ગામડામાં કેવી રીતે લગ્ન થતાં? વાંચીને યાદો તાજી થશે તેની ગેરંટી...

પહેલાં ગામમાં ન તો  ટેન્ટ હાઉસ હતાં કે ન કેટરિંગ. હતી તો માત્ર સામાજિકતા. ગામમાં લગ્ન હોય ત્યારે ઠેર-ઠેર અનેક ઘરેથી ખાટલા આવી જતા...

ગામડાના દરેક ઘરમાંથી વાસણ, લોટા, કઢાઈ વગેરે આવી જતો અને ગામની બધી મહિલાઓ ભેગી થઈને જમવાનું બનાવતી. ત્યારે ડીજે જેવી કોઇ વસ્તુ ન હતી અને ઓરકેસ્ટ્રા વાળા પણ કોઈ નહોતા. ગામની મહિલાઓ જ દરેક લગ્નની વિધિ માટે પોતે જ ગીત ગાતી.

ત્યારે કોઈ બ્યુટી પાર્લર નહોતા ગામની સ્ત્રીઓ જ મળીને દુલ્હનને તૈયાર કરી દેતી... ગામના બધા લોકો લગ્ન થઈ રહ્યા હોય એ ઘરમાં કોઈપણ કામ કરવું હોય તો કાયમ તૈયાર રહેતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ખાલી કામ જ નહીં પરંતુ સાથે સાથે હસી-મજાક પણ ચાલ્યા કરતો. લગ્નમાં ગામના લોકો જાનૈયાઓ જમી નો લે ત્યાં સુધી પોતે ખાવાનું ન ખાતા આ એક ઈજ્જતનો સવાલ હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ગામની મહિલાઓ પોતાનું કામ કર્યા કરતી અને સાથે સાથે ગીત પણ ગાતી રહેતી.

સાચે સમજવા જઈએ તો એ સમયે ગામડાઓમાં સામાજિકતા ની સાથે સમરસતા પણ હતી. જમવાનું પીરસવા માટે ગામના બધા છોકરાઓ સમયસર આવી ને એ જ સંભાળી લેતાં.

કોઈ મોટા ઘરમાં લગ્ન થવાના હોય તો ટેપ વગાડવામાં આવતું જેમાં લગભગ બધે એક સરખા જ ગીતો વાગતા રહેતા, અને ગીતો વાગતા વાગતા વરરાજા પણ પોતાને કોઈ યુવરાજથી ઓછા ના સમજતા.

વરરાજા ની આસપાસ કોઈ ને કોઈ તો હંમેશા રહેતુ જે સમયાંતરે વરરાજા ને વાળ ઓળી દેતા કે પછી સમયાંતરે મોઢું પણ સરખું કરી દેતા અને પાવડર પણ લગાડી દેતા જેથી વરરાજા નો દેખાવ સુંદર લાગે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પછી શરૂ થતી લગ્નની વિધિ જે ચાલ્યા જ રાખતી અને લગ્નની વિધિ ની સાથે સાથે સામસામે ગીતો ચાલુ જ હોય.

વિધિ દરમ્યાન છોકરીઓ વરરાજા ના જૂતા ચોરી ને ભાગી જતી તો ફરી પાછું 101 માં માની પણ જતી.

અને આ તો માત્ર થોડી એવી ઝલક છે આખા લગ્નની મોજ મસ્તીની, આજની પેઢી આ વાસ્તવિક આનંદ થી જાણે વંચિત થઈ ચૂકી હોય એવું લાગી રહ્યું છે. લોકો ધીમે ધીમે બદલી રહ્યા છે, પરંપરા પણ બદલાઈ રહી છે અને આગળના સમયમાં હવે પણ આજે જે થાય છે એના કરતાં પણ વધુ બદલાઈ જશે પરંતુ લગ્નનો આનંદ જેવો એ સમય આવતો તેવો આ સમયમાં મળવો ખૂબ મુશ્કેલ છે.

શું માનવું છે તમારું આ વિશે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો આ સિવાય તમારી પણ યાદો ને કમેન્ટમાં શેર કરી શકો છો...

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team