જીનીયસ લોકોમાં જ જોવા મળે છે આ 7 આદતો, જાણો તમે પણ

જો તમે ટેકનોલોજીથી એડિક્ટેડ છો તો

પોતાને ટેકનોલોજીના ભરોસા પર છોડી દેવું એ વ્યાજબી નથી એવું આપણે માનતા હોઈએ છીએ. પરંતુ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ટેકનોલોજી નો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓ એકસાથે ઘણા બધા કામ કરી શકવા માટે તત્પર બન્યા છે. અને તેઓને પોતાની પ્રાયોરિટીઝ વિશે વિચારવામાં આસાની રહે છે. કારણ કે ટેક્નોલોજીને કારણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ જ્ઞાન મળે છે.

જો તમે એક જ પ્રકારનો નાસ્તો દરરોજ ખાવ છો

વિદેશના 1 જાણીતા લેખક એ કહ્યું હતું કે જયારે તમને સવારે નાસ્તામાં એક કરતાં વધુ પસંદગી મળે ત્યારે તમારું ધ્યાન એ તરફ વધુ ખેંચાય છે અને જો તમે એકનો એક જ નાસ્તો કરતા હોવ તો એનાથી તમારું ધ્યાન બીજે ન ખેંચાવાથી તમારા ગોલ તરફ વધુ રહે છે.

જો તમે મોડીરાત્રી સુધી જાગતા હોવ તો

જો તમે મોડીરાત્રે તમારું કામ કરવામાં રસ ધરાવો છો તો તમે જીનિયસ હોઈ શકો છો. કારણ કે રાત્રિના સમય દરમિયાન વધારે શાંતિ વાળું વાતાવરણ હોવાથી તમે તમારા કામમાં મન પરોવીને કામ કરી શકો છો. અને તમે એ કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકો છો.

વિસ્તારથી તમારી ક્રીએટીવીટી માં કોઈ અસર નથી થતી

એક વિદેશની યુનિવર્સિટીમાં બે ટુકડીઓ ને એક કોંપિટિશન આપવામાં આવી. જેમાં બંને ને સરખા કામ સોંપ્યા. પરંતુ એક ટુકડીને એકદમ સ્વચ્છ સુંદર વ્યવસ્થિત વાતાવરણ આપ્યું, ત્યારે બીજી ટુકડીને એકદમ ગીચ્ચ અથવા ટૂંકમાં કહીએ તો બહુ જ આમ-તેમ ચીજો પડેલું વાતાવરણ અપાયું. પરંતુ આશ્ચર્યની વચ્ચે જે ખરાબ વાતાવરણમાં રહેલા હતી તે ટુકડી થોડી જ વાર માં એને સોંપેલા કામ માટે ઘણાં ક્રિએટિવ આઇડિયાઝ લઈને પાછી ફરી. માટે આવું વાતાવરણ હોય તો દિમાગની વિચારવાની શક્તિ વધુ કામ કરે છે. તેમ કહી શકાય!

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel