ફાયદામાં કાજૂને પણ પાછળ મૂકી શકે છે મગફળી, જાણો શિયાળામાં મગફળીના સેવનના ફાયદા

પાછલા ઘણા દિવસથી શિયાળા ની ઋતુ શરૂ થઈ રહી છે. આ ઋતુમાં દરેક વ્યક્તિને કંઈક ચટપટુ અથવા કંઈક ને કંઈક ખાવાનું મન થતું રહે છે. અને સાથે સાથે ખૂબ જ ઠંડી હોય તો લોકો રજાઈ છોડવાનું પણ પસંદ નથી કરતા. ઘણા લોકો આ ઋતુ દરમિયાન મગફળી ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે.

અને મગફળીને એક જગ્યાએ બેસીને સરળતાથી ખાઈ પણ શકાય છે, ઘણા લોકો તો મગફળીને ગરીબોના કાજુ તરીકે પણ માનતા હોય છે. અને તેમાં કાજુ ના મોટા ભાગ ના ગુણધર્મો પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે મગફળીમાં પ્રોટીન ની વાત કરવામાં આવે તો ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે. જો તમને દૂધ પીવું પસંદ ન હોય અથવા કોઈપણ કારણોસર દૂધનું સેવન ન કરી શકતા હોય તો પછી આવા લોકોએ મગફળી ખાવી જોઈએ. આ સિવાય પણ મગફળીના અનેક ફાયદાઓ છે ચાલો જાણીએ મગફળીના અસરકારક ફાયદાઓ વિશે.

તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ વધી ગયેલા વજનને ઘટાડવા માટે પણ મગફળી અસરકારક સાબિત થઈ શકે છે. કારણકે મગફળી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેના કારણે વારંવાર વ્યક્તિને ભૂખ ન લાગવાથી તે ઓછું જમે છે તેઓને વારંવાર ખાવું નથી પડતું અને એટલા માટે જલદી થી વજન પણ ઘટાડી શકાય છે.

જણાવી દઈએ કે મગફળીમાં એન્ટીઓક્સીડેન્ટ અને ખનીજ ભરપૂર માત્રામાં હોય છે. અને મગફળી હૃદય ને લગતી સમસ્યાઓ અને જોખમ તેમજ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. આ સિવાય મગફળીમાં ટ્રીપટોફેન નામનું તત્વ હોય છે. જે એવું પણ માનવામાં આવે છે કે ડિપ્રેશનની સમસ્યાને દૂર રાખવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

કેન્સરના દર્દીઓ માટે પણ મગફળી લાભદાયક છે કારણ કે મગફળીમાં ફાઇટોસ્ટેરોલની માત્રા વધુ હોય છે. જેને બીટા-સીટોસ્ટેરોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ કેન્સર સામે લડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. અમેરિકામાં થયેલ એક સંશોધન અનુસાર અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વખત મગફળીનું સેવન કરનાર સ્ત્રીઓ અને પુરુષોમાં કોલોન કેન્સર થઈ શકવાનો ખતરો સ્ત્રીઓમાં 58 ટકા ઓછો અને પુરુષોમાં ૨૭ ટકા જેટલો ઓછો થઈ જતો હોય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel