જીવનથી દુઃખી હોય અથવા કંટાળી ગયા હોય તો 3 મિનિટનો સમય કાઢી આ વાંચી લેજો, પછી જુઓ તમારું જીવન…

લગભગ પાછળના છ મહિનાથી મારા ઘરની સામે એક નવું મકાન બની રહ્યું હતું. ત્યાં મજૂરી કામ કરવા વાળા ના છોકરાઓ રોજ કોઈને કોઈ રમત રમી રહ્યા હતા. અને તે જે પણ કંઈ રમત રમતા તેનો ભરપૂર આનંદ ઉઠાવતા.

કોઈપણ ઋતુ હોય શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ હોય એ બધા છોકરાઓ તેની મોજમાં રહેતા અને શિયાળામાં તેઓને સ્વેટર ની ચોમાસામાં રેનકોટ ની કે ઉનાળામાં ચપ્પલ ની પણ જરૂર ન પડતી, ખબર નહીં કેમ પણ દરેક પરિસ્થિતિમાં એ છોકરાઓ સુખી રહેતા.

હમણાં પાછળના ઘણા દિવસથી હું જોતો આવ્યો હતો કે તે બધા છોકરાઓ રેલગાડી ની રમત રમતા હતા, જેમાં દરેક વખતે અલગ-અલગ છોકરાઓ એન્જીન બનતા તો બીજા છોકરાઓ પાછળ ના ડબ્બા બનતા, પરંતુ આ બધા છોકરાઓ ની સાથે એક ચડ્ડી પહેરેલો છોકરો હતો જે કોઈ દિવસ એન્જિન કે પછી ડબ્બો ન બનતો.

તે હંમેશા ગાર્ડ બનતો, શરૂઆતમાં તો મને ધ્યાનમાં ન આવ્યું પરંતુ આઠ દસ દિવસ પછી મને પણ નવાઈ લાગી કે કાયમ તે છોકરો શું કામ ગાર્ડ બને છે? સાથે સાથે તેના હાથમાં અત્યંત જૂનું થઈ ગયેલું કપડું હતું જેનાથી તે સિગ્નલ આપતો અને બધા છોકરાઓ ની રમત ચાલુ થઈ જતી.

મારા મનની આ કુતૂહલ નું સમાધાન કરવા માટે આખરે એક દિવસ માટે છોકરાને મારી પાસે બોલાવ્યો અને તેને પૂછ્યું કે તું કાયમ માટે ગાર્ડ કેમ બને છે? તું બીજા છોકરાઓની જેમ એન્જિન અથવા ડબ્બો કેમ નથી બનતો, શું તને એન્જિન બનવાની ઈચ્છા નથી થતી?

તે છોકરાએ તરત જ સામે જવાબ આપતા કહ્યું કે મારી પાસે પહેરવા માટે કોઈ શર્ટ નથી અને જો હું એન્જિન અથવા ડબ્બો બનાવતો બીજા છોકરાઓ મને પકડી ન શકે એટલા માટે જ હું રોજ ગાર્ડ બનીને રમત રમી રહ્યો છું.

આ બધા શબ્દો બોલતા બોલતા તેના ચહેરા ઉપર કે તેના અવાજમાં કોઈ પ્રકારનું દુઃખ, અફસોસ નહોતો. ખૂબ જ ખુમારીથી મને જવાબ આપી રહ્યો હતો. જવાબ આપીને મેં પણ તેને વધારે કંઈ પૂછ્યું નહીં અને ફરી પાછો તે બધા જોડે રમવા લાગ્યો.

તેની રમત તો ચાલુ થઇ ગઇ પરંતુ મારા મનમાં વિચારો ફરવા લાગ્યા, મને તરત જ વિચાર આવવા લાગ્યો કે આ દુનિયામાં કોઈ નું જીવન ક્યારેય પરિપૂર્ણ નથી હોતું. બધા લોકોને જીવનમાં કોઈકને કોઈક ખામી હોય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel