શું તમારું જીવન દુઃખથી ભરાયેલું છે, તો આ વાંચી લો તમારો જીવન જીવવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે

હું ખુશ છું કે મારે દરરોજ આખું ઘર સાફ કરવું પડે છે બધા દરવાજા બારી વગેરે પર લાગેલી ધૂળને સાફ કરવી પડે છે. આભાર માનું છું હું ઈશ્વરનો કે મારી પાસે આવું સરસ અને ખૂબ જ વિશાળ ઘર છે. જે લોકો પાસે રહેવા માટે છત નથી તે ની શું હાલત થતી હશે? હે ઈશ્વર તારો ખૂબ જ આભાર.

હું ખુશ છું કે દર વર્ષે તહેવારો ઉપર એકબીજાને ભેટ સોગાદો આપવામાં મારું પર્સ ખાલી થઈ જાય છે. એટલે મારા પાસે મારા પોતાના, સગા સંબંધીઓ, મિત્રો, વગેરે પૂરતા છે જેઓને હું ભેટ આપી શકું. જો આ બધા લોકો મારી જીવનમાં ન હોય તો જીવન માં રોનક જ ન રહે. આભાર છે તારો ભગવાન.

હું ખુશ છું કે દરરોજ વહેલી સવારે જ્યારે અલાર્મ નો અવાજ આવે ત્યારે તરત જ હું જાગી જવું છું. એટલે કે મને દરરોજ સવારે એક નવી સવાર જોવા મળે છે આ ભગવાનની કૃપા જ કહેવાય.

હું એટલા માટે પણ ખુશ છું કે કોઈ વખતે હું બીમાર પડી જાઉં છું એનો મતલબ કે મોટાભાગે તો હું સ્વસ્થ જ હોવું છું.

હું ખુશ છું કે મારા સંતાનો દિવસ માં ઘણો સમય સુધી બહાર રમતા રહે છે, એટલે કે તેઓ એકદમ સ્વસ્થ છે અને શરીરની તંદુરસ્તી ખેલકૂદ થી જાળવી રહ્યા છે. હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર.

આટલું લખ્યા પછી તે સ્ત્રી ડાયરી બંધ કરીને બેડ પાસે રાખીને, લાઈટ બંધ કરી અને સુઈ ગઈ.

કદાચ આ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ સ્ટોરીમાં થી એટલું તો સમજી જ શકાય કે જો આપણે પણ આપણા જીવનમાં આ સ્ત્રીની જેમ કંઈક એવો ફોર્મ્યુલા અપનાવી શકીએ કે જેનાથી આપણને બધી વસ્તુ માં કંઈક સારું પણ દેખાવા લાગે તો આપણું જીવન પહેલા જેવું ન રહે.

error: Content is Protected!