“હું કાગડો બની ને શ્રાદ્ધ ખાવા નહીં આવું, તારે જે ખવડાવું હોય તે અત્યારે ખવડાવી દે” આ વાક્ય પિતાએ તેના દીકરાને શું કામ કહ્યું? કારણ જાણીને તમે પણ…

પછી બહાર જઈને બાપુજી ને પૂછ્યું બાપુજી જમવામાં ભજીયા બનાવી રહ્યા છે, મજા આવશે ને? અને હું બહાર થોડી મિઠાઇ લઇને આવું છું. બાપુજી ખુશ થઈ ગયા થોડું હસીને બોલ્યા અરે ભજીયા તો મારા મનપસંદ છે.

ભજીયા બનાવવાનું કહ્યું એટલે પવન ની પત્ની પણ અંદર રસોડામાં જઈને ભજીયા ની તૈયારી કરવા લાગી થોડા જ સમયમાં ભજીયા પણ તૈયાર હતા. એવામાં પવન પણ મીઠાઈ લઈને આવ્યો, તરત જ ભજીયા અને મીઠાઈ બંને એક ડીશમાં પીરસીને બાપુજી ને આપી અને પોતાના હાથેથી જ બાપુજીને જમાડયું.

પછી જમાડ્યા પછી ફરી પાછું પવનને કહ્યું પપ્પા આ એક ભજીયુ ફાવશે, લો ને મજા આવશે.

બાપુજીએ હસીને ના પાડી પરંતુ સાથે એક ઇચ્છા પણ વ્યક્ત કરી કે મને એક મીઠાઈનું બટકું આપ.

પવન અને તરત જ મીઠાઈનું બટકું બાપુજી ના મોઢામાં આપ્યું.

બાપુજીએ કહ્યું વાહ રે બેટા પવન આજે તો હું તૃપ્ત થઈ ગયો. બસ હવે આપણું પૂરું.

પવન આ વાક્ય સાંભળીને થોડો ભાવુક થઈ ગયો, તેને બાપુજી ને કહ્યું અરે પપ્પા તમારે તો સેન્ચ્યુરી લગાવવાની છે. તમને ખબર નથી તમે મારા તેંદુલકર છો. પવનની આંખમાં ભીનાશ આવી ગઈ હતી.

બાપુજી હસી પડ્યા અને કહ્યું અરે બસ હવે નહીં, પેવેલિયનમાં તારી મમ્મી મારી રાહ જોઈ રહી છે હવે બસ આગળ નો મેચ તેની સાથે રમવું છે. હું તારો બાળક બનીને આવીશ ત્યારે ખૂબ વધુ ખાઈશ.

બસ આટલું કહીને બાપુજી પવન ને જોતા રહી ગયા, પવન અને ત્યાંથી ભોજનથાળ હટાવી ને એક બાજુ રાખ્યો. પરંતુ તેના બાપુજી હજી તેની સામે જોઈ રહ્યા હતા અને એક પણ પલક જબકિ નહીં એટલે પવનને સમજાઈ ગયું કે બાપુજી ની યાત્રા હવે પૂર્ણ થઈ ચૂકી છે.

અચાનક જ તેના મનમાં એક વિચાર સ્ફૂર્યો, બાપુજી સરસ ભોજન જમ્યા હતા એટલે તરત જ આ વિચાર તેને મગજમાં આવ્યો ઘણા વર્ષો પહેલાની વાત હતી તેના બાપુજી અવારનવાર પવનને કહેતા કે હું કાગડો બની ને શ્રાદ્ધ ખાવા નહીં આવું, તારે જે ખવડાવું હોય તે અત્યારે જ ખવડાવી દે ને.

આ વાત યાદ આવી એટલે પવન મનોમન ખુશ થઇ ગયો કારણકે તે પોતાના મનમાં પોતાને નસીબદાર પણ સમજી રહ્યો હતો કારણ કે બાપુજીની જે ઇચ્છા હતી એ રીતે જ બાપુજી તેનું મનપસંદ ભોજન જમીને અનંતની વાટે ગયા હતા.

મા-બાપનું હંમેશા સન્માન કરવું, અને તેને હંમેશા ખુશ રાખવા. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel