જો પત્ની હોય તો આવી જ હોવી જોઈએ, આ વાંચીને તમે પણ એગ્રી થઈ જશો…

તમારી તબિયત ની પણ કાળજી રાખવી જરૂરી છે. આવી રીતના ઉદાસ બેસવાથી શું સમસ્યાનું નિવારણ થઈ જશે? અરે પપ્પાને કંઈ નહીં થાય તમે હિંમતથી કામ લો. શીલા એક સાથે બધું બોલીને તેના પતિને સાંત્વના આપી રહ્યા હતી.

આ બધું સાંભળીને મિથિલેશના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે શીલા બોલી કે અરે તમને કહ્યું ને કે તમે ટિફિન ખાઈ લો પછી તમારે જે વ્યવસ્થા પૈસાની કરવી હોય તે કરજો ચિંતા ન કરતા. બધું થઈ જશે.

તમારા મિત્રો પણ મદદ કરશે ને? મિથિલેશે તરત જ કહ્યું બધા નકલી મિત્રો છે, બધાએ ના પાડી દીધી.. બધા મારા નહીં પરંતુ મારી પાસે રહેલા પૈસા ના જાણે મિત્રો હતા. મિત્રો સાથે પાર્ટી કરવામાં તેમજ મોજ મજા કરવામાં અનેક રૂપિયા ઉડાવી દીધા. પરંતુ હવે પિતાની વાત સમજાય છે.

હજુ પગાર પણ આવવાનો બાકી છે, શું કરવું તેની કંઈ સમજ નથી પડતી. ત્યારે તેની પત્ની શીલાએ કહ્યું કે તમે ચિંતા ન કરો, મેં તમારા સપનાને સંભાળીને રાખેલું છે. શબ્દોને સમજી ન શક્યો હોવાથી તેના પતિએ પૂછ્યું કે એટલે? કંઈ સમજાણું નહીં?

ત્યારે પત્નીએ જવાબ આપતા કહ્યું કે તમે જે મને મોર્ડન કપડા વગેરે લેવા માટે અવારનવાર પૈસા આપતા હતા તે પૈસા મેં સંભાળીને રાખ્યા હતા,. મારી પાસે એક લાખ જેટલા રૂપિયા પડ્યા હતા અને બાકીના મેં મારા ભાઈ પાસેથી મંગાવ્યા છે.

ટિફિનમાં પહેલા ડબ્બામાં ખાવાનું છે પરંતુ બીજામાં પૈસા છે, આટલું કહીને પત્ની શીલાએ ટિફિન ભરેલી બેગ તેના પતિના હાથમાં આપી દીધી.

ચિંતા ના વાદળોથી ઘેરાયેલો માણસ જાણે બધા વાદળ ગાયબ થઈ ગયા હોય તેમ મનમાં અત્યંત ખુશ થઈ ગયો, તેની પત્નીને કહ્યું ખરેખર તું સાચા અર્થમાં મારી અર્ધાંગિની છે, હું તને મોડર્ન બનાવવા ઈચ્છતો હતો.

પરંતુ આખરે તારા સારા સંસ્કાર તે ન છોડ્યા એ જ કામ આવ્યું. સામે બેઠેલી શીલાની સાસુ પણ આંખમાં આંસુ સાથે હરખાતી હતી, આજે તેને પોતાના પર નહીં પરંતુ શીલાની માતા ઉપર ગર્વ મહેસુસ થતું હતું જેણે આવા સંસ્કારોનું સિંચન શીલામાં કર્યું હતું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel