“હું કાગડો બની ને શ્રાદ્ધ ખાવા નહીં આવું, તારે જે ખવડાવું હોય તે અત્યારે ખવડાવી દે” આ વાક્ય પિતાએ તેના દીકરાને શું કામ કહ્યું? કારણ જાણીને તમે પણ…

ચોમાસાની ઋતુ હતી, બહાર થોડો થોડો વરસાદ પડી રહ્યો હતો, દવાખાનામાં પવન તેના પિતા ને લઈને દેખાડવા માટે આવ્યો હતો. તેના પિતાની તબિયત ખરાબ હતી.

ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પણ મળી ગઈ હતી ટૂંક સમયમાં જ ડોક્ટર પાસે ગયા ડોક્ટરે બધું તપાસીને પવન ને કહ્યું જો પવન આપણે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ એટલે હું તને એક સલાહ આપવા માંગું છું.

આ ઉંમરે હવે કોઈ ઈલાજ ન થઈ શકે બાપુજીના લગભગ ૮૦ વર્ષ ઉપર તો થઈ ચૂક્યા હશે ને? પવન અને મોઢું હલાવીને હા કહી. ડોક્ટરે તેને કહ્યું પવન હવે બસ બાપુજીને થઈ શકે તેટલી સેવા કરો. બાકી તબિયતમાં કશો પ્રોબ્લેમ નથી.

પિતાજી ની તબિયત જરા પણ ખરાબ થઈ જાય તો પવનથી એ સહન નથી થતું અને તરત જ ડોક્ટર પાસે આવતો, એટલા માટે જ વર્ષોથી ડોક્ટરની અને પવનની એક બીજા સાથે ઓળખાણ થઈ ચૂકી હતી.

પવન એ ફરી પાછું ડોક્ટર ને પૂછ્યું ડોક્ટર સાહેબ કોઈ તો રસ્તો હશે ને? વિજ્ઞાન પણ આજે કેટલું આગળ વધી ગયું છે.

અરે પવન હું મારા તરફથી દુઆ કરી જ રહ્યો છું, અને તું પણ બાપુજી ને ખુશ રાખજે એ ખુશ રહેશે તેનાથી બહેતર દવા તેના માટે કોઈ નથી. અને હા તેઓને જે મનપસંદ વાનગીઓ પીણાઓ વગેરે આપ તો રહેજે. આટલું કહીને ડોક્ટર સાહેબ બહાર જતા રહ્યા.

ડોક્ટરે અને પવન સાથે આ વાતચીત થઈ ત્યારે બાપુજી ત્યાં હાજર ન હતા, બાપુજી બહાર બેઠા હતા પવન પણ આવ્યો તેના ચહેરા પર થોડી એવી ચિંતા જણાતી હતી. પરંતુ બાપુજીએ તેને કોઈ સવાલ પૂછ્યો નહીં કારણકે તેના પિતાને લઈને પવન હંમેશા ચિંતામાં રહેતો પિતા વગરનું જીવન પણ હોઈ શકે એવું તેને લાગતું જ નહીં. માતાના ગયા પછી એક માત્ર પિતા ના આશીર્વાદ જ તેના માટે પહોંચ્યા હતા.

ડોક્ટર તરફથી આવો પ્રત્યુત્તર મળ્યો એટલે પવનને બસ તેના બાળપણના દિવસો જ યાદ આવી રહ્યા હતા કે કઈ રીતે તે અને તેના પિતા એકબીજા સાથે આનંદ કરતા. અને દરરોજ પિતા તેના માટે બહારથી કંઇ ને કંઇ વસ્તુઓ અથવા તેની મનપસંદ વાનગીઓ લઈ આવતા.

બાપુજી ને લઈને પવન ઘરે જવા રવાના થઈ ગયો, રસ્તામાં થોડો થોડો વરસાદ હતો એટલે પવન એવું પણ વિચારી રહ્યો હતો કે જાણે આકાશ પણ રડી રહ્યું હોય.

પવનને એ સમજાઈ ગયું હતું કે પરિસ્થિતિને કાબૂમાં કરીને તેને થોડો વધારે આત્મવિશ્વાસ રાખવો પડશે તરત જ ઘરે ગયા પછી તેને અંદરથી પત્નીને અવાજ પાડીને બહાર બોલાવી અને કહયું બાપુજી અહીં બેઠા છે. જમવાનું તૈયાર તો નથી કરી નાખ્યું ને?

પત્નીએ કહ્યું ના હજુ બાકી છે કેમ તમે પૂછો છો?

પતિએ જવાબ આપતા કહ્યું તો આજે મસ્ત ગરમાગરમ ભજીયા બનાવી આપજે. અને હા હું બહાર જાવ છું થોડા સમયમાં મીઠાઈ લઈને પાછો આવું છું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel