એક વ્યક્તિએ એક ગરીબ માણસને પૈસા આપ્યા, પછી તે પૈસાનું શું કરે છે તે જોવા માટે પાછળ ગયો. તો તે ગરીબ માણસે એવું કર્યું કે…

ઘણા વર્ષો પહેલાની વાત છે. રામજીભાઈ મજૂરી કામ કરી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને પોતાની જરૂરિયાત થી વધુ રૂપિયા મળે, તેનો તે જ દિવસે જરૂરિયાત વાળા લોકો ને મદદ કરતા. તેઓને ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા હતી. અને કામ કરતાં કરતાં પણ તેઓ કાયમ ભગવાનનું સ્મરણ કરતા રહેતા, અને એટલા માટે જ આખા ગામમાં તેઓ પ્રખ્યાત પણ હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એ ગામમાં રહેતો એક ધનાઢ્ય વ્યક્તિ એક દિવસ રામજીભાઈ પાસે આવે છે. અને તેને કહે છે કે તમે જે રીતે બીજા લોકોને મદદ કરો છો, એ રીતે મારે પણ મદદ કરવી છે. એટલા માટે શું હું તમને રૂપિયા આપી દઉં તો તમે જરૂરિયાતવાળા લોકોને મદદ કરી શકશો?

થોડા સમય સુધી વિચારીને રામજીભાઈએ કહ્યું માફ કરજો શેઠ, પણ એ મારાથી નહીં બને. તમે તમારી રીતે જેને પણ મદદ કરવી હોય તેને તમે પોતે જ મદદ કરજો. તે ધનવાન વ્યક્તિ અત્યંત ધનવાન હતો પરંતુ આ દિવસ પહેલા તેને ક્યારેય કોઈ દિવસ કોઈની મદદ નહોતી કરી, એટલે મૂંઝાવા લાગ્યા કે માણસની મદદ કઈ રીતે કરાય?

થોડા સમય પછી રામજીભાઈ ને ફરી પાછું પૂછ્યું કે મારે કેવા લોકોની મદદ કરવી જોઈએ? ત્યારે રામજીભાઈ જવાબ આપતા કહ્યું કે આપણને એવું લાગે કે આ વ્યક્તિને મદદ કરવાથી તેને મળેલા રૂપિયામાંથી તે પોતાનું પેટ ભરી શકશે, પોતાના પરિવારનું પેટ ભરશે અને જરૂરીયાતની ચીજવસ્તુઓ લઇ શકે. આવા વ્યક્તિઓને મદદ કરવી જોઈએ.

બંને લોકોની વાતચીત ચાલી રહી હતી. એટલામાં ત્યાંથી એક માણસ નીકળ્યો અને શેઠે જોયું કે આ માણસ જુના અને ગંદા કપડાં પહેરીને નીકળ્યો છે. એટલે તેને થયું કે આની મદદ કરવી જોઈએ, તેને થોડા રૂપિયા આપ્યા. પછી અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે આપણે મદદ કરી પરંતુ એ રૂપિયામાંથી એ શું કરે છે? એ જોવા માટે તે માણસની પાછળ પાછળ ગયા.

માણસ થોડા સમય સુધી એ જ દિશામાં ચાલતો રહ્યો, પછી અચાનક એક શેરીમાં વળી ગયો. અને તેને મદદ કરી હતી એ રૂપિયામાંથી તે ન_શો કરી અને જુ_ગા_ર રમવા બેસી ગયો. આ જોઈને તે ધનવાન શેઠને ખૂબ જ દુઃખ થયું કે મેં આ માણસને મદદ કરવા માટે રૂપિયા અને તે બધા રૂપિયા તેને વેડફી નાખ્યા.

ધનવાન શેઠ તો તે માણસ ઉપર ગુસ્સે થઈ ગયો, અને કહેવા લાગ્યો કે આવા માણસો ની મદદ તો કોઈ દિવસ ન કરવી જોઈએ. એ દિવસ આમ ને આમ પસાર થઈ ગયો.

બીજા દિવસે ફરી પાછા શેઠ રામજીભાઈ પાસે આવ્યા અને ગઇકાલે બનેલી ઘટનાની વાત કરી, એવામાં ત્યાંથી ફરી એક માણસ નીકળી રહ્યો હતો. જે દેખાવે અત્યંત ગરીબ લાગતો હતો. એટલે શેઠે તેને પૈસા આપ્યા અને ગઇકાલની જેમ તેની પાછળ જોવા ગયા કે આ પૈસા નું શું કરે છે? તો તેને પણ પહેલા વ્યક્તિની જેમ પૈસા વેડફી નાખ્યા.

આવો ક્રમ દરરોજ ચાલુ થઈ ગયો, તેને અનેક લોકોની મદદ કરીને જોઈ પરંતુ દરેક લોકો તેને આપેલા પૈસા વેડફી નાખતા. પૈસા નો આવા દૂર ઉપયોગ થતો જોઈને તે એક દિવસ ફરી પાછા રામજીભાઈ પાસે ગયા અને કહ્યું કે મારી સાથે છેલ્લા ઘણા દિવસથી આવું થાય છે.

એટલામાં જ એક ગરીબ રામજીભાઈ ની દુકાન પાસે થી નીકળે છે ત્યારે રામજીભાઈ તેને થોડા પૈસા આપે છે, અને શેઠ ને કહે છે કે તમે આ વ્યક્તિ ની પાછળ જઈને જોઇ આવો કે આ વ્યક્તિ શું કરે છે? શેઠે એવું જ કર્યું તેની પાછળ પાછળ ગયા. આગળ જઈને તે વ્યક્તિએ પૈસામાંથી દૂધ તેમજ કરિયાણાવાળા ની દુકાનેથી લોટ વગેરે લઈને પોતાની ઝૂંપડીમાં ગયો.

ત્યાં તેના બાળકો અને પત્ની જાણે રાહ જોઈ રહ્યા હોય તેમ બધા બેઠા હતા, ઘરના દરેક લોકોએ દૂધ પીધું અને સાથે રોટલી ખાધી. દરેક લોકો ખુશ થઈને રામજીભાઈ ને આશીર્વાદ આપવા લાગ્યા.

શેઠને આ બધું અત્યંત અજુગતું લાગ્યું, બીજા દિવસે સવારે ફરી પાછા રામજીભાઈ પાસે જઈને વાત કરી કે મેં ઘણા લોકોની મદદ કરવાની કોશિશ કરી પરંતુ બધા લોકોએ રૂપિયા વેડફી નાખ્યા. અને તમે જેને પૈસા આપ્યા તેને રૂપિયા નો સદુપયોગ પણ કર્યો અને બદલામાં તમને ઘણા આશીર્વાદ પણ આપ્યા, આનું શું કારણ?

ત્યારે રામજી ભાઈ જવાબ દેતા કહ્યું કે હું મજુરી કામ કરું છું, મારા દિવસ નો ખર્ચો નીકળી જાય એટલે તેમાંથી વધારાના રૂપિયાની મદદ કરી દઉં છું. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મેં આપેલા પૈસા માંથી કોઈ દિવસ કોઈ માણસ ખોટું કામ નહીં કરે. અને તમે આપેલા પૈસા નો દુર ઉપયોગ થયો એટલે એક વાત તો નક્કી છે કે તમારી પાસે ભગવાન રાજી રહે એ રીતે કમાયેલ રૂપિયા નથી. અથવા તમે માણસ ઈમાનદાર નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે ધનવાન શેઠ રામજીભાઈ ના પગે પડી ગયા. અને સ્વીકારતા કહ્યું કે તમારી વાત સાચી છે મે ઘણાં ગરીબ માણસો પાસે મજૂરી કરાવી ને તેને પૂરતા રૂપિયા ચૂકવ્યા પણ નથી. અને જેને વ્યાજે રૂપિયા આપ્યા હોય તેની પાસેથી અનેકગણું વ્યાજ વસૂલ કરેલ છે. તેના ઘરમાં રહેવા ખાવા ની તકલીફ હોય તો પણ મેં કોઈ દિવસ દયા નથી દેખાડી.

આ રૂપિયા કદાચ મારી પાસે ભેગા થયા એટલા જ માટે મારા ઘરનું પણ ધનોત પનોત નીકળી ગયું છે. મારા જ બાળકો તેમજ પત્ની પોતપોતાની રીતે રહે છે કોઈ મારી વાત માનતા નથી. પરિવારનો પ્રેમ તો જાણે ઘરમાંથી ગાયબ થઈ ગયો છે. આવા સંજોગોમાં થી બહાર નીકળવા માટે જ મને થયું હતું કે હું કોઈ મદદ કરીને સારું કામ કરું તો મને ભગવાન આ પરિસ્થિતિમાં થોડી રાહત આપે.

રામજીભાઈ એ એકદમ શાંત થઈને શેઠને કહ્યું કે જો આવા રૂપિયા તમારી પાસે હોય, તો તમે આ રૂપિયા અને મંદિરમાં આપો તો ત્યાં પણ બધા લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. અને લોકોનું વર્તન બદલાઈ જાય. આ રૂપિયા કોઈ દિવસ સારા કામમાં કામ લાગે નહીં, અને જો તમારા પરિવારની વાત રહી તો એ તમારા જ કરેલા બધા કર્મ છે જે તમારે ભોગવવા જ પડશે. એટલા માટે જ તો કહેવાય છે કે આપણે જેવું વાવીએ તેવું જ લણવાનું છે. કોઈ દિવસ એવું બન્યું નથી કે મકાઈ વાવીએ અને ઘઉં લણીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team