જીવનથી કંટાળી ગયા હોવ તો 3 મિનિટ આ વાંચી લો, એક નવો દ્રષ્ટિકોણ મળશે...
એક નાના ગામ માં નરસી નામ નો એક નિર્દોષ અને સીધો સાદો યુવાન રહેતો હતો. જીવન માં આગળ આવવા અને પ્રગતિ કરવાના અનેક પ્રયાસ કરી ચુક્યો હતો.
અનેક જાત ના ધંધા કરી લીધા પરંતુ તેને ક્યારેય સફળતા મળી નહિ અને તે નિરાશ થઈ ગયો અને એક વખત ગામ માં આવેલા મંદિરમાં ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો કે અનેક જાતના કામ કરી જોયા.
પરંતુ મને ક્યારેય સફળતા મળતી નથી અને હવે હું નિરાશ થઇ ગયો છું અને કઈ પણ સમજાતું નથી તો તમે મને રસ્તો બતાવો. નરસી નું નાના બાળક જેવું ભોળપણ જોઈને ભગવાન પ્રગટ થયા.
અને નરસી ને બે પોટલી આપી અને કહ્યું કે આ પહેલી પોટલી લાકડી ના છેડા પર બાંધી અને તું ચાલતો હોય ત્યારે તારી નજર સામે રહે તેમ રાખવી અને બીજી પોટલી તારી પીઠ પાછળ ના ભાગે લટકતી રહે... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેમ રાખવાની અને હા તારે કાયમ માટે આગળ ની પોટલી ને જ જોવાની છે કારણ કે તેમાં તારી ખામીઓ છે અને પાછળ ની પોટલી માં દુનિયા ની ખામી છે.
ભગવાન ના કહ્યા મુજબ નરસી એ આગળ ની પોટલી માં રહેલી તેની ખામી ઉપર નજર રાખતા તેને ધીરે ધીરે પોતાના જીવન માં રહેલી ખામીઓ સુધારી અને પ્રગતિ કરતો ગયો.
લાકડી ની પાછળ ના ભાગ પર રહેલી દુનિયા ની ખામીઓ ની સામે તો નજર પણ કરતો નહિ બન્યું એવું કે નરસી એક દિવસ તળાવ માં નહાવા માટે ગયો અને નહાય ને બહાર આવતા તેને તેની પોટલી વાળી લાકડી ઉલટી દિશામાં રાખી.
અને હવે તેને દુનિયાના બધા લોકો ની ખામી જ ખામી દેખાઈ રહી હતી તેની સામે આવનાર દરેક વ્યક્તિ ને જોઈ ને તેમાથી તે ખામી જ શોધી રહ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને થોડા સમય માં તેનું પરિણામ એ આવ્યું કે નરસી ની પ્રગતિ નું પતન થયું ત્યારે તે ફરીથી ભગવાન પાસે ગયો અને ભગવાન ને પૂછ્યું કે આ ચક્કર શું છે ? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે ભગવાને હસતા હસતા નરસી ને કહ્યું કે જ્યાં સુધી તારી નજર તારી ખામીઓ ઉપર હતી ત્યાં સુધી તું પ્રગતિ કરી રહ્યો હતો કારણ કે તું તારી ખામીઓ ને સુધારી રહ્યો હતો પણ જયારે તે દુનિયા ના બીજા લોકો ની ખામી જોવા લાગ્યો ત્યારથી તારા પતન ની શરૂઆત તે જાતે જ કરી.
આ વાત માંથી આપણે એટલી જ શિક્ષા લેવાની છે કે આપણા થી ક્યારેય પણ કોઈ ને સુધારી ન શકાય પણ આપણે પોતાને સુધારી લઇ એ તેમાં જ આપણું અને આપણા પરિવાર નું કલ્યાણ છે
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.