ગામડામાં કેવી રીતે લગ્ન થતાં? વાંચીને યાદો તાજી થશે તેની ગેરંટી…

સાચે સમજવા જઈએ તો એ સમયે ગામડાઓમાં સામાજિકતા ની સાથે સમરસતા પણ હતી. જમવાનું પીરસવા માટે ગામના બધા છોકરાઓ સમયસર આવી ને એ જ સંભાળી લેતાં.

કોઈ મોટા ઘરમાં લગ્ન થવાના હોય તો ટેપ વગાડવામાં આવતું જેમાં લગભગ બધે એક સરખા જ ગીતો વાગતા રહેતા, અને ગીતો વાગતા વાગતા વરરાજા પણ પોતાને કોઈ યુવરાજથી ઓછા ના સમજતા.

વરરાજા ની આસપાસ કોઈ ને કોઈ તો હંમેશા રહેતુ જે સમયાંતરે વરરાજા ને વાળ ઓળી દેતા કે પછી સમયાંતરે મોઢું પણ સરખું કરી દેતા અને પાવડર પણ લગાડી દેતા જેથી વરરાજા નો દેખાવ સુંદર લાગે.

પછી શરૂ થતી લગ્નની વિધિ જે ચાલ્યા જ રાખતી અને લગ્નની વિધિ ની સાથે સાથે સામસામે ગીતો ચાલુ જ હોય.

વિધિ દરમ્યાન છોકરીઓ વરરાજા ના જૂતા ચોરી ને ભાગી જતી તો ફરી પાછું 101 માં માની પણ જતી.

error: Content is Protected!