કબરમાં દફનાવ્યાં પછી શું થતું હશે? કેવો અનુભવ થાય? છેલ્લે સુધી વાંચજો...
બહુ જુના સમય ની વાત છે એક બાદશાહ ને પોતાના રાજદરબાર માં બેઠા બેઠા મન માં એક વિચાર આવ્યો કે માણસ નું અવસાન થાય અને તેને કબર માં દફનાવી દેવામાં આવે ત્યાર બાદ તેનું શું થતું હશે અને આ વિચાર તેના બધા દરબારીઓની સામે રાખ્યો.
પરંતુ બધા રાજાના આ જીજ્ઞાશા ભર્યા વિચાર થી ચિંતિત થઇ ગયા બહુ વિચાર કર્યા પછી બાદશાહે ઢંઢેરો પીટાવ્યો કે જે માણસ અવસાન પામેલા વ્યક્તિ ને કબર માં દફનાવે છે તેવી રીતે એક રાત કબર માં રહી અને ત્યાં થયેલા અનુભવ બાદશાહ ને કહેશે.
તેને પાંચસો સોનામહોર નું ઇનામ આપવામાં આવશે બાદશાહ ના આદેશ મુજબ આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવ્યો પરંતુ અહીંયા સમસ્યા એ થઇ કે જીવતો માણસ કબર માં રહેવા માટે કેમ રાજી થાય ?બહુ મહેનત બાદ એક કંજૂસ માણસ કબર માં એક રાત રહેવા માટે તૈયાર થઇ ગયો
જેની પાસે સંપત્તિ તો ઘણી હતી પરંતુ લાલચી માણસ અને લોભી માણસ હતો જેથી તે પાંચસો સોનામહોર ની લાલચે બાદશાહ પાસે ગયો. અને પોતે કબર માં એક રાત રહેવા માટે તૈયાર છે એવી રજૂઆત કરી બીજા દિવસે બાદશાહે એક બહુ જ સરસ ફૂલો થી શણગારેલી નનામી તૈયાર કરાવી
અને કંજૂસ માણસ ને તેના પર સુવડાવી અને સફેદ કફન થી ઢાંકી ને કબ્રસ્તાન લઇ જવામાં આવ્યો ત્યારે રસ્તા માં એક ફકીર તેની પાસે આવ્યો અને કહ્યું કે તું આવતીકાલની સવાર જોઇશ કે નહિ તેનું કંઈ નક્કી નથી તારા ઘર માં બીજું કોઈ સભ્ય પણ નથી અને ખુબ જ સંપત્તિ છે... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તો અત્યારે તારા હાથે મને કંઈક આપતો જા તારી પાસે પહેલેથી પણ ખૂબ જ ધન છે પણ તે કંજૂસ માણસે ફકીર ને કઈ પણ આપવાની ના પાડી દીધી પણ તે ફકીરે કંજૂસ નો પીછો છોડ્યો નહિ અને કબ્રસ્તાન સુધી તેની પાછળ ગયો,
અને તે કંજૂસ ફકીર ના આવા વર્તન થી પરેશાન થઇ ગયો તેને નનામી માં સૂતાં-સૂતાં જ એક ઝાડ ના થોડા પાન તોડી અને ફકીર ને આપી દીધા ત્યારે ત્રણ ચાર પાન તેના કફન માં પણ ફસાઈ ગયા ફકીર તો તેને આપેલ પાન લઇ ને ચાલ્યો ગયો.
થોડીવારમાં તે કંજૂસ ને કબર માં દફનાવી દેવામાં આવ્યો અને તેના માથા પાસે એક કાણું રાખવામાં આવ્યું જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડે નહિ. બીજા દિવસે સવારે તેને બાદશાહ ના સૈનિકો એ તેને કબર માંથી બહાર કાઢ્યો ત્યારે તે કંજૂસ ત્યાં થી ભાગી...
અને પહેલા પોતાના ઘરે ગયો અને તેની તમામ સંપત્તિ ગરીબો માં દાન કરી અને પછી તે બાદશાહ પાસે આવ્યો અને બાદશાહ ને વાત કરી કે રાત્રે મારી કબર માં શ્વાસ લેવા માટે રાખેલા કાણા માંથી એક સાપ મારી કબર માં આવવાની કોશિશ કરતો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ મેં ફકીર ને દાન કરેલા ઝાડના પણ માંથી મારી પાસે રહેલા પાન તે કાણા ની આડે રાખ્યા જેથી સાપ ત્યાંથી ચાલ્યો ગયો જો મેં તે ફકીર ને ઝાડ ના પાન દાન માં ના આપ્યા હોત તો મારી પાસે મારા બચાવ માટે કોઈ ચીજ વસ્તુ નહોતી... જેથી... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
હું આપની સામે જીવતો હાજર થઇ શક્યો તેનું કારણ પણ તે પાન જ છે. જેથી કબર માંથી બહાર આવતા જ પહેલા મારી સંપત્તિ મેં ગરીબો માં વહેંચી આપી અને ત્યાર બાદ આપણી સમક્ષ હાજર થયો અને હા કબર માં એક રાત રહેવા નો મારો અનુભવ એ જ છે કે
કોઈ ને પણ કરેલી મદદ જરૂરિયાત વાળા ને આપેલું દાન જ કબર માં ગયા પછી કામ આવે છે. જવાબ સાંભળી ને બાદશાહ ખુશ થઇ ગયા. અને પોતાના રાજ માં રહેલા ગરીબ લોકો ને દરરોજ મદદ કરવા નો નિયમ બનાવ્યો અને સારા કર્મ કરવાના નિયમ પાડવા લાગ્યા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.