એક વ્યક્તિનો ધંધો ખુબ જ ઓછો થઇ ગયો હતો, આ જોઇને તેના મિત્રએ પૂછ્યું કે કેમ તારો ધંધો નથી ચાલતો? ત્યારે તેને એવો જવાબ આપ્યો કે મિત્ર સાંભળીને…

થોડીવાર પછી પાણી વધારે ગરમ થયું એટલે બેટા એ ફરી પાછું તેના શરીરની શક્તિ વાપરીને પોતાનું શરીર એ પાણીમાં રહી શકે તેવી અનુકૂળતા બનાવી લીધી. થોડા સમય પછી ફરી પાછું પાણી ગરમ થયું, આ વખતે પાણી વધારે પડતું ગરમ હતું.

દેડકાને પણ હવે જેવું ઉપર જોખમ દેખાયું એટલે તરત જ દેડકો બહાર નીકળવા માટે છલાંગ મારવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ અત્યાર સુધીમાં તેના શરીરની બધી શક્તિ તેને વાપરી નાખી હતી હવે તેની પાસે વાટકા માંથી બહાર નીકળવા માટે છલાંગ લગાવવાની શક્તિ પણ નહોતી.

અને આખરે એ વાટકા માંથી બહાર ન નીકળી શક્યો અને એ દેડકાના રામ રમી ગયા. આ જોઈને રાકેશ તરત જ પ્રોફેસર ને કહેવા લાગ્યો કે અરે ભાઈ તે તો દેડકાનો જીવ લઈ લીધો, તારે મને પ્રયોગ દેખાડવા માટે દેડકા ને મારી નાખવા ની શું જરૂર હતી?

ત્યારે પ્રોફેસર જવાબ આપતા કહ્યું કે દેડકાનો જીવ મેં નથી લીધો પરંતુ તેને પોતાના જ હાથે પોતાના મૃત્યુનો સ્વીકાર કર્યો છે. દરેક બગડતાં વાતાવરણમાં પોતાની જાતને અનુકૂળ કરી લીધી અને પોતાનો જ જીવ ચાલ્યો ગયો.

આ સિવાય જો પાણી જ્યારે થોડું ગરમ હોય ત્યારે પહેલેથી જ તે દેડકો બહાર કુદકો મારીને નીકળી ગયો હોત તો તે તેનો જીવ બચાવી શક્યો હોત. અને હું તને આ પ્રયોગ એટલા માટે જ બતાવી રહ્યો છું કે તું પણ આ દેડકા જેવું વર્તન કરી રહ્યો છે.

તેનો મિત્ર આશ્ચર્યમાં આવીને પૂછવા લાગ્યો કે અરે તમે શું કહો છો મને કંઈ સમજાણું નહીં? ત્યારે તેને કહ્યું કે તારો સારો એવો ધંધો ઘટી રહ્યો છે, બજાર જેમ ચાલે છે તેમ ચાલવાની બદલે તું કશું ફેરફાર નથી કરતો. જેથી દુકાનમાં ગ્રાહક ની સંખ્યા ઘટતી જાય છે.

અને આ બાજુ તને એની ખબર પણ નથી પડી રહી, તો હજુ એવા વહેમમાં જીવે છે કે થોડા દિવસમાં સીઝન આવશે એટલે બધું બરાબર થઈ જશે. પરંતુ એટલું યાદ રાખજે કે ધંધામાં બદલાવ નહીં લાવે તો તારી હાલત આ દેડકા જેવી થઈ જશે.

એક સમય એવો પણ આવી શકે કે તારી પાસે ધંધાને સંભાળવા માટે પણ પૈસા ન બચ્યા હોય, અને આગળ જતા પૈસા પણ નહીં હોય અને સમય પણ નહીં હોય. પ્રોફેસર ની શિખામણ લઈને રાકેશ તેના વિચારો માંથી બહાર આવ્યો અને કહ્યું કે હું પણ મારા ધંધામાં ફેરફાર કરીને ફરી પાછો બજારમાં ટોચ પર આવીને બતાવીશ.

રાકેશ ની જેમ આપણા પણ જીવનમાં ઘણા પ્રસંગ આવતા હોય છે, અને એનાથી ડરવાની જરૂર નથી પરંતુ કહેવાય છે કે ચેન્જ એ કોન્સ્ટન્ટ છે, એ થતો જ રહેવો જોઈએ. તમારું આ વિશે શું માનવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel