જો પત્ની હોય તો આવી જ હોવી જોઈએ, આ વાંચીને તમે પણ એગ્રી થઈ જશો…

મિથિલેશ ના લગ્ન થયાને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા, મિથિલેશ ભણી ગણીને મળતી નેશનલ કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. નોકરી મા તેનો પગાર પણ સારો હોવાથી ઘરમાં કોઈ પ્રકારની આર્થિક ખામી નહોતી.

અને હમણાં કેટલાક સમયથી તે વાત વાત માટેની માતા સાથે પણ ઝઘડો કરી નાખતો,. માતાએ નાનપણમાં દીકરા માટે થઈને તેના પતિ સાથે પણ ઘણી વખત ઝઘડા કર્યા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી અને દીકરો પણ આર્થિક રીતે આઝાદ થઈ ગયો હોવાથી ઘણી વખત તેને પિતા સમજાવવા પ્રયત્ન કરતા પરંતુ કશું માનતો નહીં.

પિતાએ જિંદગીમાં ઘણા અનુભવ કર્યા હોવાથી તે કાયમ તેના દીકરાને પૈસા ની બચતનું મહત્વ સમજાવતા અને તેના આર્થિક વ્યય ને ઓછો કરવા માટે કહેતા પરંતુ દીકરો તરત જ બે ધડક સામે જવાબ આપી દેતો કે પપ્પા આ જ તો ઉંમર છે મોજ કરી લેવાની, પછી જ્યારે તમારી જેવડી ઉંમરના થશું ત્યારે કશું મન થશે તો પણ મોઢામાં દાંત નહીં હોય અને પેટમાં આંતરડું પણ જવાબ દઈ ચૂક્યું હશે.

ની વહુ શીલા પણ પોતે ખૂબ જ મોટા કુટુંબમાંથી આવી હતી. મિથિલેશનું ફ્રેન્ડ સર્કલ તેની નોકરી સારી હોવાને કારણે મોડર્ન લોકોનું જ હતું. તે અવારનવાર શીલાને કહેતો કે તું આ જૂના કપડા પહેરવાનું બંધ કરીને હવે થોડી મોર્ડન બની જા.

પરંતુ શીલા તે માટે કાયમ ના પાડી દેતી ત્યારે મિથિલેશ કહેતો કે હું કંઈ નવું નથી કરી રહ્યો. આજકાલ દરેક લોકો આવી જ રીતે જીવી રહ્યા છે. બધા કેટલા મોડર્ન થઈ ગયા છે અને તું જુના વિચારોમાં જ અટકી પડી છો.

શીલા ખરેખર તને ક્વોલિટી લાઈફ શું હોય તેના વિશે કંઈ ખબર જ નથી લાગતી… ત્યારે શીલા તેને જવાબમાં કહેતી કે મારે ક્વોલિટી લાઇફ શું હોય તેના વિશે જાણવાની ઈચ્છા પણ નથી, કારણ કે હું સ્પષ્ટપણે માનું છું કે લાઈફની ક્વોલિટી શું હોય એ મહત્વનું છે.

આવી નાની મોટી રકઝકમાં રચ્યો પચ્યો રહેતો પરિવાર આજે થોડો ગંભીર થઈ ગયો હતો. આજે સવારે અચાનક જ મિથિલેશના પિતાને હાર્ટ અટેક આવ્યો હતો, એટલે તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચો થઈ ચૂક્યો હતો. અને એક લાખ રૂપિયા તો પહેલેથી જ ભરી દીધા હતા પરંતુ બાકીના બે લાખ રૂપિયા જમા કરવાના બાકી હતા. આ રકમ મિથિલેશ પાસે બચતમાં નહોતી પડી હોવાથી ખૂબ જ મોટી હતી.

મિથિલેશે તેના મિત્રોને ઘણાને ફોન કરીને જણાવ્યું કે અત્યારે તેને મદદની જરૂર છે પરંતુ દરેક મિત્રએ કોઈ પણ બહાના કાઢીને મદદ કરવા માટે ના પાડી દીધી.. મિત્રો સાથે મોજ મજા કરનારા મિથિલેશને આજે તેના આ બધા મિત્રો જાણે નકલી લાગી રહ્યા હતા.

ઉદાસ ચહેરા સાથે તે હોસ્પિટલની બહાર બેઠો હતો એવામાં તેની પત્ની શીલા ઘરેથી ત્યાં આવી. સાથે જમવા માટેનું ટિફિન પણ હતું તરત જ આવીને પતિને કહ્યું કે તમે અહીં બહાર કેમ બેઠા છો,? ચલો અંદર જમી લો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel