ગામની બધી સ્ત્રીઓ બરસાના રાધા અષ્ટમીના ઉત્સવમાં ગઈ હતી, ત્યાંથી બધી સ્ત્રીઓ પાછી આવી પણ એક સ્ત્રી ન આવી. તેને બોલાવવા તેનો પતિ ગયો તો તેને કહ્યું…

એક નાના ગામ માં રહેતી ગીતા નામની સ્ત્રી ના બાર વર્ષ પહેલા લગ્ન થયા હતા ઘર માં પરિવાર સાથે બધા હળી મળી ને રહેતા હતા પરિવાર ના લોકો પણ લાગણીશીલ હતા પરંતુ શેર માટી ની ખોટ હતી અને તેની ચિંતા માં દિવસો પસાર કરી રહી હતી બાર વર્ષ માં દવા અને દુઆ કરવામાં કશું બાકી રાખ્યું નહોતું.

એક વખત ગામ ની સ્ત્રીઓ શ્રી રાધા અષ્ટમી ના ઉત્સવ માં બરસાના જવાનું નક્કી કર્યું અને ગીતા ને પણ કહ્યું કે તું પણ સાથે ચાલ અને ત્યાં ની માનતા રાખો રાધા રાની બહુ જ દયાળુ છે તે જરૂર થી તને આશીર્વાદ આપશે અને તારે ત્યાં પણ જરૂર થી સારા દિવસો આવશે અને આપણે બધા આઠ દિવસ માં પાછા પણ આવી જઈશું.

ગીતા એ ઘર માં તેના સાસુ સસરા અને પતિ ની રજા લઇ ગામ ની જઈ રહેલી બધી સ્ત્રીઓ સાથે બરસાના ગઈ. રસ્તા માં પગ માં લાગી જવાથી સારી એવી ઇજા થઇ ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી રસ્તા માં ભજન કીર્તન કરતા કરતા બરસાના ક્યારે આવી ગયું તેની તેને ખબર ના રહી.

તે તો રાધા કૃષ્ણ ની ભક્તિ ના રંગે રંગાઈ ગઈ બરસાના જઈ ને સ્નાન કરી અને મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. મંદિર ના પગથિયાં ચડવા માં તકલીફ પડતી હોવાથી તેને બધી સ્ત્રીઓ ને કહ્યું કે તમે આગળ ચાલો હું ધીરે ધીરે આવું છું પગ માં લાગી ગયું હોવાથી તે પાછળ ચાલી રહી હતી.

થોડા પગથિયાં ચડ્યા હશે ત્યાં જ તેનો પગ પગથિયે થી લપસી ગયો અને ત્યાં થી નીચે પાડવાની જ હતી ત્યાં જ એક આઠ દસ વર્ષ ની દીકરી એ તેનો હાથ પકડી લીધો અને ગીતા ને પડતા પડતા બચાવી લીધી ત્યારે ગીતાએ તે દીકરી ને કહ્યું કે આજે તે મારો જીવ બચાવ્યો છે.

ત્યારે એ દીકરી એ કહ્યું કે હું તમને કેમ નીચે પડવા દઉં? તારું નામ શું છે ત્યારે એ દીકરી એ કહ્યું કે મારુ નામ લાડો છે અને હું મંદિર ની બાજુ માં જ રહુ છું. ત્યારે ગીતા એ પૂછ્યું કે હું આવતી કાલે પણ મંદિરે દર્શન કરવા માટે આવવાની છું ત્યારે હું તારા માટે શું લાવું ?

તને જે પસંદ હોય તે વસ્તુ તારા માટે ખરીદી ને લાવીશ લાડો એ કીધું કે મને બધા દાગીના ચણીયા ચોળી પહેરવા પસંદ છે તમને જે સારું લાગે તે લાવજો આટલું બોલી ને લાડો ત્યાં થી દોડતી દોડતી ચાલી ગઈ. બીજા દિવસે જયારે ગીતા દર્શન કરવા જઈ રહી હતી ત્યારે તે લાડો માટે એક હાર અને બંગડી ખરીદી ને લઇ ગઈ.

અને જ્યાં લાડો એ તેને પડતા બચાવી હતી ત્યાંજ તે ગીતા ની રાહ જોઈ રહી હતી ગીતા એ લાડો ને હાર અને બંગડી આપતા તે બોલી બસ આટલું જ લાવ્યા છો ?એમ બોલતા લાડો મોઢું બગાડી ને બેસી ગઈ ત્યારે ગીતા એ કહ્યું કે હું દરરોજ તારા માટે કઈ ને કઈ લેતી આવીશ આટલું બોલતા લાડો ખુશ થઇ ને ગીતા ના ખોળા માં બેસી ગઈ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel