જે બળદમાંથી ઘરનું ગુજરાન ચાલતું તે મરી ગયો તો વ્યક્તિએ કહ્યું જે થયું તે સારું થયું તો તેની પત્નીએ ગુસ્સે થઈ પૂછ્યું હવે ઘરમાં રૂપિયા કેમ આવશે? થોડા દિવસ પછી એવું થયું કે પતિ-પત્ની બંને…

ગોવિંદભગત તેની પત્ની સાથે ગામ ના પાદર માં રહેતા હતા. પોતે અત્યંત ગરીબ હોવાથી ઝૂંપડી બનાવી ને રહેતા હતા, તેઓ નું કોઈ સંતાન નહોતું. પણ તેના પરિવાર માં અન્ય ત્રણ સબ્યો હતા. જેમાં એક બળદ એક કૂતરો અને એક પોપટ હતો.

બળદ ગાડામાં જોડાઈને આખો દિવસ માલસામાન ની હેરાફેરી કરવાંમાં કામ આવતો. કૂતરો આખી રાત ઝૂંપડી ની બહાર ચોકીદારી કરતો, અને પોપટ તો ગોવિંદભગત નો લાડકો દીકરો હતો. જે રોજ સવાર ના ચાર વાગ્યા માં અવાજ કરી ને ગોવિંદભગત ને જગાડતો હતો.

અને ગોવિંદભગત નું કામ પણ એવું કે સવાર થી સાંજ મજૂરી કરે, અને જે મળ્યું તે મારો ઠાકર કરે એ ઠીક એમ કરી ને મોજ માં રહેતા. બીજું કોઈ પણ જાતનું ટેન્શન નહીં.

એવા માં એક રાત્રી એ ગામ ના પાદર માં સિંહ આવ્યો, અને ગોવિંદભગત ના બળદ નો શિકાર કરી નાખ્યો. આ જોઈ ને તેનો કૂતરો બીકનો માર્યો પોતાનો જીવ બચાવવા ઘર મૂકી ને ભાગી ગયો.

સવારે જાગ્યા અને જોયું કે બળદ ને તો સિંહ શિકાર કરી ને લઇ ગયો છે, તો ગોવિંદભગતે કહ્યું કે ઠાકર કરે એ ઠીક. પતિ ની વાત સાંભળી ને પત્ની એકદમ ગુસ્સે તો થઇ ગઈ. પરંતુ કઈ બોલી શકી નહિ, પણ વિચારતી હતી કે હવે તમને મજૂરી કરવામાં કોણ કામ આવશે?

બીજે દિવસે સવારે પોપટે જગાડ્યા ત્યારે પોપટ ને ખાવાનું આપવા માટે પાંજરું ખોલ્યું તો પોપટ બહાર ઉડી ગયો, હવે બાકી ના ત્રણેય સભ્યો બે દિવસ માં ચાલ્યા ગયા. અને પતિ પત્ની જ ઘર માં બચ્યા હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel