ગરીબ માણસને ઠંડી ન લાગે તે માટે એક માણસે કહ્યું હું તમને ગરમ કપડાં આપું છું, તમે અહીં ઉભા રહો. ઘરમાં જઈને તે ભૂલી ગયો બીજા દિવસે સવારે બહાર નીકળ્યો તો તે ગરીબ માણસ...

કડકડતી ઠંડી માં એક વૃદ્ધ માણસ રસ્તા પર ચાલ્યો જતો હતો ત્યારે એક અતિ ધનવાન વ્યક્તિ ત્યાં થી પસાર થયા અને તે વૃદ્ધ ને કહ્યું કે તમને ઠંડી નથી લાગતી? તમે કોઈ જાત ના ગરમ કપડાં પહેર્યા નથી, લે શાલ ઓઢી નથી ત્યારે તે વૃદ્ધે કહ્યું કે મારી પાસે એક પણ ગરમ કપડાં નથી.

અને મને ગરમ કપડાં ની આદત પણ નથી ગરીબ માણસ ને બધું ચાલે... કઈ હોય કે ના હોય અમને બધી જગ્યાએ ફાવી જ જાય છે. ત્યારે તે શેઠે કહ્યું કે તમે મારા ઘર ની બહાર થોડીવાર ઉભા રહો હું હમણાં તમારા માટે ગરમ કોટ લઇ ને આવું છું.

ધનવાન વ્યક્તિ તેના ઘરમાં દાખલ થયો અને પોતાના પરિવાર માં ગુંચવાય ગયો, અને તે ભૂલી ગયો કે બહાર એક વૃદ્ધ વ્યક્તિ ને તેને કોટ આપવાનું કહ્યું છે. સવારે જયારે તે ધનવાન વ્યક્તિ ની નીંદર ખુલે છે ત્યારે તેને યાદ આવે છે કે વૃદ્ધ ગરીબ માણસ ને મેં કોટ આપવા માટે મારા ઘરના દરવાજા પાસે ઉભા રાખ્યા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે તરત જ ઘર ની બહાર આવે છે, અને દરવાજા પાસે તે ગરીબ વૃદ્ધ ને જોવે છે, તો તે મૃત્યુ પામ્યો હતો. તે ઠંડી ના કારણે મૃત્યુ પામ્યા છે, પણ તે ગરીબ વૃદ્ધ ના હાથ મેં એક ચીઠી છે તે ધનવાન વ્યક્તિ તે ચીઠી તેના હાથ માંથી લઇ ને વાંચે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેમાં લખ્યું હતું કે જ્યારે મારી પાસે એક પણ ગરમ કપડું નહોતું, ત્યારે મારી પાસે ઠંડી થી લાડવા માટે અને બચવા માટે મારી માનસિક શક્તિ હતી. પરંતુ જ્યારે તમે મદદ કરવાનું કહ્યું તો હું તમારી મદદ ની આશા ની લાલચ માં આવી ગયો. અને મારી માનસિક શક્તિ ખતમ થઈ ગઈ.

તમે કોઈ ને આપેલું વચન પાળી ના શકતા હોય તો વચન આપવું નહિ, તમારા માટે મને એક કોટ આપવો તે કોઈ મોટી વાત નહોતી. પણ મારા માટે કેટલી મોટી વાત હતી તે તમારા હાથ માં આ ચીઠી આવશે તો જ ખબર પડશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team