જે પાઘડી સસ્તી કિંમતે ન વહેંચાઈ, તે જ પાઘડી ને બીજા માણસે તેનાથી પાંચ ગણી કિંમતે વેચી, પણ તેને ગ્રાહકને શું કહ્યું? જાણવા જેવો પ્રસંગ છે…

પડોશીએ કબીરજીના આશ્વાસન આપતા કહ્યું તમારી આ પાઘડીને હું આવતીકાલે સવારે લઈ જઈશ બજારમાં અને આ વેચવાની સેવાનો મોકો મને આપો પછી તમે જુઓ.

થયું એવું કે બીજે દિવસે સવારે પાડોશીને કબીરજીએ પાઘડી આપી તે પાડોશી બજારમાં ગયો અને ખૂબ જ ઊંચી ઊંચી બોલી લગાવી કે પાઘડી હોય તો આવી હોય બાકી ન હોય ભાઈ ભાઈ ખૂબ જ સુંદર પાઘડી માત્ર આઠ રૂપિયા ની પાઘડી માત્ર આઠ રૂપિયા ની પાઘડી. પહેલો જ ગ્રાહક નજીક આવ્યો અને કહ્યું ભાઈ આટલી બધી મોંઘી પાઘડી છે અને તમે માત્ર આઠ રૂપિયાની કહો છો જરા દેખાડો તો કેવી છે, એટલે પાડોશીએ તેને કહ્યું આવી પાઘડી કોઈ દિવસ 8 રૂપિયામાં મળે જ નહીં તમે પાઘડી તો જુઓ. આવી પાઘડી બીજે ક્યાંય મળે જ નહીં.

ગ્રાહક પણ પાઘડી ને જોઈને ઈમ્પ્રેસ થઈ ગયો એટલે કહ્યું ભાઈ થોડું ઓછું કરી આપો પાઘડી તો મને પણ ગમે છે. પાડોશી એ કહ્યું આવી પાઘડી બીજે ક્યાંય મળશે નહીં તેમ છતાં તમારા માટે આ પાઘડીના છ રૂપિયા ભાવ કરી નાખું છું.

એટલે રાહ કે તરત જ તેના હાથમાં પાંચ રૂપિયા આપી દીધા અને કહ્યું બસ હવે આટલા જ રૂ માં મને આ પાઘડી આપી દો, કબીરજી ગઈકાલે ગયા ત્યારે સવારથી સાંજ સુધી કરેલી મહેનત નિષ્ફળ નીવડી હતી અને પહેલા જ ગ્રાહકને પાઘડી વેચીને પડોશી માત્ર થોડી જ વારમાં પોતાના ઘરે પાછો આવી ગયો.

અને કબીરજી ના પ્રણામ કરીને કહ્યું તમારા પાંચ રૂપિયા અને બજારમાં જે ઘટના બની તે આખી ઘટના જણાવી એવામાં કબીરજીના મુખેથી અનાયાસે જ નીકળી પડ્યું કે…

સત્ય ગયા પાતાલ મે, જુઠ રહા જગ છાએ.
દો ટકે કી પાઘડી, પાંચ ટકે મેં જાયે.

error: Content is Protected!