જ્યારે પણ જીવનમાં ઉદાસ હોય ત્યારે આ વાંચી લેજો, તમારી ઉદાસીનતા ગાયબ થઈ જશે

અને આશ્ચર્યની વાત એ હતી કે ઘીનો ઉપયોગ તો સૌથી ઓછો થયો હતો. ઘીના વાસણમાં અડધાથી પણ વધુ ઘી પડ્યું હતું.

હવન પૂરો થયા પછી પંડિતજીએ આદેશ આપીને કહ્યું કે તમારી પાસે જેટલી સામગ્રી હોય એટલી આ હવન કુંડમાં અર્પણ કરી દો. અને ઘરના માલિક સામે જોઈને ઘી ને પણ કુંડમાં અર્પણ કરવાનો આદેશ આપ્યો.

એક સાથે બધા પરિવારના લોકો પાસે જે સામગ્રી પડી હતી તે બધી સામગ્રી હવન કુંડમાં અર્પણ કરાયું અને સાથે સાથે બચેલું ઘી પણ અર્પણ કરવામાં આવ્યું એટલે થોડા જ સમયમાં આખા ઘરમાં ધુમાડો થવા લાગ્યો, રૂમ માં બેસવું મુશ્કેલ થઈ ગયું એક પછી એક બધા પરિવારના સભ્યો ધીમે ધીમે રૂમની બહાર જવા લાગ્યા.

ઘરના માલિક પણ તે રૂમની બહાર નીકળી ગયા, હવે હવનની પુર્ણાહુતી ન થાય ત્યાં સુધી બધા લોકો ફરી પાછા તે રૂમમાં જઈ શકે તેમ ન હતા. ઘણા સમય સુધી રાહ જોયા પછી તેઓ અંદર જઈ શકે તેમ હતા.

આ સ્ટોરી ને અહીં અટકાવીને એક ખૂબ જ અગત્યનો સવાલ મનમાં ઉદભવે છે.

એ હવન માં હાજર રહેલા દરેક વ્યક્તિને ખબર હતી કે તેની પાસે જેટલી સામગ્રી પડી છે તે બધી સામગ્રી હવન કુંડમાં જ અર્પણ કરવાની છે. પરંતુ બધા લોકો તેને બચાવી ને રાખી રહ્યા હતા. બધા લોકો એવું વિચારી રહ્યા હતાં કે આ સામગ્રી છેલ્લે કામ આવશે.

અને આ જ વસ્તુને આપણી જિંદગી સાથે સરખાવવામાં આવે તો આપણે બધા પણ આવું જ કરીએ છીએ. હકીકતમાં આ જ આપણી આદત બની ગઈ છે. આપણે બધું અંત સુધી અથવા તો અંત માટે બચાવવા માંગીએ છીએ અને ઘણું બધું બચાવીને રાખીએ પણ છીએ.

જિંદગી નો હવન પૂરો થઈ જાય છે અને એ હવન ની સામગ્રી બચીને રહી જાય છે. આપણે બચાવવામાં અને બચાવવામાં એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે જ્યારે બધું હવન કુંડમાં જ અંતમાં અર્પણ થવાનું છે તો આપણે તેને બચાવી ને શું કરી શકીએ? અંતમાં તો તે માત્ર ધુમાડો જ આપશે!

error: Content is Protected!