જીવનથી દુઃખી હોય અથવા કંટાળી ગયા હોય તો 3 મિનિટનો સમય કાઢી આ વાંચી લેજો, પછી જુઓ તમારું જીવન…

આપણા જીવનમાં કંઈક ખૂબી હોય છે તો સાથે સાથે કંઈક ખામી પણ હોય છે, એ છોકરાને ભગવાને જે આપ્યું છે તેમાં તે ખુશ રહીને તેનો આનંદ લે છે. માણસ ની પરિસ્થિતિ ગમે તેવી હોય તેમાંથી જો તેને શાંતિ અને મુજ પ્રાપ્ત કરતા આવડતું હોય તો તેનું જીવન અહીંયા જ સ્વર્ગ બની જાય છે.

પરંતુ આ બધું આપણા થી થઈ શકતું નથી કારણ આપણો સ્વભાવ જ એવો છે કે ગમે તેટલું સુખ મળ્યું હોય તેમ છતાં આપણે સુખી રહેવાને બદલે દુઃખી થવાના કારણો શોધી કાઢીએ છીએ, આપણે પોતે જ સુખમાં થી પણ દુઃખ ઊભું કરી લઈએ છીએ. આપણા દુઃખ ઉભા કરવાના કારણો પણ કેવા કેવા હોય છે…

હું બીજા લોકો કરતા કેમ શ્યામ વર્ણ છું? હું બીજા લોકો કરતા ઊંચાઈમાં કેમ નાનો છું? મારા કરતાં મારા પાડોશી પાસે મોટી ગાડી કેમ છે, તે મારી પાસે કેમ નથી?

આવા વિચારો નું લીસ્ટ બનાવવા જઈએ તો તેનો કોઈ અંત જ નથી, આ વિચારોમાંથી આપણે દુઃખ ને આપણા જીવનમાં સ્થાન આપીએ છીએ. સુખી થવાનો એક માત્ર રસ્તો છે ભગવાને જે આપણને આપ્યું છે એમાં જ સુખી થવું પડે.

ગરુડ કે બાજ પક્ષી ની ઉંચી ઉડાન થી ચકલી કોઈ દિવસ ચિંતા નથી કરતી, તે પોતાની પરિસ્થિતિ પ્રમાણે મોજમાં જ હોય છે. પરંતુ આપણે જ માણસ થઈને બીજા કોઈ માણસને આગળ આવતા જોઈ તુરંત જ ચિંતામાં આવી જઈએ છીએ, સુખી રહેવાનો એક મંત્રા પણ છે કે દેખાદેખીથી બચીને રહેવું અને ખુશ રહેવું.

આપણા જીવન માં આવતી પરિસ્થિતિ કોઈ દિવસ સમસ્યા નથી હોતી, તે સમસ્યા એટલા માટે બની જાય છે. કારણ કે આપણે તેની સામે લડવા ની હિંમત નથી દાખવતા. આવી બધી પરિસ્થિતિઓ ની સામે લડતા લડતા જ સફળતા મળે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel