ફ્રુટની દુકાન માં ગ્રાહક એ પૂછ્યું સ્ત્રી માટે ફળના ઓછા પૈસા અને અમારા માટે વધુ પૈસા? આવું કેમ દુકાનદાર એવો જવાબ આપ્યો કે ગ્રાહકની આંખમાંથી…

ફળ ની દુકાન ઉપર ઊભા રહેલા ગ્રાહક એ રમેશ ને કહ્યું ભાઈ મારા માટે જુદો ભાવ અને પેલી સ્ત્રી આવી હતી એના માટે પણ જુદો ભાવ? આવું કેમ?

પહેલા આવેલા ગ્રાહક ને નજીક બોલાવી ને રમેશ એ કહ્યું કે આ સ્ત્રી ના પતિ ગુજરી ગયા છે. અને ત્રણ દીકરા છે પણ કોઈ વ્યક્તિ મદદ કરે તો લેવા તૈયાર નથી. મારા પિતાજી એ ત્રણ ચાર વખત તેને મદદ કરવાની કોશિશ કરી. પરંતુ એક પણ રૂપિયા ની મદદ લીધી નહોતી. સ્વાભિમાન થી જીવે છે કામ કરી ને પોતાના બાળકો નો ઉછેર કરે છે પણ કોઈ ની પાંચ પૈસા ની પણ મદદ લેતી નથી.

હવે હું તેને જો સાચો ભાવ કહું તો તે ફળ ની ખરીદી કર્યા વિના જ પાછી ફરી જાય એટલા માટે જ સાહેબ મેં તેને નુકસાની કરીને પણ ફળ વહેંચ્યા છે જેને હું ભગવાન ની સેવા કર્યા બરાબર સમજુ છું.

અને બીજી એક વાત કહું કે જે દિવસે આ સ્ત્રી મારી દુકાને ફળ ની ખરીદી કરવા આવે તે દિવસે મારે આખા અઠવાડિયામાં જેટલાં ફળ વહેચાય એટલા એક જ દિવસમાં વહેંચાઈ જાય છે. એટલે મારા મન તો આ સ્ત્રી આવે એટલે મારી દુકાન માં જાણે ભગવાન ફળ લેવા આવ્યા હોય તેવો અનુભવ કરું છું.

આ વાત સાંભળીને ત્યાં ઊભા રહેલા ગ્રાહકને આંખો ભીની થઈ ગઈ. રમેશ એ ફરી પાછું તે ગ્રાહકને પૂછ્યું કે સાહેબ તમારે ફળ ખરીદવા છે ને, અને તરત જ ગ્રાહકે તેને લેવા હતા તેના કરતાં પણ વધારે ફળ લીધા અને ભાવ પૂછ્યા વગર બધાના પૈસા ચૂકવી દીધા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel