in

કાગડાએ તેના બચ્ચાને મારી ને નીચે ફેંકી દીધું, આ જોઈને રાજાએ તેના મંત્રીને પૂછ્યું આવું કેમ? તો મંત્રી એવો જવાબ આપ્યો કે રાજા…

એમ કહી ને કોયલ ને કાગડા ની વાત કહી અને કહ્યું કે આ બચ્ચું તેના સમય કરતા વહેલું બોલવા માંડ્યું તેની પાંખ ફૂટે અને ઉડવા માંડે પછી તેને બોલવાનું હતું. પણ તે વહેલું બોલવા માંડ્યું જેથી તેને કાગડા એ મારી ને નીચે ફેંકી દીધું અને તે ચૂપ રહ્યું હોત તો આ જ કાગડા તેને ખવડાવી ને મોટુ કરી નાખ્યું હોત અને યોગ્ય સમયે માળા માંથી ઉડી જઈ શક્યું હોત.

આમ વાત કરતા કરતા મંત્રી એ રાજા ને કહ્યું કે મનુષ્ય હોય ,પશુ પક્ષી હોય સમય વગર અને બિનજરૂરી બોલ બોલ કરવાથી આવું ભોગવવાનું આવે છે. બિનજરૂરી વાણી વિષ સમાન હોય છે. તે આપણ ને બહુ નુકશાન કરે છે. જે શસ્ત્રો પણ નથી કરી શકતા અને બુદ્ધિશાળી વ્યક્તિ કોઈ દિવસ જરૂર થી વધારે બોલતા નથી.

મંત્રી ની વાત સાંભળીને રાજા એકદમ સહમતી થી બેસી ગયા અને થોડી વાર પછી મંત્રી ને નમન કરતા બોલ્યા કે આજે તમે મને સુખપૂર્વક રાજ્ય કરવા નું અને જીવન જીવવાનું બ્રમ્હ જ્ઞાન કરાવી દીધું!

એના માટે હું આપનો ખુબ જ આભારી છું અને મંત્રી ને માન સન્માન સાથે ખુબ જ ભેટ સોગાદ આપવામાં આવી.

જરૂર વગર નું બોલવાથી કે જેમતેમ બોલવા થી આપણા સારા સંબંધો પણ મર્યાદિત થઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે અથવા ક્યારેક નાની મોટી મુસીબત માં મૂકી દે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.