એક વ્યક્તિએ સંતને પૂછયું આ દુનિયામાં બધું ભગવાને બનાવ્યું છે તો ખરાબી(દુષ્ટતા) પણ એને જ બનાવી? ત્યારે તે સંતે એવો જવાબ આપ્યો કે એ વ્યક્તિની…

વ્યક્તિના ચહેરા ઉપર થોડા હાવભાવ બદલાઈ ગયા અને તે કદાચ વિચારવા લાગ્યો કે હવે મને સંત ક્યાં સવાલ પૂછશે? પછી સંતને કહ્યું પૂછો શું પૂછવા માંગો છો?

સંતે તરત જ તે વ્યક્તિને પુછ્યું બેટા આ દુનિયામાં અંધકારનું અસ્તિત્વ છે? હિમેશ હજુ કોલેજમાં ભણી રહ્યો હતો એટલે આ તો ખૂબ જ સહેલો સવાલ લાગ્યો અને તરત જ બોલ્યો હા, મહારાજ. બિલકુલ અંધકારનું અસ્તિત્વ આ દુનિયામાં છે. રાત્રે બધે અંધકાર જ હોય છે.

સંત થોડું હસવા લાગ્યા અને કહ્યું આપણે તારા જવાબ ઉપર હમણાં જ આવીએ એ દરમિયાન બીજો એક સવાલ પૂછું છું કે આ દુનિયામાં ઠંડીનું કંઈ અસ્તિત્વ છે?

ફરી પાછો હિમેશ તરત જ જવાબ આપવા લાગ્યો અરે હા ઠંડીનું તો બિલકુલ અસ્તિત્વ આ દુનિયામાં છે. આપણે ઠંડીને મહેસૂસ કરી જ શકીએ છીએ. એના અસ્તિત્વ વગર કઈ રીતે મહેસૂસ થાય?

સંત થોડા સમય સુધી કશું ન બોલ્યા પછી તેણે કહ્યું, બેટા તે બંને જવાબ આપ્યા પરંતુ બંને જવાબ મારા મુજબ તો ખોટા છે. તું તારા ભણતર દરમ્યાન વિજ્ઞાન તો ભણ્યો જ હશે ને? તરત જ જવાબ આપ્યો હા ભણ્યો છું ને…

એટલે મહાત્માએ કહ્યું એ વિજ્ઞાન માં જ તારા પ્રશ્નોના જવાબો છે હકીકતમાં અંધકાર જેવું કંઈ જ નથી હોતું. આ તો જ્યાં પ્રકાશ ન હોય ત્યાં અંધકાર મહેસૂસ થાય છે અને ત્યાં જ અંધકાર હોય છે. અને એવી જ રીતે હકીકતમાં ઠંડી કશું નથી પરંતુ આ એક ગરમી ની અનુપસ્થિતિ નો અહેસાસ છે. જ્યાં ગરમી ન હોય ત્યાં આપણને ઠંડી મહેસૂસ થાય છે.

વિજ્ઞાનમાં પણ light and heat એટલે કે પ્રકાશ અને તાપ ભણાવવામાં આવે છે. એની જગ્યાએ અંધકાર અને ઠંડી એવું તો ક્યાંય ભણાવવામાં નથી આવતું એવો એક પણ જગ્યાએ કોઈ વિષય નથી. આ વાતને તું માને છે ને?

તરત જ વિદ્યાર્થી એ કહ્યું હા તમારી વાત બિલકુલ સાચી છે ભણવામાં માત્ર પ્રકાશ અને તાપ જ આવે છે અંધકાર અને ઠંડી નથી આવતા.

સંતે જવાબ આપતા કહ્યું બસ બિલકુલ એ જ રીતે ભગવાને આ દુનિયામાં માત્ર સારું સારું જ બનાવ્યું છે, પરંતુ જે જગ્યાએ સારું ન હોય ત્યાં આપણને ખરાબ જ નજર આવે છે. એટલે કે દુષ્ટતા જ દેખાય છે. પણ હકીકતમાં દુષ્ટતાને ભગવાને નથી બનાવી. આ તો માત્ર ભલાઈની એટલે કે સારી બાબતોની અનુપસ્થિતિ જ છે.

ત્યાં હાજર બધા લોકોએ એક સાથે તાળીઓ પાડીને સંત ને વધાવી લીધા, અને તે વ્યક્તિ પણ તરત જ સંત પાસે જઈને તેને પગે લાગી આવ્યો. અને કહ્યું મારો ઉદ્દેશ્ય તો કંઈક બીજો જ હતો પરંતુ આજે તમે મને જાણે દુનિયાનું સૌથી અગત્યનું જ્ઞાન અપાવ્યું હોય એવું લાગે છે તમારો ખુબ ખુબ આભાર… આટલું કહીને એ વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો…

મિત્રો જીવનમાં ક્યાંય દુષ્ટતા કે ખરાબી નથી બસ આ માત્ર પ્રેમ વિશ્વાસ અને ભગવાનમાં આપણી આસ્થા ની ગેરહાજરી નું એક પરિણામ છે. તમે આ બાબતે શું વિચારો છો તે મંતવ્ય અવશ્ય રજૂ કરજો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ જોડીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો…

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel