એક વ્યક્તિએ તેના મિત્રને કહ્યું “મારા સારા સમયમાં મેં જેટલાની મદદ કરી હતી તે કોઈ આજે મારા ખરાબ સમયમાં મારી સામે પણ નથી જોતા” આવું કહેતા મિત્રે તેને એવો જવાબ આપ્યો કે...

આજે પ્રવીણભાઈ બહુ દુઃખી થઇ ને તેના મિત્ર રાજુભાઈ પાસે બેઠા હતા. અને વાત કરતા હતા કે મારા સારા સમય માં મેં જે જે લોકો ને સાથ સહકાર આપ્યો હતો, તેમાંથી કોઈ આજે મને જરા પણ મદદ કરવા માટે આગળ આવતા નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

કોઈ ને ધંધા માં સહકાર આપી અને આગળ લાવ્યો તો, કોઈ ને દીકરા દીકરી ના લગ્ન માં રૂપિયા ની જરૂર હોય તો વ્યાજ વગર હાથ ઉછીના રૂપિયા આપ્યા, અને તે લોકો પાસે જયારે સગવડતા થઇ ત્યારે મેં પાછા લીધા. કોઈ ને કોઈ સાથે કજિયો કે તકરાર હોય તો વચ્ચે પડી અને સમાધાન કરાવી દીધા.

પરંતુ આજે મારી હાલત નબળી પડી ત્યારે મને કોઈ ધંધા માં સહકાર દેવા કે હિમ્મત દેવા માટે રાજી નથી, અને સામે મળે તો નજર બદલી નાખે છે, અથવા રસ્તો પણ બદલી નાખે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પ્રવીણભાઈ ની વાત સાંભળી ને રાજુભાઈ એ દિલાસો આપતા કહ્યું, કે મતલબી માણસો આવા જ હોય છે. માટે કોઈ ને મદદ કરતા પહેલા એ તપાસ કરવી જરૂરી છે કે તે માણસ આપણી સાથે કાયમ માટે સારો સંબંધ રાખી શકે તેમ છે કે નહિ.

કારણ કે તમે જેને જેને મદદ કરી તે બધા અત્યારે તમારા ખરાબ સમય માં તમારા દુશ્મન થઇ ને બેઠા હોય છે, અને સાથ સહકાર આપવાની બદલે સામે ચાલી ને તમારી બદનામી કરવામાં તેઓ ને રસ હોય છે, આમ બોલતા રાજુભાઈ એ પ્રવીણભાઈ ને એક દાખલો આપ્યો... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

કે જંગલ માં એક ગાય ઘાસ ચરતી હતી, તે ચરતાં ચરતાં જંગલ માં અંદર ના ભાગ સુધી ચાલી ગઈ હતી, ત્યારે તેને જોયું કે સિંહ ના નાના નાના બચ્ચા ભૂખ થી તડપી રહ્યા છે. અને આજુ બાજુ માં ક્યાંય સિંહ કે સિંહણ હતા નહિ, એટલે તે ગાયે સિંહ ના બચ્ચા ને પોતાનું દૂધ પીવડાવ્યું.

અને સિંહ ના બચ્ચા નો જીવ બચાવ્યો, થોડી વાર માં ગાય ત્યાં થી જવા માટે ઉભી થઇ, અને ત્યારે જ સિંહ અને સિંહણ આવી ગયા, અને ગાય પર હુમલો કરે તે પહેલા જ સિંહ ના બચ્ચા એ સિંહ સિંહણ ને કહ્યું કે આ ગાય ના હિસાબે અમે અત્યારે જીવતા રહી ગયા.

જયારે તમે શિકાર કરવા ગયા હતા, ત્યારે અમે ભૂખ થી તડપી રહ્યા હતા. અને મોડું થયું હોત તો અમારો જીવ પણ ચાલ્યો જાય તેવી પરિસ્થિતિ થઇ ગઈ હતી. એવા સમય માં ગાયે અમને તેનું દૂધ પીવડાવી અને અમારો જીવ બચાવ્યો હતો. તેથી તેના પર હુમલો કરશો નહિ.

સિંહ અને સિંહણ તેના બચ્ચા નો જીવ બચાવ્યો, તેથી ગાય ને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે આજ થી આ જંગલ માં અમારા પહેલા પણ તમારો અધિકાર રહેશે, અને અમે આજ થી કોઈ પણ ગાય નો શિકાર નહિ કરીયે, અને બીજા ને કરવા પણ નહિ દઈએ.

આમ ગાય ત્યાં થી નીકળી અને જંગલ માં કોઈ પણ જગ્યા એ ચિંતા કર્યા વગર ઘાસ ચરવા માટે જતી ત્યારે બીજા કોઈ પ્રાણી ગાય પર હુમલો કરવા આવે તો સિંહ અને સિંહણ તેને ભગાડી મુકતા, ગાય ના સિંહ સિંહણ ની સાથે ના સંબંધ જોઈને ગીધ પક્ષી એ ગાય ને પૂછ્યું કે સિંહ સાથે એવું શું થયું કે તમારો શિકાર કરવાનું બંધ કર્યું?

ત્યારે ગાયે તેને બધી વાત કરી અને કહ્યું કે મેં સિંહ ના બચ્ચા ને બચાવ્યા, તેથી અમારો ઉપકાર ગણી ને સિંહ અને સિંહણે સન્માન આપ્યું અને અમારો શિકાર નહિ કરવાનું નક્કી કર્યું. જેથી અમે જંગલ માં ગમે ત્યાં ઘાસ ચરવા માટે જઇયે તો કોઈ ચિંતા રહી નથી.

ગાય ની વાત સાંભળી ને ગીધ ને પણ થયું કે આપણે પણ કોઈ ની પર ઉપકાર કરવો જોઈએ, જેથી આપણા પણ ગાય ની જેમ મિત્રો થાય અને સંકટ સમયે કામ માં આવે થોડા દિવસ પછી ઉંદર ના બચ્ચા પાણી માં ફસાઈ ગયા હતા, તેઓ પાણી માંથી બહાર આવવા માટે તડપી રહ્યા હતા.

પણ બધી કોશિશ માં નિરાશા મળતી હતી, એટલે ગીધ ને થયું કે આપણે પણ ઉંદર ના બચ્ચા ને બચાવી ને ઉપકાર કરીયે, જેથી આપણે પણ તેની સાથે સારો સંબંધ થઇ જાય. અને તેને પાણી માં ફસાઈ ગયેલા ઉંદર ના બચ્ચા ને બચાવી અને જમીન પર રાખી ને તેને ઠંડી લાગી રહી હોવાથી તેની પાંખ ફેલાવી અને બચ્ચા ને પાંખ માં છુપાવી દીધા.

થોડા સમય પછી બચ્ચા ની ઠંડી ઉડી ગઈ, અને ઉંદર ના બચ્ચા એ તેનું કામ શરુ કરી દીધું. અને જોત જોતામાં ગીધ ની ફેલાવેલી પાંખ ના બધા પીંછા ઉંદર ના બચ્ચા એ કોતરી ખાધા હતા, હવે ગીધ ઉડી શકતું ન હતું, એટલે પાસે આવેલા ઝાડ માં રહેલી બખોલ માં છુપાઈ ને બેસી ગયું.

બે ત્રણ દિવસ પછી ગાય ઘાસ ચરતી ચરતી ત્યાં પહોંચી ગઈ, જ્યાં ગીધ છુપાઈ ને બેઠું હતું. ગાય ગીધ ની બાજુ માં પહોંચતા ગીધે ગાય ને પોતાની આપવીતી કહી અને કહ્યું કે તમે સિંહ સિંહણ ના બચ્ચા ઉપર ઉપકાર કરેલો તે જાણી ને મને કોઈ ની ઉપર ઉપકાર કરવાનું મન થયું. પણ મારી સાથે આવું થયું.

ત્યારે ગાયે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ઉપકાર કરતા પહેલા એ વાત ખાસ જાણી લેવી કે આપણે કોના પર ઉપકાર કરીએ છીએ, જે આપણા ઉપકાર ની કિંમત સમજે નહિ તેના પર ઉપકાર કરવા નો કોઈ મતલબ નથી. તે લોકો તો આપનો લાભ લઇ અને તેનો મતલબ પૂરો થયે તુરંત જ તેનો રંગ બદલી નાખે છે.

અને એક જ મિનિટ માં આપણી જ સામે હોય છે, અને એટલે જ માણસ કોઈ ને કામ આવતા પહેલા એકસો વખત વિચારે છે. ભલે નાનો માણસ હોય, પણ મર્દ માણસ હોય તો કોઈ ને નડતો નથી, પણ અમુક શિયાળ જેવા માણસો નો કોઈ દિવસ ભરોસો કરવો નહિ.

આમ આ વાત કરી ને રાજુભાઈ એ પ્રવીણભાઈ ની આખો ખોલી નાખી, કે જે માણસ ની લાયકાત ના હોય તેની મદદ કરવાથી તેનું પરિણામ અંતે આપણા માટે સારું આવતું નથી, પણ હવે જાગ્યા ત્યાં થી સવાર જે ભૂલો કરી છે. એ આવતા જીવન માં કરવી નહિ અને રૂપિયા મહેનત અને સંબંધ બધું બગાડી ને અંતે આપણે જ દુઃખી થવાનું જ આવે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

વડીલે યુવાનને સીટ પરથી ઊભો કરી દીધો, આખી બસ તેની સામે થઈ ગઈ, પણ બીજા દિવસે સાચું કારણ ખબર પડ્યું તો...

સવારની બસ હંમેશાની જેમ આજે પણ ભરેલી હતી. રમણભાઈ બસ સ્ટેન્ડ પર ઊભા હતા અને હાથમાં નાની થેલી પકડી રાખી હતી. ઉંમર સિત્તેરની નજીક હતી, એટલે લાંબો સમય ઊભા રહે

By Just Gujju Things Team

લગ્ન પછી પૌત્રીનો ફોન અચાનક બંધ થઈ ગયો, દાદીને લાગ્યું કે તે ભૂલી ગઈ... વર્ષો પછી પાછી આવી ત્યારે...

લગ્નના પહેલા વર્ષ સુધી કાવ્યા દર બીજા દિવસે પોતાની દાદી શાંતાબેનને ફોન કરતી. સાંજે કામ પૂરું થાય પછી તે દાદી સાથે અડધો કલાક વાત કરતી. ક્યા

By Just Gujju Things Team

પિતાએ 30 વર્ષ જૂની કરોડોની કંપની દીકરાઓને નહીં, કર્મચારીને ફક્ત ₹1માં આપી દીધી... કારણ જાણ્યું તો...

સુરેશભાઈના પરિવાર માટે એ દિવસ કોઈને સમજાતો નહોતો. સવારથી ઘરમાં બધા લોકો ભેગા હતા. સુરેશભાઈએ પોતાના મોટા દીકરા નિશાંત અને નાના દીકરા મિતુલને ઓફિ

By Just Gujju Things Team

પત્નીએ 30 વર્ષ સુધી પોતાના લગ્નના ફોટા જોવાની ના પાડી, બાળકોને લાગ્યું લગ્નનો અફસોસ છે... પછી તેણે કારણ કહ્યું તો...

મેઘાબેનના ઘરમાં એક મોટું લાકડાનું કબાટ હતું. કબાટના ઉપરના ખાનામાં એક જૂનો ફોટો આલ્બમ પડ્યો હતો. ઘરમાં બધા જાણતા હતા કે એ મેઘાબેનના લગ્નનો આલ્બમ છે, પણ કોઈએ તે

By Just Gujju Things Team