in

હીરાજડિત હાર ગંદા પાણી વાળા ખાડામાં દેખાઈ રહ્યો હતો, ઘણા બધા લોકો એ કાઢવાની કોશિશ કરી પરંતુ તે નીકળો નહીં. અંતે ત્યાંથી પસાર થઇ રહેલા એક સંતે એવું કહ્યું કે તે હાર…

રાજાના એક સેનાપતિ પણ ગંદા પાણીમાં જઈને જોવા લાગ્યા પરંતુ તેને પણ હાર ન મળ્યો. હાર અતિ કિંમતી અને રાણીનો મનપસંદ હોવાથી રાજાને વિચાર આવ્યો કે કોઈનાથી ન આવ્યો પરંતુ હું જઈને કાઢી લઉં છું એમ કરીને તે પોતે પણ ત્યાં ગયા.

પરંતુ રહસ્યમય રીતે તેના હાથમાં પણ હાર ન આવ્યો, બધા લોકો આશ્ચર્ય સાથે ત્યાં જઈ રહ્યા હતા એવામાં એ જગ્યાએથી એક સંત પસાર થઈ રહ્યા હતા. તેનું ધ્યાન અચાનક ભેગી થયેલી ભીડમાંથી ગયું, જાણવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે શું થયું છે.

ત્યાં સંત ને કેવું લાગ્યું કે બધા જાણે કીચડમાં નાહવા પડ્યા છે અને તેની માટે હરીફાઈ લાગી છે પરંતુ પાછળથી ખબર પડી કે રાણીનો હીરાજડિત હાર ખોવાઈ ગયો છે.

થોડા સમય પછી સંત ત્યાં વધુ નજીક ગયા અને તે હસવા લાગ્યા, તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈને સંત સામે જોવા લાગ્યા ત્યારે સંતે કહ્યું કે અરે તમે બધા હીરા જડીત હાર ને ખોટી જગ્યાએ શોધી રહ્યા છો, હકીકતમાં હાર ત્યાં છે જ નહીં.

ઉપર વૃક્ષ તરફ ઈશારો કરીને કહ્યું કે તમારો હાર તો તે વૃક્ષ ઉપર ની ડાળી માં પડ્યો છે પરંતુ અહીં તેનો માત્ર પડછાયો દેખાઈ રહ્યો છે. રાજાએ પણ આ સાંભળ્યું એટલે તરત જ સૈનિકને આદેશ આપ્યો.

સૈનિક વૃક્ષ ઉપરથી હાર નીચે લઈને આવ્યો, હાર મળી ગયો. બધા લોકો સંતના વખાણ કરવા લાગ્યા. સંતે કહ્યું કે આપણી મોટામાં મોટી તકલીફ એ જ છે કે, જે વસ્તુ ની શોધ આપણે જ્યાં કરીએ છીએ ત્યાં તે હોતી જ નથી અને જ્યાં હોય ત્યાં આપણી નજર જતી નથી.

એટલા માટે જ આપણે બધા લોકો આટલા હેરાન થઈએ છીએ, એ વસ્તુ પછી ભલે ગમે તેટલી કીમતી હોય કે ના હોય આપણે સાચી જગ્યાએ કોશિશ જ નથી કરતા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.