પડેલા એક મોટા પથ્થર ની ઉપર રાજા બેસી ગયા. ઝાડ ઉપર કાગડા નો માળો હતો. જેમાં કાગડો કાગડી થોડી થોડી વારે પોતાના બચ્ચા ને ખાવાનું લાવી ને ખવડાવતા હતા.

કોયલ કોઈ દિવસ પોતાનો માળો બનાવતી નથી એ હંમેશા પોતાના ઈંડા કાગડા ના માળા માં મૂકે છે. અને બચ્ચા સાથે જ બહાર આવે છે. એટલે કાગડા ની સાથે તેના બચ્ચા ને પણ ખાવાનું મળી જાય છે. અને મોટા થઈ જાય છે અને કાગડા ને કઈ ખબર પણ નથી પડતી.

કોયલ ના બચ્ચા ઉડવા જેવા ના થાય ત્યાં સુધી પોતાનો અવાજ પણ કરતા નથી, જેથી કાગડા ને ખબર ના પડે. પરંતુ અહીંયા કોયલ ના બચ્ચા એ એ જ ભૂલ કરી અને ટહુકો કરવા માંડ્યું. અને કાગડા ને ખબર પડી ગઈ કે આ આપણું બચ્ચું નથી.

જેવી કાગડાને તે ખબર પડી કે તરત જ તેના માથા ઉપર પોતાની ચાંચ મારી મારી ને કોયલ ના બચ્ચા ને મારી નાખ્યું અને માળામાંથી બહાર ફેંકી દીધું જે નીચે બેઠેલા રાજા ની ઉપર આવીને પડ્યું.

રાજા એ મંત્રી ને પૂછ્યું કે આ શું થયું કાગડા એ તેના બચ્ચા ને મારી ને ફેંકી દીધું, એવું કેમ? અને મંત્રી ને રાજા ને જે વાત કહેવી હતી તેનો મોકો મળી ગયો. અને આ મોકા નો લાભ લેતા મંત્રી એ કહ્યું કે મહારાજ અતિ વાચાળ ,એટલે કે બહુ બોલવાવાળા ની આવી જ ગતિ થાય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel