જ્યારે પણ જીવનમાં ઉદાસ હોય ત્યારે આ વાંચી લેજો, તમારી ઉદાસીનતા ગાયબ થઈ જશે

ઘણી વખત જીવનમાં આપણી સાથે એવા બનાવો બનતા હોય છે. કે જેના કારણે આપણે જીવનમાં ઉદાસ રહેવા લાગીએ છીએ, અને આપણા જીવનમાં ઉદાસીનતા હોવાથી આપણી જીવનમાંથી ખુશીઓ જાણે છીનવાઈ ગઈ હોય એવું લાગે છે.

જ્યારે પણ જીવનમાં ઉદાસ હોય ત્યારે એક ખૂબ જ પ્રેરણાદાયક સ્ટોરી વાંચવા જેવી છે, તમે જીવનમાં જ્યારે પણ ઉદાસ હોય ત્યારે આ વાંચવાનું ભૂલતા નહીં.

આ સ્ટોરી તો લગભગ દરેકના ઘરમાં બનતી હશે, પરંતુ એ સ્ટોરી માંથી જે શીખવાનું અને સમજવાનું છે તે તમને કદાચ આજ પહેલા નહીં ખબર હોય.

દિવાળી નો સમય હતો, એક ઘરમાં હવન થઈ રહ્યો હતો, હવનમાં અર્પણ કરવા માટે દરેક લોકો સામે સામગ્રી રાખવામાં આવી હતી.

હવનમાં પતિ-પત્ની બંને બેઠા હતા, ઘરના માલિક ને હવનમાં ઘી અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે બાજુમાં બેઠેલા બધા પરિવારજનો ને કોઈને કોઈ સામગ્રી હવનમાં અર્પણ કરવા માટે ની જવાબદારી સોંપવામાં આવી હતી.

પંડિત સ્વાહા કહે એટલે તરત જ હવનમાં સામગ્રી અર્પણ કરવી એવી સૂચના આપવામાં આવી હતી. પરિવારની દરેક વ્યક્તિ તેની પાસે રહેલી સામગ્રી હવનમાં અર્પણ કરી રહ્યા હતા. પરંતુ પરિવારના દરેક સભ્ય માં એક આશંકા બધાને થઈ રહી હતી કે હવન ખતમ થતાં પહેલા તેની પાસે હાજર રહેલી સામગ્રી વહેલા ખતમ ન થઈ જાય, એટલે પરિવારના દરેક સભ્ય સહિત ઘરના માલિક પણ ઓછી સામગ્રી હવનમાં અર્પણ કરી રહ્યા હતા.

ઘરના માલિક કે જેની પાસે ઘી અર્પણ કરવાની જવાબદારી હતી તેઓ પોતે પણ ધીમે ધીમે ઘી અર્પણ કરી રહ્યા હતા એ જ આશંકામાં કે કદાચ હવન ની પૂર્ણાહુતિ થાય તે પહેલાં ઘી ખતમ ના થઈ જાય.

પંડિત હવનની વિધિ થોડા સમય સુધી કરાવતા રહ્યા, તેનો મંત્રોચ્ચાર બોલતા રહ્યા અને ધીમે ધીમે કરીને હવન સંપૂર્ણપણે પૂરો થયો. હવન ની પુર્ણાહુતી થયા પછી પણ બધા લોકો પાસે ઘણી બધી હવનની સામગ્રી બચેલી હતી.

અને આશ્ચર્યની વાત એ હતી કે ઘીનો ઉપયોગ તો સૌથી ઓછો થયો હતો. ઘીના વાસણમાં અડધાથી પણ વધુ ઘી પડ્યું હતું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel