ફ્રુટની દુકાન માં ગ્રાહક એ પૂછ્યું સ્ત્રી માટે ફળના ઓછા પૈસા અને અમારા માટે વધુ પૈસા? આવું કેમ દુકાનદાર એવો જવાબ આપ્યો કે ગ્રાહકની આંખમાંથી…
રમેશની ફ્રુટ ની દુકાન હતી. જે તેઓ પોતે ખૂબ જ ઈમાનદારીથી ચલાવતા હતા. ફ્રુટ ની દુકાન માં જો જરા પણ ખરાબ ફળ હોય તો તે તેને વહેંચવાની બદલે બાજુમાં રાખી મૂકતો અને સાંજે જ્યારે દુકાન બંધ કરે ત્યારે નજીકમાં આવેલી ગૌશાળામાં ગાયોને આ ફળ ખવડાવી દેતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ગાયોને ફળો આપતી વખતે તેને નુકસાની જઈ રહી છે તેઓ જરા પણ વિચાર કરતો નહીં અને કાયમ પોતે ઈમાનદારીથી ધંધો કરતો. ઘણા બધા ગ્રાહકો આ વાત જાણતા હતા એટલે તેના એટલા બધા ગ્રાહકો બંધાઈ ગયા હતા કે જે લોકો તેની પાસેથી ફળ લેતા તે બીજે ક્યાંય ફળ ની ખરીદી ના કરતા.
એક દિવસની વાત છે જ્યારે રમેશ સવારે દુકાન ખોલી સાફ કરી અને ભગવાનના પૂજાપાઠ કરી ને હજુ નવરો થયો કે તરત જ એક ગ્રાહક આવ્યા અને ગ્રાહકે આવીને તેને સફરજન તેમજ કેળાના ભાવ પૂછ્યા એટલે રમેશ એ કહ્યું કે કેળા 50 રૂપિયે ડઝન અને સફરજન 100 રૂપિયે કિલો.
તે ભાઈ ફળ લેતા હતા એવામાં જ એક સ્ત્રી આવી, તેનો પહેરવેશ કોઈ સામાન્ય સ્ત્રી જેવો નહોતો. જુના કપડા પહેર્યા હતા. કપડા ને જોઈને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે આ સ્ત્રીએ તે કપડા ઘણા દિવસોથી ધોયા જ નહીં હોય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રમેશ ભાઈ ની દુકાને આવીને તેને પણ કેળા અને સફરજન નો ભાવ પૂછ્યો. ત્યારે રમેશ એ એ કીધું કે બહેન ફળમાં ભાવ તો હમણાં ઘટી ગયા છે, અને ફળ ની આવક વધી ગઈ છે તમને કેળા ૧૦ રૂપિયે ડઝન અને સફરજન એક કિલોના 30 રૂપિયા લેખે આપવામાં આવશે.
પહેલા આવેલા પુરુષ ગ્રાહક તો રમેશ ની સામે એવા તે જોવા લાગ્યા કે જાણે હમણાં જ થોડી વારમાં રમેશ સાથે ઝગડી પડશે. રમેશ પણ સ્થિતિ ઓળખી ગયો અને તરત જ તે ગ્રાહકને ઈશારો કરીને થોડા સમય સુધી ચૂપ રહીને રાહ જોવા માટે આજીજી કરી. વિનંતી નો ઈશારો જોઈને તે ગ્રાહક પણ કશું બોલ્યા નહીં.
તે સ્ત્રી ફળ લઇ ને જેવી બહાર નીકળી તો મનમાં ને મનમાં ખુશ થતી હતી અને બોલતી જતી હતી કે હે ભગવાન જો આવી રીતે બધી વસ્તુઓ સસ્તી મળવા લાગે તો મારા જેવા લોકોના બાળકો પણ આવી વસ્તુઓ ખાવા પામે. આટલું કહી ઉપર જોઈને ભગવાનનો આભાર માન્યો અને કહ્યું મારા બાળકો આ ફળ ખાઈને અત્યંત ખુશ થશે ભગવાન તમારો ખુબ ખુબ આભાર.
ફળ ની દુકાન ઉપર ઊભા રહેલા ગ્રાહક એ રમેશ ને કહ્યું ભાઈ મારા માટે જુદો ભાવ અને પેલી સ્ત્રી આવી હતી એના માટે પણ જુદો ભાવ? આવું કેમ?
પહેલા આવેલા ગ્રાહક ને નજીક બોલાવી ને રમેશ એ કહ્યું કે આ સ્ત્રી ના પતિ ગુજરી ગયા છે. અને ત્રણ દીકરા છે પણ કોઈ વ્યક્તિ મદદ કરે તો લેવા તૈયાર નથી. મારા પિતાજી એ ત્રણ ચાર વખત તેને મદદ કરવાની કોશિશ કરી. પરંતુ એક પણ રૂપિયા ની મદદ લીધી નહોતી. સ્વાભિમાન થી જીવે છે કામ કરી ને પોતાના બાળકો નો ઉછેર કરે છે પણ કોઈ ની પાંચ પૈસા ની પણ મદદ લેતી નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
હવે હું તેને જો સાચો ભાવ કહું તો તે ફળ ની ખરીદી કર્યા વિના જ પાછી ફરી જાય એટલા માટે જ સાહેબ મેં તેને નુકસાની કરીને પણ ફળ વહેંચ્યા છે જેને હું ભગવાન ની સેવા કર્યા બરાબર સમજુ છું.
અને બીજી એક વાત કહું કે જે દિવસે આ સ્ત્રી મારી દુકાને ફળ ની ખરીદી કરવા આવે તે દિવસે મારે આખા અઠવાડિયામાં જેટલાં ફળ વહેચાય એટલા એક જ દિવસમાં વહેંચાઈ જાય છે. એટલે મારા મન તો આ સ્ત્રી આવે એટલે મારી દુકાન માં જાણે ભગવાન ફળ લેવા આવ્યા હોય તેવો અનુભવ કરું છું.
આ વાત સાંભળીને ત્યાં ઊભા રહેલા ગ્રાહકને આંખો ભીની થઈ ગઈ. રમેશ એ ફરી પાછું તે ગ્રાહકને પૂછ્યું કે સાહેબ તમારે ફળ ખરીદવા છે ને, અને તરત જ ગ્રાહકે તેને લેવા હતા તેના કરતાં પણ વધારે ફળ લીધા અને ભાવ પૂછ્યા વગર બધાના પૈસા ચૂકવી દીધા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.