એક વ્યક્તિએ સંતને પૂછયું આ દુનિયામાં બધું ભગવાને બનાવ્યું છે તો ખરાબી(દુષ્ટતા) પણ એને જ બનાવી? ત્યારે તે સંતે એવો જવાબ આપ્યો કે એ વ્યક્તિની…
એક ખૂબ જ વિદ્વાન સંત હતા, તેને ટોચની સંસ્થામાંથી પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અત્યંત વિદ્વાન હતા અને સાધનામાં તેઓને ખૂબ જ રૂચી હતી. અને એટલા માટે જ તેઓએ સંત બનવાનો નિર્ણય કર્યો હતો.
આ સંત કાયમ સાધનામાં જ રચ્યાપચ્યા રહેતા, પરંતુ કોઈ વખત તેઓ બધા લોકો માટે એક સત્સંગ જેવું આયોજન કરતા જેમાં દરેક લોકો પોતાની સમસ્યાઓ મુશ્કેલીઓ જીવનના પ્રશ્નો વગેરે લઈને આવતા અને મહાત્મા તેને તેના જ્ઞાન પ્રમાણે તેની મુશ્કેલી માટે સમાધાન પણ કરી આપતા.
આ સંત ખૂબ જ વિદ્વાન હોવાની સાથે-સાથે એટલા જ આધ્યાત્મિક પણ હતા એટલે દરેક સવાલનો ખૂબ જ વિચાર કરીને પછી જ તેને જવાબ આપતા. અને તેના જવાબ થી લગભગ બધા લોકો ખુશ થઈ જતા.
આ સંત ધીમે ધીમે લોકપ્રિય થવા લાગ્યા, પરંતુ એક વખત તેના સત્સંગમાં એક માણસ આવ્યો જે પહેલાથી નક્કી કરીને આવ્યો હતો કે આજે તો આ સંતને હું એવા સવાલ પૂછીશ કે એ પોતે કન્ફ્યુઝ થઈ જશે કે આનો શું જવાબ આપવો? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
સત્સંગ ચાલુ થયો બધા લોકો તેના એક પછી એક સવાલ પૂછવા લાગ્યા ધીમે ધીમે આ વ્યક્તિનો પણ સવાલ પૂછવાનો વારો આવ્યો. તેને માઈક લઈને જગ્યા પરથી ઊભા થઈને સંતને કહ્યું મહારાજ મારા મનમાં એક સવાલ છે હું પૂછી શકું?
લગભગ ૨૨થી ૨૩ વર્ષના એ છોકરાને સંતે કહ્યું બોલ ને બેટા તારા મનમાં શું સવાલ છે?
તે વ્યક્તિએ સંતને પૂછયું આ દુનિયામાં જે પણ કંઈ છે એ બધું ભગવાને બનાવ્યું છે?
સંત એ જરા પણ સમય લીધા વગર તરત જ જવાબ આપ્યો અને કહ્યું હા આ દુનિયામાં બધુ ભગવાને બનાવ્યું છે.
તે વ્યક્તિ થોડો હસવા લાગ્યો, માઈકમાં હસતો હોવાથી દરેક લોકો તેની સામે જોવા લાગ્યા તેને આ જવાબમાં શું કામ હસવું આવ્યું એ જ બધા માટે આશ્ચર્યનો વિષય હતો… પછી તે વ્યક્તિએ ફરી પાછું કહ્યું તો આનો મતલબ એ થયો કે આ દુનિયામાં જે પણ કંઈ ખોટું થઇ રહ્યું છે એટલે કે જે પણ કંઈ દુષ્ટતા રહેલી છે તો આ દુષ્ટતા પણ ભગવાને બનાવેલી જ વસ્તુ છે ને?
હવે સંત હસવા લાગ્યા, સંતે સહજતાથી કહ્યું શું નામ છે તારું બેટા? તે વ્યક્તિ એ જવાબ આપ્યો મારું નામ હિમેશ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
સંતે તેને કહ્યું હિમેશ આપણે આટલી જલ્દી આ નિષ્કર્ષ ઉપર પહોંચવાની જરૂર નથી, તો હિમેશે કહ્યું એવું કેમ? હમણાં જ તો તમે મને કહ્યું કે આ દુનિયામાં બધું જ ભગવાન નું બનાવેલું છે અને હવે થોડા જ સમય પછી તમે બદલાઈ ગયા? હવે કેમ આવી વાત કરો છો?
એટલે સંતે તેને કહ્યું હિમેશ હું બદલાઈ નથી ગયો હું તને સામે બે સવાલ પૂછવા માંગુ છું એપ સવાલના જવાબ આપી દે પછી હું તું જે કહે છે એ પ્રમાણે માની લઈશ.
વ્યક્તિના ચહેરા ઉપર થોડા હાવભાવ બદલાઈ ગયા અને તે કદાચ વિચારવા લાગ્યો કે હવે મને સંત ક્યાં સવાલ પૂછશે? પછી સંતને કહ્યું પૂછો શું પૂછવા માંગો છો?
સંતે તરત જ તે વ્યક્તિને પુછ્યું બેટા આ દુનિયામાં અંધકારનું અસ્તિત્વ છે? હિમેશ હજુ કોલેજમાં ભણી રહ્યો હતો એટલે આ તો ખૂબ જ સહેલો સવાલ લાગ્યો અને તરત જ બોલ્યો હા, મહારાજ. બિલકુલ અંધકારનું અસ્તિત્વ આ દુનિયામાં છે. રાત્રે બધે અંધકાર જ હોય છે.
સંત થોડું હસવા લાગ્યા અને કહ્યું આપણે તારા જવાબ ઉપર હમણાં જ આવીએ એ દરમિયાન બીજો એક સવાલ પૂછું છું કે આ દુનિયામાં ઠંડીનું કંઈ અસ્તિત્વ છે?
ફરી પાછો હિમેશ તરત જ જવાબ આપવા લાગ્યો અરે હા ઠંડીનું તો બિલકુલ અસ્તિત્વ આ દુનિયામાં છે. આપણે ઠંડીને મહેસૂસ કરી જ શકીએ છીએ. એના અસ્તિત્વ વગર કઈ રીતે મહેસૂસ થાય?
સંત થોડા સમય સુધી કશું ન બોલ્યા પછી તેણે કહ્યું, બેટા તે બંને જવાબ આપ્યા પરંતુ બંને જવાબ મારા મુજબ તો ખોટા છે. તું તારા ભણતર દરમ્યાન વિજ્ઞાન તો ભણ્યો જ હશે ને? તરત જ જવાબ આપ્યો હા ભણ્યો છું ને…
એટલે મહાત્માએ કહ્યું એ વિજ્ઞાન માં જ તારા પ્રશ્નોના જવાબો છે હકીકતમાં અંધકાર જેવું કંઈ જ નથી હોતું. આ તો જ્યાં પ્રકાશ ન હોય ત્યાં અંધકાર મહેસૂસ થાય છે અને ત્યાં જ અંધકાર હોય છે. અને એવી જ રીતે હકીકતમાં ઠંડી કશું નથી પરંતુ આ એક ગરમી ની અનુપસ્થિતિ નો અહેસાસ છે. જ્યાં ગરમી ન હોય ત્યાં આપણને ઠંડી મહેસૂસ થાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વિજ્ઞાનમાં પણ light and heat એટલે કે પ્રકાશ અને તાપ ભણાવવામાં આવે છે. એની જગ્યાએ અંધકાર અને ઠંડી એવું તો ક્યાંય ભણાવવામાં નથી આવતું એવો એક પણ જગ્યાએ કોઈ વિષય નથી. આ વાતને તું માને છે ને?
તરત જ વિદ્યાર્થી એ કહ્યું હા તમારી વાત બિલકુલ સાચી છે ભણવામાં માત્ર પ્રકાશ અને તાપ જ આવે છે અંધકાર અને ઠંડી નથી આવતા.
સંતે જવાબ આપતા કહ્યું બસ બિલકુલ એ જ રીતે ભગવાને આ દુનિયામાં માત્ર સારું સારું જ બનાવ્યું છે, પરંતુ જે જગ્યાએ સારું ન હોય ત્યાં આપણને ખરાબ જ નજર આવે છે. એટલે કે દુષ્ટતા જ દેખાય છે. પણ હકીકતમાં દુષ્ટતાને ભગવાને નથી બનાવી. આ તો માત્ર ભલાઈની એટલે કે સારી બાબતોની અનુપસ્થિતિ જ છે.
ત્યાં હાજર બધા લોકોએ એક સાથે તાળીઓ પાડીને સંત ને વધાવી લીધા, અને તે વ્યક્તિ પણ તરત જ સંત પાસે જઈને તેને પગે લાગી આવ્યો. અને કહ્યું મારો ઉદ્દેશ્ય તો કંઈક બીજો જ હતો પરંતુ આજે તમે મને જાણે દુનિયાનું સૌથી અગત્યનું જ્ઞાન અપાવ્યું હોય એવું લાગે છે તમારો ખુબ ખુબ આભાર… આટલું કહીને એ વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો…
મિત્રો જીવનમાં ક્યાંય દુષ્ટતા કે ખરાબી નથી બસ આ માત્ર પ્રેમ વિશ્વાસ અને ભગવાનમાં આપણી આસ્થા ની ગેરહાજરી નું એક પરિણામ છે. તમે આ બાબતે શું વિચારો છો તે મંતવ્ય અવશ્ય રજૂ કરજો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ જોડીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો…