હીરાજડિત હાર ગંદા પાણી વાળા ખાડામાં દેખાઈ રહ્યો હતો, ઘણા બધા લોકો એ કાઢવાની કોશિશ કરી પરંતુ તે નીકળો નહીં. અંતે ત્યાંથી પસાર થઇ રહેલા એક સંતે એવું કહ્યું કે તે હાર…

રાજમહેલમાં રાણી તૈયાર થઇ રહ્યા હતા, દાસીઓ બધી હાજર હતી. એવામાં અચાનક જ ટેબલ પર પડેલો એક ખૂબ જ કીમતી હીરાનો હાર ગાયબ થઈ ગયો.

બાજ પક્ષી આવી અને તે હાર લઈ ગયું, બાજ તો ઊડીને ત્યાંથી જતું રહ્યું જંગલમાં. જંગલમાં જઈને એક વૃક્ષની ડાળી પર બેસી ને તે હાર ખાવાની કોશિશ કરવા લાગ્યું.

પરંતુ હીરાનો હાર હોવાથી તેની ચાંચ થી હીરા તૂટે નહીં એટલા માટે થોડી વાર કોશિશ કરી પરંતુ એક પણ હીરો હાર માંથી અલગ ન થયો.

થોડા સમય પછી તે બાદ ત્યાંથી ઉડી ગયું, પરંતુ આ ખૂબ જ કિંમતી હાર જેટલો કિંમતી હતો એની સાથે સાથે રાણીનો અતિ મનપસંદ પણ હતો. રાણીએ હાર વિશે રાજાને કહ્યું એટલે રાજાએ તેના બધા કર્મચારીઓ અને સૈનિકોને હાર શોધવા માટે મોકલ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

રાજાએ આદેશમાં કહ્યું હતું કે આહાર રાણીને મનપસંદ હાર છે એટલે કોઈપણ હિસાબે તે હાર શોધવો પડશે, સાથે સાથે આ હાર તેને લગ્નમાં તેના દાદીએ ભેટ આપેલ હોવાથી એ અતિ કિંમતી અને ખૂબ જ મહત્વ ધરાવે છે.

સાથે સાથે રાજાએ જે લોકો હાર શોધી આપે તેના માટે ઇનામ દેવાની પણ જાહેરાત કરી દીધી, અને આજુબાજુના પાંચ ગામ સુધીમાં કોઈપણ લોકો આહાર શોધી આપે તેને આ ઇનામ મળશે એવી જાહેરાત કરી.

તુરંત જ હાર શોધવા માટે અનેક લોકો કામમાં લાગી ગયા. ઘણા સમય સુધી લોકો તેને શોધી રહ્યા હતા એવામાં અચાનક એક વ્યક્તિને તે હાર જોવા મળ્યો. તેને એક ખાડામાં ગંદુ પાણી ભરેલું હતું ત્યાં તેને હાર દેખાયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

રાજાએ ઇનામની જાહેરાત કરી હોવાથી લોકો ઇનામની લાલચમાં આવીને તે ગંદા પાણી વારા ખાડામાં લોકો એક પછી એક પડવા લાગ્યા પરંતુ હા રહસ્યમય રીતે કોઈના હાથમાં આવ્યો જ નહીં. બધા લોકો આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા સાથે સાથે અમુક લોકો હજુ પણ તે ખાડામાં જઈ ને હાર શોધવાની કોશિશ કરી રહ્યા હતા.

રાજાના એક સેનાપતિ પણ ગંદા પાણીમાં જઈને જોવા લાગ્યા પરંતુ તેને પણ હાર ન મળ્યો. હાર અતિ કિંમતી અને રાણીનો મનપસંદ હોવાથી રાજાને વિચાર આવ્યો કે કોઈનાથી ન આવ્યો પરંતુ હું જઈને કાઢી લઉં છું એમ કરીને તે પોતે પણ ત્યાં ગયા.

પરંતુ રહસ્યમય રીતે તેના હાથમાં પણ હાર ન આવ્યો, બધા લોકો આશ્ચર્ય સાથે ત્યાં જઈ રહ્યા હતા એવામાં એ જગ્યાએથી એક સંત પસાર થઈ રહ્યા હતા. તેનું ધ્યાન અચાનક ભેગી થયેલી ભીડમાંથી ગયું, જાણવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે શું થયું છે.

ત્યાં સંત ને કેવું લાગ્યું કે બધા જાણે કીચડમાં નાહવા પડ્યા છે અને તેની માટે હરીફાઈ લાગી છે પરંતુ પાછળથી ખબર પડી કે રાણીનો હીરાજડિત હાર ખોવાઈ ગયો છે.

થોડા સમય પછી સંત ત્યાં વધુ નજીક ગયા અને તે હસવા લાગ્યા, તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈને સંત સામે જોવા લાગ્યા ત્યારે સંતે કહ્યું કે અરે તમે બધા હીરા જડીત હાર ને ખોટી જગ્યાએ શોધી રહ્યા છો, હકીકતમાં હાર ત્યાં છે જ નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઉપર વૃક્ષ તરફ ઈશારો કરીને કહ્યું કે તમારો હાર તો તે વૃક્ષ ઉપર ની ડાળી માં પડ્યો છે પરંતુ અહીં તેનો માત્ર પડછાયો દેખાઈ રહ્યો છે. રાજાએ પણ આ સાંભળ્યું એટલે તરત જ સૈનિકને આદેશ આપ્યો.

સૈનિક વૃક્ષ ઉપરથી હાર નીચે લઈને આવ્યો, હાર મળી ગયો. બધા લોકો સંતના વખાણ કરવા લાગ્યા. સંતે કહ્યું કે આપણી મોટામાં મોટી તકલીફ એ જ છે કે, જે વસ્તુ ની શોધ આપણે જ્યાં કરીએ છીએ ત્યાં તે હોતી જ નથી અને જ્યાં હોય ત્યાં આપણી નજર જતી નથી.

એટલા માટે જ આપણે બધા લોકો આટલા હેરાન થઈએ છીએ, એ વસ્તુ પછી ભલે ગમે તેટલી કીમતી હોય કે ના હોય આપણે સાચી જગ્યાએ કોશિશ જ નથી કરતા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

વડીલે યુવાનને સીટ પરથી ઊભો કરી દીધો, આખી બસ તેની સામે થઈ ગઈ, પણ બીજા દિવસે સાચું કારણ ખબર પડ્યું તો...

સવારની બસ હંમેશાની જેમ આજે પણ ભરેલી હતી. રમણભાઈ બસ સ્ટેન્ડ પર ઊભા હતા અને હાથમાં નાની થેલી પકડી રાખી હતી. ઉંમર સિત્તેરની નજીક હતી, એટલે લાંબો સમય ઊભા રહે

By Just Gujju Things Team

લગ્ન પછી પૌત્રીનો ફોન અચાનક બંધ થઈ ગયો, દાદીને લાગ્યું કે તે ભૂલી ગઈ... વર્ષો પછી પાછી આવી ત્યારે...

લગ્નના પહેલા વર્ષ સુધી કાવ્યા દર બીજા દિવસે પોતાની દાદી શાંતાબેનને ફોન કરતી. સાંજે કામ પૂરું થાય પછી તે દાદી સાથે અડધો કલાક વાત કરતી. ક્યા

By Just Gujju Things Team

પિતાએ 30 વર્ષ જૂની કરોડોની કંપની દીકરાઓને નહીં, કર્મચારીને ફક્ત ₹1માં આપી દીધી... કારણ જાણ્યું તો...

સુરેશભાઈના પરિવાર માટે એ દિવસ કોઈને સમજાતો નહોતો. સવારથી ઘરમાં બધા લોકો ભેગા હતા. સુરેશભાઈએ પોતાના મોટા દીકરા નિશાંત અને નાના દીકરા મિતુલને ઓફિ

By Just Gujju Things Team

પત્નીએ 30 વર્ષ સુધી પોતાના લગ્નના ફોટા જોવાની ના પાડી, બાળકોને લાગ્યું લગ્નનો અફસોસ છે... પછી તેણે કારણ કહ્યું તો...

મેઘાબેનના ઘરમાં એક મોટું લાકડાનું કબાટ હતું. કબાટના ઉપરના ખાનામાં એક જૂનો ફોટો આલ્બમ પડ્યો હતો. ઘરમાં બધા જાણતા હતા કે એ મેઘાબેનના લગ્નનો આલ્બમ છે, પણ કોઈએ તે

By Just Gujju Things Team