એક વ્યક્તિએ તેના મિત્રને કહ્યું “મારા સારા સમયમાં મેં જેટલાની મદદ કરી હતી તે કોઈ આજે મારા ખરાબ સમયમાં મારી સામે પણ નથી જોતા” આવું કહેતા મિત્રે તેને એવો જવાબ આપ્યો કે…

ત્યારે ગાયે તેને બધી વાત કરી અને કહ્યું કે મેં સિંહ ના બચ્ચા ને બચાવ્યા, તેથી અમારો ઉપકાર ગણી ને સિંહ અને સિંહણે સન્માન આપ્યું અને અમારો શિકાર નહિ કરવાનું નક્કી કર્યું. જેથી અમે જંગલ માં ગમે ત્યાં ઘાસ ચરવા માટે જઇયે તો કોઈ ચિંતા રહી નથી.

ગાય ની વાત સાંભળી ને ગીધ ને પણ થયું કે આપણે પણ કોઈ ની પર ઉપકાર કરવો જોઈએ, જેથી આપણા પણ ગાય ની જેમ મિત્રો થાય અને સંકટ સમયે કામ માં આવે થોડા દિવસ પછી ઉંદર ના બચ્ચા પાણી માં ફસાઈ ગયા હતા, તેઓ પાણી માંથી બહાર આવવા માટે તડપી રહ્યા હતા.

પણ બધી કોશિશ માં નિરાશા મળતી હતી, એટલે ગીધ ને થયું કે આપણે પણ ઉંદર ના બચ્ચા ને બચાવી ને ઉપકાર કરીયે, જેથી આપણે પણ તેની સાથે સારો સંબંધ થઇ જાય. અને તેને પાણી માં ફસાઈ ગયેલા ઉંદર ના બચ્ચા ને બચાવી અને જમીન પર રાખી ને તેને ઠંડી લાગી રહી હોવાથી તેની પાંખ ફેલાવી અને બચ્ચા ને પાંખ માં છુપાવી દીધા.

થોડા સમય પછી બચ્ચા ની ઠંડી ઉડી ગઈ, અને ઉંદર ના બચ્ચા એ તેનું કામ શરુ કરી દીધું. અને જોત જોતામાં ગીધ ની ફેલાવેલી પાંખ ના બધા પીંછા ઉંદર ના બચ્ચા એ કોતરી ખાધા હતા, હવે ગીધ ઉડી શકતું ન હતું, એટલે પાસે આવેલા ઝાડ માં રહેલી બખોલ માં છુપાઈ ને બેસી ગયું.

બે ત્રણ દિવસ પછી ગાય ઘાસ ચરતી ચરતી ત્યાં પહોંચી ગઈ, જ્યાં ગીધ છુપાઈ ને બેઠું હતું. ગાય ગીધ ની બાજુ માં પહોંચતા ગીધે ગાય ને પોતાની આપવીતી કહી અને કહ્યું કે તમે સિંહ સિંહણ ના બચ્ચા ઉપર ઉપકાર કરેલો તે જાણી ને મને કોઈ ની ઉપર ઉપકાર કરવાનું મન થયું. પણ મારી સાથે આવું થયું.

ત્યારે ગાયે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ઉપકાર કરતા પહેલા એ વાત ખાસ જાણી લેવી કે આપણે કોના પર ઉપકાર કરીએ છીએ, જે આપણા ઉપકાર ની કિંમત સમજે નહિ તેના પર ઉપકાર કરવા નો કોઈ મતલબ નથી. તે લોકો તો આપનો લાભ લઇ અને તેનો મતલબ પૂરો થયે તુરંત જ તેનો રંગ બદલી નાખે છે.

અને એક જ મિનિટ માં આપણી જ સામે હોય છે, અને એટલે જ માણસ કોઈ ને કામ આવતા પહેલા એકસો વખત વિચારે છે. ભલે નાનો માણસ હોય, પણ મર્દ માણસ હોય તો કોઈ ને નડતો નથી, પણ અમુક શિયાળ જેવા માણસો નો કોઈ દિવસ ભરોસો કરવો નહિ.

આમ આ વાત કરી ને રાજુભાઈ એ પ્રવીણભાઈ ની આખો ખોલી નાખી, કે જે માણસ ની લાયકાત ના હોય તેની મદદ કરવાથી તેનું પરિણામ અંતે આપણા માટે સારું આવતું નથી, પણ હવે જાગ્યા ત્યાં થી સવાર જે ભૂલો કરી છે. એ આવતા જીવન માં કરવી નહિ અને રૂપિયા મહેનત અને સંબંધ બધું બગાડી ને અંતે આપણે જ દુઃખી થવાનું જ આવે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel