જાણો એક સતત નાખુશ રહેતો માણસ માત્ર થોડા દિવસોમાં સંપૂર્ણ સંતોષમાં કેવી રીતે રહેવા લાગ્યો...

એક શેઠ પોતાના જીવન માં ભરપૂર સુખ સગવડતા હોવા છતાં તે કાયમ દુઃખી જ રહેતા હતા. દરરોજ કોઈ ને કોઈ વાત એવી બને કે શેઠ ની ખુશી ઉપર પાણી ફરી જતું. એવા માં શેઠે એક સંત પાસે જવાનો વિચાર કર્યો. અને બે દિવસ પછી તે સંત પાસે પહોંચી ગયા.

અને સંત ને પોતાના દુઃખ ની વાત કરી કે રોજ મારી સાથે એક ઘટના એવી બને કે હું આખા દિવસ માટે દુઃખી જ રહુ છું મને દુઃખ માંથી મુક્તિ મળે તે માટે કોઈ ઉપાય બતાવો ત્યારે સંતે જવાબ આપતા કહ્યું કે દુઃખો ની દુનિયા માં આપણે બધા જીવીએ છીએ.

અને દુઃખ માંથી મુક્ત થવાનો ઉપાય શોધવો છે જે બહુ કઠિન કામ છે, પણ તમે એક કામ કરો જે માણસ સુખી છે તેને પહેરેલા જૂતા તમે એક દિવસ માટે લઇ અને આવો પછી હું તમને દુઃખ માંથી છૂટવાનો ઉપાય શોધી આપું આ વાત સાંભળી અને શેઠ પોતાના ઘરે આવ્યા.

અને બીજા દિવસ થી પોતાના થી પણ અધિક સંપત્તિ વાળા લોકો પાસે જઈ અને વાત કરે છે કે તમે મારા કરતા પણ સુખી છો તો એક દિવસ માટે તમે પહેરેલા જૂતા આપો આ બાબત ની રજુઆત કરે ત્યારે દરેક વ્યક્તિ એ પોતે પણ દુઃખી હોવાની વાત શેઠ ને કરે કોઈ ના ઘર માં પિતાજી સાથે ઝગડા ચાલતા.

કોઈ ને પત્ની સાથે તો કોઈ ને પુત્ર સાથે તો કોઈ ને પુત્રવધુ સાથે કોઈ ને સગાવહાલા સાથે માથાકૂટ ચાલતી તો કોઈ ને ધંધા ના વ્યવહાર માં સંબંધ બગાડતા અને દુઃખી રહેતા આમ દરેક સુખી દેખાતા પછી તે સ્ત્રી હોય કે પુરુષ તે વ્યક્તિ પાસે શેઠ ગયા પણ તેમાંથી કોઈ એ શેઠ ને એમ કહ્યું નહિ કે અમે સુખી છીએ.

અને સુખ થી રહીયે છીએ પણ શેઠ ને કોઈ ના જૂતા તો મળ્યા નહિ પણ પોતાના ચપ્પલ તૂટી ગયા. બીજા દિવસે શેઠ ફરી પાછા તે સંત પાસે આવ્યા અને કહ્યું કે સુખી માણસ ના જૂતા શોધતા શોધતા તે પોતે જ પરેશાન થઇ ગયા પણ કોઈ સુખી માણસ પણ ના મળ્યો અને સુખી માણસ ના જૂતા પણ મળ્યા નહિ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કારણ થી દુઃખી છે મારા થી અનેક ગણી સંપત્તિ ધરાવતા માણસો એ પણ મને એમ ના કહ્યું કે અમે સુખી છીએ ત્યારે તે સંતે શેઠ ને કહ્યું કે સુખી થવા માટે બીજા ની તરફ નહિ પણ પોતાની અંદર જુવો પોતાની લાયકાત પર વિશ્વાસ રાખો હરીફાઈ કરવી હોય તો બીજા ની સારી વાત પર કરો.

બીજા નુ જોઈ ને પોતાના રસ્તા પર થી ભટકી ને આમ તેમ ગોથા ખાવા નહિ પોતાને જુવો અને પોતાને જ સાંભળો એ સુખી થવાનો મોટો નિયમ છે ભગવાને તમને જેટલું સુખ સગવડતા આપેલી છે તેટલી તો મોટા ભાગ ના માણસો પોતાના માટે વિચારી શકતા પણ નથી સુખ ભૌતિક સાધનો થી પ્રાપ્ત થતું નથી.

કારણ કે તેનો અંત જ નથી સુખી થવા માટે આપણી પાસે છે તેનો સંતોષપૂર્વક આનંદ ઉઠાવો અને નિજાનંદ માં રહો અને ખાસ તો એ કે તે આનંદ મેળવવા માટે રૂપિયા ની કશું જ જરૂરિયાત રહેતી નથી સુખ જો રૂપિયા થી મળતું હોય તો તમે ગયા એ બધા સુખી જ દેખાતા હતા પણ તે પણ બધા દુઃખી જ છે ને?

સંત નો જવાબ સાંભળી ને શેઠે કહ્યું કે આ તો તમે મને હું આવ્યો ત્યારે જ કહી શકતા હતા, તો મને બધા સુખી લોકો પાસે મોકલી અને કેમ દોડાદોડી કરાવી? જેના જવાબમાં સંતે કહ્યું કે સત્ય ને સીધી રીતે રજુ કરવા માં આવે તો કોઈ તેના પર વિશ્વાસ કરતુ નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આજ વાત પહેલા તમને કહી આપી હોય તો તમને મારી વાત માં જરા પણ વિશ્વાસ બેસત નહિ અને હવે તમે પોતે જ અનુભવ કરી લીધો છે. એટલે આખી વાત સમજાઈ ગઈ હશે શેઠ તે સંત ના ચરણો માં પગે લાગી અને બોલ્યા કે હવે થી આ દુનિયા માં મારા થી વધુ સુખી માણસ કોઈ નહિ હોય. આજે તમે મને સુખી થવા માટે નું બ્રહ્મજ્ઞાન મળી ગયું છે.
માણસ માત્ર ને સુખી થવું છે પણ ગમે તેટલી સંપત્તિ મળે પોતાની પાસે સારો ધંધો અને આવક હોય ઘર માં પત્ની હોય સંતાનો પણ પરણી ગયા હોય અને તેના સંતાનો પણ હોય મહેલ જેવા મકાનમાં રહેતા હોય જેમાં ભૌતિક સુખ સગવડો ઠાંસી ઠાંસીને ભરી હોય પણ તે માણસ ને પૂછો કે તમે સુખી છો ને? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે તેના જવાબ માં કદી પણ હા નહિ આવે, સંસાર ની દરેક વ્યક્તિ પોતાના દુઃખ ની વાત જ કરતા હોય છે. ગમે તેટલી સુખ સગવડતા હોય માણસ ને કોઈ ને કોઈ જાત નું દુઃખ પીછો છોડતું નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team