જીનીયસ લોકોમાં જ જોવા મળે છે આ 7 આદતો, જાણો તમે પણ

દરેક માણસને કોઈને કોઈ આદત અથવા બુરી આદત હોય જ છે. ઘણાને ઇન્ટરનેટ સર્ફ કરવાની આદત હોય છે ઘણા ને ગેમ રમવાની આદત હોય છે તો ઘણાને વારંવાર ખાવાની આદત હોય છે.

અમુક જીનિયસ લોકોની આદતો સમાન હોય છે. આજે અમે તમને આવી આદતો જણાવવાના છીએ જેથી તમે કદાચ આદત પરથી માણસ જીનિયસ છે કે નહીં તે પારખી શકશો. અથવા તમે જીનીયસ છો કે નહીં તે પણ ખબર પડી જશે!

જો તમે તમારા જોડે જ વાત કરો છો

સાંભળીને આશ્ચર્ય લાગશે! પણ એક કંપનીએ કરેલા રિસર્ચ અનુસાર જે લોકો પોતાના જોડે વાત કરે છે. તેનું મગજ સામાન્ય માણસો કરતા વધારે ઈફેક્ટિવલી કામ કરે છે. કારણકે એવા લોકો પોતાને બીજા કરતાં પણ વધારે સ્પષ્ટ રીતે જાણે છે. અને લોકો ખુદ પોતાના દોસ્ત બની જાય છે. અને ખરાબ સમયમાં પોતાને જ પ્રેરિત કરે છે એટલે ટૂંકમાં કહીએ તો સેલ્ફ મોટિવેટેડ માણસ.

તમે આખા બોલા છો

એક અભ્યાસ અનુસાર જાણવા મળ્યું છે કે જે આખા-બોલા હોય છે કે જેને દરેક સમયે જે સાચું છે એ સામો સામ કહી દેવાની ટેવ હોય છે. એવા માણસો જીનિયસ હોય છે.

વધુ અવાજ નથી કરતા

વધુ અવાજ કરતાં માણસો જીનીયસ હોતા નથી. જેમ કે તમે તમારા ફ્રેન્ડઝ સાથે ક્યાંય ફરવા જાવ છો અને તે તમારી સાથે મોટે મોટેથી અથવા મોટા લયમાં વાત કરે છે. તો એના કરતાં તમે વધુ જીનિયસ છો. કારણકે જીનિયસ લોકો ને વધારે અવાજ પસંદ હોતો નથી. માટે જ તેઓ પોતે પણ વધારે અવાજ કરતા નથી!

જો તમે ટેકનોલોજીથી એડિક્ટેડ છો તો

પોતાને ટેકનોલોજીના ભરોસા પર છોડી દેવું એ વ્યાજબી નથી એવું આપણે માનતા હોઈએ છીએ. પરંતુ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ટેકનોલોજી નો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ એકસાથે ઘણા બધા કામ કરી શકવા માટે તત્પર બન્યા છે. અને તેઓને પોતાની પ્રાયોરિટીઝ વિશે વિચારવામાં આસાની રહે છે. કારણ કે ટેક્નોલોજીને કારણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ જ્ઞાન મળે છે.

જો તમે એક જ પ્રકારનો નાસ્તો દરરોજ ખાવ છો

વિદેશના 1 જાણીતા લેખક એ કહ્યું હતું કે જયારે તમને સવારે નાસ્તામાં એક કરતાં વધુ પસંદગી મળે ત્યારે તમારું ધ્યાન એ તરફ વધુ ખેંચાય છે અને જો તમે એકનો એક જ નાસ્તો કરતા હોવ તો એનાથી તમારું ધ્યાન બીજે ન ખેંચાવાથી તમારા ગોલ તરફ વધુ રહે છે.

જો તમે મોડીરાત્રી સુધી જાગતા હોવ તો

જો તમે મોડીરાત્રે તમારું કામ કરવામાં રસ ધરાવો છો તો તમે જીનિયસ હોઈ શકો છો. કારણ કે રાત્રિના સમય દરમિયાન વધારે શાંતિ વાળું વાતાવરણ હોવાથી તમે તમારા કામમાં મન પરોવીને કામ કરી શકો છો. અને તમે એ કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકો છો.

વિસ્તારથી તમારી ક્રીએટીવીટી માં કોઈ અસર નથી થતી

એક વિદેશની યુનિવર્સિટીમાં બે ટુકડીઓ ને એક કોંપિટિશન આપવામાં આવી. જેમાં બંને ને સરખા કામ સોંપ્યા. પરંતુ એક ટુકડીને એકદમ સ્વચ્છ સુંદર વ્યવસ્થિત વાતાવરણ આપ્યું, ત્યારે બીજી ટુકડીને એકદમ ગીચ્ચ અથવા ટૂંકમાં કહીએ તો બહુ જ આમ-તેમ ચીજો પડેલું વાતાવરણ અપાયું. પરંતુ આશ્ચર્યની વચ્ચે જે ખરાબ વાતાવરણમાં રહેલા હતી તે ટુકડી થોડી જ વાર માં એને સોંપેલા કામ માટે ઘણાં ક્રિએટિવ આઇડિયાઝ લઈને પાછી ફરી. માટે આવું વાતાવરણ હોય તો દિમાગની વિચારવાની શક્તિ વધુ કામ કરે છે. તેમ કહી શકાય!