એક વ્યક્તિના મૃત્યુના 11 વર્ષ પછી તેનો જૂનો મિત્ર તેના ઘરે આવ્યો અને કહ્યું મિત્રની ડાયરી આપો હિસાબ કરવો છે, મિત્રની પત્નીએ પૂછ્યું કેમ આટલા વર્ષે અચાનક? તો તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે…

રાજુ, સંજય અને ઘનશ્યામ ત્રણેય સ્કૂલ માં ભણતા એ સમય ના જુના મિત્રો હતા. એક દિવસ રવિવારે સવાર ના રાજુ ના ફોન માં ઘનશ્યામ નો ફોન આવ્યો અને કહ્યું કે તું ફ્રી હોય તો આપણે સંજય ના ઘેર જવું છે.

ત્યારે રાજુ ને ખૂબ આશ્ચર્ય થયું એટલા માટે કે સંજય ના મૃત્યુ થયું, તેને દસ અગિયાર વર્ષ થઇ ગયા હતા. આમ જુવો તો સંજય અને ઘનશ્યામ બંને રાજુ કરતા પૈસે ટકે ખૂબ જ આગળ નીકળી ગયા હતા. બંને પાસે લાખો અને કરોડો ની જ વાત હોય. થોડી વાર માં ઘનશ્યામ રાજુ ના ઘરે પહોંચી જાય છે.

ત્યારે રાજુ આવકારતા કહે છે કે આજે કૃષ્ણ ભગવાન ને આ સુદામા યાદ આવ્યા ખરા અને તું મને ફોન કરી ને પૂછે છે કે ફ્રી હોય તો સંજય ના ઘરે જવું છે, તમારા જેવા મોટા માણસો ને તો હુકમ જ કરવાનો હોય કે તું તૈયાર રહેજે હું હમણાં આવું છું, અમારી અપોઈન્ટમેન્ટ માંગવાની ના હોય.

રાજુ ના ઘરે બંને ચા પાણી પી અને નીકળે છે, અને રાજુ પૂછે છે કે તારે સંજય ના ઘરે શું કામ છે? તેને ગુજરી ગયા ને પણ ઘણા વર્ષો થઇ ગયા. ત્યારે ઘનશ્યામ ધીમા અવાજે કહે છે કે મારે એક જૂનો હિસાબ પૂરો કરવાનો છે.

એકદમ રડમસ જેવા અવાજે ઘનશ્યામ બોલ્યો ત્યારે રાજુ એ ઘનશ્યામ ને કહ્યું કે મેં તને કેટલા વર્ષ પહેલે સમજાવ્યું હતું, કે આપણા હક નું ના હોય એ કોઈ નું લઇ નો લેવું. કર્મ કોઈ દિવસ કોઈ ને છોડતા નથી. અને ઘનશ્યામ તેમાં થી તો ભગવાન પણ બચાવી શકે નહિ.

અને સંજય નું જયારે હાર્ટ એટેક માં મોત થયું ત્યારે તેની ડાયરી માં તારીખ સાથે હિસાબ લખ્યો હતો. અને તારે સંજય ને બે કરોડ જેટલા રૂપિયા આપવાના હતા. જે હિસાબ તું માન્યો નહિ અને કહ્યું કે એ બધો હિસાબ ખોટો છે. એમ કહી ને વાત માન્ય રાખી નહોતી.

અને સંજય ની પત્ની અને તેનો પુત્ર કૌશલ જેને તને હાથ જોડી ને કહ્યું હતું કે આ હિસાબ માં અમે કશું જાણતા નથી પણ અમે અમારા હિસાબ ની ડાયરી અમારી કુળદેવી ને સોંપી દીધી છે. તમે ઘરે જઈ ને હિસાબ બરાબર જોઈ લેશો કારણ કે અમારા કુળદેવી બહુ આકરા છે. કોઈ નું પણ આડું અવળું ચલાવી લેશે નહિ.

અને અમારે અમારા હક નું હોય તો જ જોઈએ છે અને અમારા હક નું હશે તો તમે દુનિયાના છેડે પણ ચાલ્યા જશો, તો ત્યાં થી પણઅમારો હક આપવા માટે અહીંયા આવવું પડશે.

ઘનશ્યામ તને આ વાત યાદ છે ભાભી એ તને કહ્યું હતું ત્યારે ઘનશ્યામે જવાબ આપતા કહ્યું કે મને બધું યાદ છે. અને પરિસ્થિતિ એવી આવે ને કે યાદ ના હોય તો બધું યાદ કરાવી દે છે. અને જીવનભર ભૂલવા પણ દે નહિ.

સંજય નો દીકરો કૌશલ તો નાનો હતો અને આ બધું તેની આખો સામે થયું છે. પણ આમ અચાનક તેની ઘરે જવાનું કારણ શું છે? એ તો મને કહે તો ઘનશ્યામે કહ્યું કે મારા દીકરા નું બે દિવસ પહેલા અકસ્માત થયું છે, અને અત્યંત ગંભીર હાલત માં છે ડોક્ટર તેને બચાવવા ના પ્રયત્ન કરી રહ્યા છે.

મારી પાસે કરોડો રૂપિયા છે અને મારો એક નો એક જ દીકરો છે રાજુ અને ઘનશ્યામ વાત કરતા કરતા સંજય ના ઘરે પહોંચી ગયા સંજય ના પત્ની એ બંને ને આવકાર આપ્યો, ચા પીવડાવ્યા બાદ ભાભી એ ઘનશ્યામ ને બે હાથ જોડી ને કહ્યું કે હજુ અમારે તમને કઈ ચૂકવવાનું તો નથી ને?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel