જે પાઘડી સસ્તી કિંમતે ન વહેંચાઈ, તે જ પાઘડી ને બીજા માણસે તેનાથી પાંચ ગણી કિંમતે વેચી, પણ તેને ગ્રાહકને શું કહ્યું? જાણવા જેવો પ્રસંગ છે...

એક વખત કબીરજી એ ખૂબ જ મહેનત કરીને એક અત્યંત સુંદર પાઘડી બનાવી. એ પાઘડી માં તેઓએ ઘણી મહેનત કરી હતી તેમજ એકદમ ઝીણું વણાટ કરીને પાઘડી ના દેખાવમાં ખુબ જ સુંદર વધારો કરી દીધો હતો, તેને એ પાઘડી વાંચવાનું મન થયું એટલે હમણાં જ નવી નવી બનાવેલી પાઘડી લઈને તેઓ બજારમાં નીકળી પડ્યા અને બજારમાં જઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, ખુબજ શાનદાર પાઘડી, માત્ર બે રૂપિયામાં ભાઈ માત્ર બે રૂપિયામાં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પાઘડી ખરેખર ખૂબ જ સુંદર હતી એટલે તેને જોઈને એક ગ્રાહક નજીક આવ્યો અને પાઘડીને આમતેમ ફેરવી ને તેનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું પછી તેને પાઘડી ગમે તો ખુબજ પરંતુ કબીરજી ને પૂછ્યું ભાઈ શું તમે એક રૂપિયામાં આપશો? કબીરજી એ તરત જ અસ્વીકાર કરીને કહ્યું ના રે ના ભાઈ બે રૂપિયાની પાઘડી છે તો બે રૂપિયા જ થશે. ગ્રાહક પણ આવું ગણીને આગળ ચાલતો થયો.

કબીરજી વિચાર્યું કે આગળથી બીજા ગ્રાહકો મળશે એમાંથી કોઈ પાઘડી લઈ લેશે પરંતુ હકીકતમાં બધા ગ્રાહકોની પહેલા ગ્રાહક જેવી જ પ્રતિક્રિયા રહી. બધા ગ્રાહકો ખૂબ જ ઓછા ભાવમાં પાઘડી માંગતા રહ્યા અને કબીરજી એ પાઘડી બે રૂપિયા નીચે આપવાની ના પાડી દીધી.

સવારના નીકળેલા કબીરજી હવે સાંજ પડવા આવી પરંતુ તેની પાઘડી હજુ વેચાઈ નહોતી, અંતે નિરાશ થઈને પાઘડી ફરી પાછી લઈને તેઓ ઘરે પાછા આવી ગયા. તેઓ હજુ ઘરમાં પ્રવેશ કરી રહ્યા હતા એવામાં બાજુમાંથી એક પાડોશી આવ્યા તેઓએ તરત જ પાઘડી જોઈને કહ્યું શું વાત છે કબીરજી આ પાઘડી નવી બનાવી? કબીરજીએ નિરાશ થઈને હા પાડી એટલે પૂછ્યું કે તમે નિરાશ કેમ છો શું આ પાઘડી વેચાણી નહીં? એટલે કબીરજીએ તરત જ આખા દિવસ ઘરમાં જે બન્યું તે કહ્યું.

પડોશીએ કબીરજીના આશ્વાસન આપતા કહ્યું તમારી આ પાઘડીને હું આવતીકાલે સવારે લઈ જઈશ બજારમાં અને આ વેચવાની સેવાનો મોકો મને આપો પછી તમે જુઓ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થયું એવું કે બીજે દિવસે સવારે પાડોશીને કબીરજીએ પાઘડી આપી તે પાડોશી બજારમાં ગયો અને ખૂબ જ ઊંચી ઊંચી બોલી લગાવી કે પાઘડી હોય તો આવી હોય બાકી ન હોય ભાઈ ભાઈ ખૂબ જ સુંદર પાઘડી માત્ર આઠ રૂપિયા ની પાઘડી માત્ર આઠ રૂપિયા ની પાઘડી. પહેલો જ ગ્રાહક નજીક આવ્યો અને કહ્યું ભાઈ આટલી બધી મોંઘી પાઘડી છે અને તમે માત્ર આઠ રૂપિયાની કહો છો જરા દેખાડો તો કેવી છે, એટલે પાડોશીએ તેને કહ્યું આવી પાઘડી કોઈ દિવસ 8 રૂપિયામાં મળે જ નહીં તમે પાઘડી તો જુઓ. આવી પાઘડી બીજે ક્યાંય મળે જ નહીં.

ગ્રાહક પણ પાઘડી ને જોઈને ઈમ્પ્રેસ થઈ ગયો એટલે કહ્યું ભાઈ થોડું ઓછું કરી આપો પાઘડી તો મને પણ ગમે છે. પાડોશી એ કહ્યું આવી પાઘડી બીજે ક્યાંય મળશે નહીં તેમ છતાં તમારા માટે આ પાઘડીના છ રૂપિયા ભાવ કરી નાખું છું.

એટલે રાહ કે તરત જ તેના હાથમાં પાંચ રૂપિયા આપી દીધા અને કહ્યું બસ હવે આટલા જ રૂ માં મને આ પાઘડી આપી દો, કબીરજી ગઈકાલે ગયા ત્યારે સવારથી સાંજ સુધી કરેલી મહેનત નિષ્ફળ નીવડી હતી અને પહેલા જ ગ્રાહકને પાઘડી વેચીને પડોશી માત્ર થોડી જ વારમાં પોતાના ઘરે પાછો આવી ગયો.

અને કબીરજી ના પ્રણામ કરીને કહ્યું તમારા પાંચ રૂપિયા અને બજારમાં જે ઘટના બની તે આખી ઘટના જણાવી એવામાં કબીરજીના મુખેથી અનાયાસે જ નીકળી પડ્યું કે…

સત્ય ગયા પાતાલ મે, જુઠ રહા જગ છાએ.
દો ટકે કી પાઘડી, પાંચ ટકે મેં જાયે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હકીકતમાં આ દુનિયા નું વ્યવહારિક સત્ય બની ગયું છે, સત્યને ઓળખનારા દુનિયામાં ખૂબ જ ઓછા લોકો હોય છે કારણ કે સત્યનું મૂલ્ય વ્યવસ્થિત અને બરાબર મળતું જ નથી અને સત્ય કરતાં પણ અશક્ય ની કિંમત ઘણી વધારે હોય છે તેમ છતાં તે ખૂબ વેચાય છે. એટલા માટે જ કદાચ કબીરજીએ કહ્યું હશે કે સચ્ચે કા કોઈ ગ્રાહક નહિ, જુઠા જગત મેં પૂજા જાતા હૈ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરીને શેર કરજો, તેમજ કમેન્ટમાં સ્ટોરીને તમે કેટલા રેટિંગ આપવા માંગો છો તે જણાવો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team