જાણો એ જગ્યાનું રહસ્ય જ્યાં આસપાસ આવતી કોઈ પણ વસ્તુ થઈ જાય છે રહસ્યમય રીતે ગાયબ

બર્મુડા ત્રિકોણ એ ખરેખર આજકાલનો નથી પરંતુ વર્ષોથી એના વિશે ચર્ચા થતી રહી છે. અને ત્યાં સુધી કે અમેરિકાની શોધ જેણે કરી તે ક્રિસ્ટોફર કોલંબસ ને પણ બર્મુડા ત્રિકોણ નો અનુભવ થયો હતો. ત્યારપછી ઘણા અખબારો, પત્રિકાઓ અને મેગેઝિનમાં આના વિશે છપાતુ જ રહ્યું છે. અને એક મેગેઝીને એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા ની એક ફ્લાઇટ જે ગાયબ થઇ હતી, તેમાં એલિયન્સનો હાથ હતો. આ લગભગ પહેલો જ એવો દાવો હતો જે માટે એલિયન્સને જવાબદાર ઠરાવાયા હતા.

આવા જ કંઈક રહસ્યમય કિસ્સાઓ આપણી સામે હાલમાં પણ મોજુદ છે. જે અહીં તમને અમે જણાવવાના છીએ.

1872

The Mary Celeste નામનું આ જહાજ એક વ્યાપારિક જહાજ હતું. જે બર્મુડા ત્રિકોણ ના વિસ્તારમાં લાપતા થઈ ગયું હતું. પરંતુ 5 ડિસેમ્બર 1872 ના દિવસે આ જહાજ એટલાન્ટિક મહાસાગરમાં મળી આવ્યું. આ જહાજ પર સવાર યાત્રીઓના કે કર્મચારીઓના કોઈના નામો નિશાન મળ્યા નહીં. શરૂઆતમાં માનવામાં આવ્યું કે આ જહાજની કદાચ લૂંટારૂઓએ લુટી લીધો હશે પરંતુ જહાજની અંદર રહેલો કિંમતી સામાન હેમખેમ પાછો મળી આવતા આ વાત પણ સાબિત ન થઈ શકી. આ જહાજની લોગબુકમાં લખ્યુ હતુ કે તેઓ ૭ નવેમ્બરે ન્યૂયોર્કથી રવાના થયા હતા પરંતુ એની મંઝિલ સુધી પહોંચી ના શક્યા.

1881

આવી જ એક ઘટના 1881 માં પણ ઘટી. એલીન ઓસ્ટીન નામનું એક જહાજ ન્યૂયોર્ક શહેર જવા રવાના થયુ. આ જહાજ બર્મુડા ત્રિકોણ ની આજુબાજુ માં ક્યાંક ખોવાઈ ગયું. અને જ્યારે આ જહાજ મળ્યું ત્યારે આ જહાજમાં સવારી કરી રહેલા યાત્રીઓ ની કોઈ ભાળ મળી ન હતી.

1918

The USS CYCLOPS નામનું જહાજ પહેલા વિશ્વ યુદ્ધ સુધી તેની બોર્ડરે તેનાત હતું એટલે કે USA ના પુર્વ સમુદ્રી તટ પર તૈનાત હતું. પછી આ જહાજ ને લઇ જવાઇ રહ્યું હતું ત્યારે તેમાં આશરે 300 જેટલા ક્રૂ મેમ્બર હતા. બર્મુડા ત્રિકોણ ને ઓળંગતી વખતે આ જહાજ ક્યાંક ગાયબ થઈ ગયુ. અને આનો કોઈ સંદેશ મળ્યો નહીં. જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે વાતાવરણ એકદમ ચોખ્ખું હતું. અમેરિકાના ઇતિહાસમાં આ જહાજનું ગાયબ થવું અને આટલા બધા લોકો સાથે ગાયબ થવું એ રહસ્ય જ રહ્યું છે.

આ બધાં જહાજોની સાથે એક જહાજ 2015માં મળી આવ્યું કે.જે જહાજ કોઈ યાત્રિકો નહોતા. તપાસ કરતા જાણવા મળ્યું કે તે જહાજ 1925 માં લાપતા થયું હતું ત્યાર પછી તેની કોઈ ખબર મળી ન હતી. જહાજની અંદર થી મળેલી લોગબુકમાં એન્ટ્રી તપાસતા છેલ્લી એન્ટ્રી 1 ડિસેમ્બર 1925 ની મળી હતી.જેમાં જહાજ કોલસો લઈને મુસાફરી કરી રહ્યાનો રિપોર્ટ લખેલો હતો.

1945

આ ઘટનાને અમેરિકાની બહુચર્ચિત ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. અમેરિકામાં 1945 મા બીજા વિશ્વયુદ્ધ પછી એકસાથે પાંચ વિમાનો એ ઉડાન ભરી હતી. પરંતુ ફ્લોરિડા માંથી ઉડી રહેલા આ ૫ વિમાનો પૈકી એક પણ વિમાન બચી શક્યું નહીં. વિમાનમાંથી છેલ્લા મેસેજ આવ્યા મુજબ એ લોકોને તે કઈ દિશામાં જઈ રહ્યા છે તેની જાણ જ નહોતી રહી કારણકે વિમાનની અંદરનું હોકાયંત્ર બંધ થઇ ગયું હતું અને તેઓએ સમુદ્રનો કલર પણ લીલો હોવાની મેસેજ આપ્યો હતો. એકસાથે પાંચ વિમાન રહસ્યમય તરીકે ગાયબ થવાથી અમેરિકી સરકારે એ વખતે એક વિશાળ જહાજની એની દિશામાં શોધખોળ કરવા મોકલ્યું પરંતુ આશ્ચર્યની વચ્ચે એ જહાજ પણ લાપતા થઈ ગયું. આ સિવાય એક બીજો વિમાન પણ તેની શોધ કરવા ગયેલું હતું પરંતુ એ પણ બર્મુડા ત્રિકોણ ના જ શિકાર થઈ ગયા હોય એવું માની રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહે છે કે આ વિમાનો એલિયન્સ લઇ ગયા છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel