શું તમારું જીવન દુઃખથી ભરાયેલું છે, તો આ વાંચી લો તમારો જીવન જીવવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે

એક સ્ત્રીને ટેવ હતી કે તે જ્યારે પણ પોતાના દિવસ દરમિયાન કામ કરી અને રાત્રે સૂવા માટે જાય ત્યારે તેનો નિત્યક્રમ હતો કે આખા દિવસમાં જે પણ કંઈ બન્યું હોય તે બધું તે એક ડાયરી પર લખતી હતી.

આ સિવાય તેને એક બીજી પણ ટેવ હતી એ ડાયરીમાં માત્ર તેની સાથે બનેલી ઘટનાઓ જ નહીં પરંતુ ડાયરીના દરરોજ દિવસે તે ડાયરીમાં એક બીજી વસ્તુ પણ સાથે લખતી હતી.

એ દિવસ દરમિયાન તેને કોઈ નાની ખુશી મળે તો તેનો પણ તે આભાર માનતી અને ડાયરીમાં લખતી. એક રાત્રે તે સ્ત્રીએ ડાયરીમાં લખ્યું કે

હું ખુશ છું કારણ કે મારો દીકરો દરરોજ સવારે મારી સાથે ઝઘડો કરે છે, ઝગડો એ બાબતમાં કરે છે કે તેને આખી રાત સરખી ઊંઘ ન આવી કારણ કે આખી રાત્રી તેને મચ્છર સુવા નહોતા દેતા. એટલે કે તે રાત્રે ઘરમાં જ આવી જાય છે અને આખી રાત વિતાવે છે, નહીં તો આ ઉંમરમાં દરેક લોકો બહાર જઈને મિત્રો સાથે એન્જોય કરતા જોવા મળે છે. ભગવાનનો આભાર છે કે મારો દીકરો એવો નથી.

હું એ માટે પણ ખુશ છું કે મારા પતિ આખી રાત એ મોટે મોટેથી નસકોરા બોલાવે છે કારણ કે તેઓ જીવી રહ્યા છે અને મારી પાસે જ છે અને મને ખુશ રાખે છે ભગવાન નો આભાર છે.

હું ખુશ છું કે દરેક મહિનામાં લાઈટ બિલ ગેસ પેટ્રોલ તેમજ પાણીનો પણ સારો એવો ટેક્સ ચૂકવવો પડે છે. એનો મતલબ કે આ બધી વસ્તુઓ મારી પાસે મારા ઉપયોગમાં આવે છે આ જો મારી પાસે ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ હોત? ભગવાનનો આભાર માનું છું.

હું એ માટે પણ ખુશ છું કે મારો દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં હું ખૂબ જ થાકી જાઉં છું અને થાકને કારણે મારી હાલત ખરાબ થઈ જાય છે એટલે કે મારી અંદર દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત બંને ઈશ્વરની કૃપાથી મારી પાસે જ છે.

હું ખુશ છું કે મારે દરરોજ આખું ઘર સાફ કરવું પડે છે બધા દરવાજા બારી વગેરે પર લાગેલી ધૂળને સાફ કરવી પડે છે. આભાર માનું છું હું ઈશ્વરનો કે મારી પાસે આવું સરસ અને ખૂબ જ વિશાળ ઘર છે. જે લોકો પાસે રહેવા માટે છત નથી તે ની શું હાલત થતી હશે? હે ઈશ્વર તારો ખૂબ જ આભાર.

હું ખુશ છું કે દર વર્ષે તહેવારો ઉપર એકબીજાને ભેટ સોગાદો આપવામાં મારું પર્સ ખાલી થઈ જાય છે. એટલે મારા પાસે મારા પોતાના, સગા સંબંધીઓ, મિત્રો, વગેરે પૂરતા છે જેઓને હું ભેટ આપી શકું. જો આ બધા લોકો મારી જીવનમાં ન હોય તો જીવન માં રોનક જ ન રહે. આભાર છે તારો ભગવાન.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel