એક વ્યક્તિએ એક ગરીબ માણસને પૈસા આપ્યા, પછી તે પૈસાનું શું કરે છે તે જોવા માટે પાછળ ગયો. તો તે ગરીબ માણસે એવું કર્યું કે…

એટલામાં જ એક ગરીબ રામજીભાઈ ની દુકાન પાસે થી નીકળે છે ત્યારે રામજીભાઈ તેને થોડા પૈસા આપે છે, અને શેઠ ને કહે છે કે તમે આ વ્યક્તિ ની પાછળ જઈને જોઇ આવો કે આ વ્યક્તિ શું કરે છે? શેઠે એવું જ કર્યું તેની પાછળ પાછળ ગયા. આગળ જઈને તે વ્યક્તિએ પૈસામાંથી દૂધ તેમજ કરિયાણાવાળા ની દુકાનેથી લોટ વગેરે લઈને પોતાની ઝૂંપડીમાં ગયો.

ત્યાં તેના બાળકો અને પત્ની જાણે રાહ જોઈ રહ્યા હોય તેમ બધા બેઠા હતા, ઘરના દરેક લોકોએ દૂધ પીધું અને સાથે રોટલી ખાધી. દરેક લોકો ખુશ થઈને રામજીભાઈ ને આશીર્વાદ આપવા લાગ્યા.

શેઠને આ બધું અત્યંત અજુગતું લાગ્યું, બીજા દિવસે સવારે ફરી પાછા રામજીભાઈ પાસે જઈને વાત કરી કે મેં ઘણા લોકોની મદદ કરવાની કોશિશ કરી પરંતુ બધા લોકોએ રૂપિયા વેડફી નાખ્યા. અને તમે જેને પૈસા આપ્યા તેને રૂપિયા નો સદુપયોગ પણ કર્યો અને બદલામાં તમને ઘણા આશીર્વાદ પણ આપ્યા, આનું શું કારણ?

ત્યારે રામજી ભાઈ જવાબ દેતા કહ્યું કે હું મજુરી કામ કરું છું, મારા દિવસ નો ખર્ચો નીકળી જાય એટલે તેમાંથી વધારાના રૂપિયાની મદદ કરી દઉં છું. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મેં આપેલા પૈસા માંથી કોઈ દિવસ કોઈ માણસ ખોટું કામ નહીં કરે. અને તમે આપેલા પૈસા નો દુર ઉપયોગ થયો એટલે એક વાત તો નક્કી છે કે તમારી પાસે ભગવાન રાજી રહે એ રીતે કમાયેલ રૂપિયા નથી. અથવા તમે માણસ ઈમાનદાર નથી.

તે ધનવાન શેઠ રામજીભાઈ ના પગે પડી ગયા. અને સ્વીકારતા કહ્યું કે તમારી વાત સાચી છે મે ઘણાં ગરીબ માણસો પાસે મજૂરી કરાવી ને તેને પૂરતા રૂપિયા ચૂકવ્યા પણ નથી. અને જેને વ્યાજે રૂપિયા આપ્યા હોય તેની પાસેથી અનેકગણું વ્યાજ વસૂલ કરેલ છે. તેના ઘરમાં રહેવા ખાવા ની તકલીફ હોય તો પણ મેં કોઈ દિવસ દયા નથી દેખાડી.

આ રૂપિયા કદાચ મારી પાસે ભેગા થયા એટલા જ માટે મારા ઘરનું પણ ધનોત પનોત નીકળી ગયું છે. મારા જ બાળકો તેમજ પત્ની પોતપોતાની રીતે રહે છે કોઈ મારી વાત માનતા નથી. પરિવારનો પ્રેમ તો જાણે ઘરમાંથી ગાયબ થઈ ગયો છે. આવા સંજોગોમાં થી બહાર નીકળવા માટે જ મને થયું હતું કે હું કોઈ મદદ કરીને સારું કામ કરું તો મને ભગવાન આ પરિસ્થિતિમાં થોડી રાહત આપે.

રામજીભાઈ એ એકદમ શાંત થઈને શેઠને કહ્યું કે જો આવા રૂપિયા તમારી પાસે હોય, તો તમે આ રૂપિયા અને મંદિરમાં આપો તો ત્યાં પણ બધા લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. અને લોકોનું વર્તન બદલાઈ જાય. આ રૂપિયા કોઈ દિવસ સારા કામમાં કામ લાગે નહીં, અને જો તમારા પરિવારની વાત રહી તો એ તમારા જ કરેલા બધા કર્મ છે જે તમારે ભોગવવા જ પડશે. એટલા માટે જ તો કહેવાય છે કે આપણે જેવું વાવીએ તેવું જ લણવાનું છે. કોઈ દિવસ એવું બન્યું નથી કે મકાઈ વાવીએ અને ઘઉં લણીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel