જાણો એક સતત નાખુશ રહેતો માણસ માત્ર થોડા દિવસોમાં સંપૂર્ણ સંતોષમાં કેવી રીતે રહેવા લાગ્યો…

બીજા નુ જોઈ ને પોતાના રસ્તા પર થી ભટકી ને આમ તેમ ગોથા ખાવા નહિ પોતાને જુવો અને પોતાને જ સાંભળો એ સુખી થવાનો મોટો નિયમ છે ભગવાને તમને જેટલું સુખ સગવડતા આપેલી છે તેટલી તો મોટા ભાગ ના માણસો પોતાના માટે વિચારી શકતા પણ નથી સુખ ભૌતિક સાધનો થી પ્રાપ્ત થતું નથી.

કારણ કે તેનો અંત જ નથી સુખી થવા માટે આપણી પાસે છે તેનો સંતોષપૂર્વક આનંદ ઉઠાવો અને નિજાનંદ માં રહો અને ખાસ તો એ કે તે આનંદ મેળવવા માટે રૂપિયા ની કશું જ જરૂરિયાત રહેતી નથી સુખ જો રૂપિયા થી મળતું હોય તો તમે ગયા એ બધા સુખી જ દેખાતા હતા પણ તે પણ બધા દુઃખી જ છે ને?

સંત નો જવાબ સાંભળી ને શેઠે કહ્યું કે આ તો તમે મને હું આવ્યો ત્યારે જ કહી શકતા હતા, તો મને બધા સુખી લોકો પાસે મોકલી અને કેમ દોડાદોડી કરાવી? જેના જવાબમાં સંતે કહ્યું કે સત્ય ને સીધી રીતે રજુ કરવા માં આવે તો કોઈ તેના પર વિશ્વાસ કરતુ નથી.

આજ વાત પહેલા તમને કહી આપી હોય તો તમને મારી વાત માં જરા પણ વિશ્વાસ બેસત નહિ અને હવે તમે પોતે જ અનુભવ કરી લીધો છે. એટલે આખી વાત સમજાઈ ગઈ હશે શેઠ તે સંત ના ચરણો માં પગે લાગી અને બોલ્યા કે હવે થી આ દુનિયા માં મારા થી વધુ સુખી માણસ કોઈ નહિ હોય. આજે તમે મને સુખી થવા માટે નું બ્રહ્મજ્ઞાન મળી ગયું છે.
માણસ માત્ર ને સુખી થવું છે પણ ગમે તેટલી સંપત્તિ મળે પોતાની પાસે સારો ધંધો અને આવક હોય ઘર માં પત્ની હોય સંતાનો પણ પરણી ગયા હોય અને તેના સંતાનો પણ હોય મહેલ જેવા મકાનમાં રહેતા હોય જેમાં ભૌતિક સુખ સગવડો ઠાંસી ઠાંસીને ભરી હોય પણ તે માણસ ને પૂછો કે તમે સુખી છો ને?

ત્યારે તેના જવાબ માં કદી પણ હા નહિ આવે, સંસાર ની દરેક વ્યક્તિ પોતાના દુઃખ ની વાત જ કરતા હોય છે. ગમે તેટલી સુખ સગવડતા હોય માણસ ને કોઈ ને કોઈ જાત નું દુઃખ પીછો છોડતું નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel