એક વ્યક્તિનો ધંધો ખુબ જ ઓછો થઇ ગયો હતો, આ જોઇને તેના મિત્રએ પૂછ્યું કે કેમ તારો ધંધો નથી ચાલતો? ત્યારે તેને એવો જવાબ આપ્યો કે મિત્ર સાંભળીને…

પ્રોફેસર સાહેબ ઘણા દિવસોથી તેના મિત્ર રાકેશ ની દુકાને નહોતા ગયા, એટલા માટે આજે કોલેજથી સીધા તેના મિત્રને દુકાને ગયા. બંને મિત્રો ઘણા સમય પછી મળ્યા હોવાથી એકબીજા સાથે અનેક ચર્ચાઓ કરી. સાથે ચા નાસ્તો કર્યો.

પ્રોફેસર થોડા સમય પછી બોલ્યા કે રાકેશ પહેલા હું જ્યારે તારી દુકાને આવતો ત્યારે તારા દુકાને ગ્રાહકોની ખુબ જ ભીડ રહેતી, અને તારે ત્યાં સાત આઠ જેટલા માણસો પણ કામ કરતા હતા. અને હું જ્યારે આવતો ત્યારે આપણે નિરાંતે ચર્ચા પણ ન કરી શકતા.

અને આજે આવ્યો ત્યારે જોયું કે તારી દુકાનમાં અત્યારે માત્ર બે માણસો જ કામ કરે છે અને ગ્રાહકો તો ખૂબ જ ઓછા થઈ ગયા છે. આવું કેમ છે મિત્ર? આનો જવાબ આપતા રાકેશ બોલ્યો કે એવું કંઈ નથી, આ બધું ચાલતું રહે હું બજાર નો જુનો ખેલાડી છું. અત્યારે ધંધો મંદિરમાં છે, થોડા સમય પછી સિઝન ચાલુ થઇ જશે.

સીઝન ચાલુ થાય એટલે પહેલા જેવું જ થઈ જશે, ત્યારે પ્રોફેસર ગંભીર થઈ ગયા અને કહ્યું ભાઈ તું મારો મિત્ર છે એટલે તને કહી રહ્યો છું આ વાતને તું હસવામાં ન કાઢી નાખ, હું જોઈ રહ્યો છું આજ રોડ ઉપર તારી હરીફાઈ માં બીજી ઘણી દુકાનો ખુલી ગઈ છે.

અને તે લોકો માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે તારી સાથે હરીફાઈ કરી ને ગ્રાહકને સસ્તો માલ વેચી રહ્યા છે. પ્રોફેસર ની વાત માં વચ્ચે બોલીને રાકેશ એ કહ્યું કે હવે આવી દુકાનો તો ખુલ્લી અને બંધ થતી રહે હું તો આ બજાર નો જૂનો વેપારી છું.

મને એનાથી કંઇ ફરક નહીં પડે, પ્રોફેસર અને રાકેશ કોલેજના સમયથી એકબીજાને ઓળખતા હતા. અને પ્રોફેસર પણ જાણતા હતા કે આવી રીતે કહીને સમજાવવાથી રાકેશ માં કંઈ ફરક નહીં પડે. થોડા દિવસ પછી પ્રોફેસરે તેના મિત્રને પોતાના ઘરે બોલાવ્યો.

રાકેશ પ્રોફેસર ના ઘરે ગયો એટલે બન્નેએ સાથે ચા નાસ્તો કર્યા થોડી ચર્ચાઓ કરી પછી પ્રોફેસરે કહ્યું કે આજે મેં મારા ઘરની લેબોરેટરીમાં એક નવો પ્રયોગ કર્યો છે તે તને બતાવું. તને જોઈને મજા આવશે એવો જોરદાર પ્રયોગ છે.

પ્રોફેસર અને મિત્ર બંને લેબ માં ગયા અને પ્રોફેસરે એક મોટા વાટકામાં ગરમ પાણી કરી ને રાખ્યું અને તેની અંદર એક દેડકાને મૂક્યો. દેડકાને જેવો અંદર મુક્યો કે દેડકાને તે પાણી ગરમ લાગતા તે તરત જ છલાંગ મારીને બહાર નીકળી ગયો.

રાકેશ આ બધું જોઈ રહ્યો હતો. સાથે મનમાં વિચાર પણ કરી રહ્યો હતો કે આ પ્રોફેસર પણ કેવા વિચિત્ર પ્રયોગો કરી રહ્યા છે. ફરી પાછું પ્રોફેસરે એક વાટકામાં ઠંડુ પાણી લઈને દેડકાને એ વાટકામાં મૂક્યો. દેડકાને પાણી ગરમ ન હતું એટલે કોઈ ભય ન લાગતા તે આરામથી તરવા લાગ્યો.

પછી પ્રોફેસરે ઠંડા પાણીના વાટકા ને ગેસ પર મૂકીને ધીમા તાપે ગરમ કરવાનું શરૂ કર્યું. થોડીવારમાં પાણી નવશેકું થઈ ગયું એટલે દેડકા એ પાણી ના વધી ગયેલા તાપમાન અનુસાર પોતાના શરીરને એડજસ્ટ કરવાનું ચાલુ કર્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel