એક વ્યક્તિના મૃત્યુના 11 વર્ષ પછી તેનો જૂનો મિત્ર તેના ઘરે આવ્યો અને કહ્યું મિત્રની ડાયરી આપો હિસાબ કરવો છે, મિત્રની પત્નીએ પૂછ્યું કેમ આટલા વર્ષે અચાનક? તો તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે…

ત્યારે ઘનશ્યામ બેઠો થઇ ગયો અને બોલ્યો ના ભાભી ના અત્યારે તો તમારી ડાયરી નો હિસાબ કરવાનો સમય આવી ગયો છે. તમારા હિસાબ ની ડાયરી ખોલવાનો સમય આવી ગયો છે.

ત્યાં બહાર થી કૌશલ આવ્યો ભાભી એ ઓળખાણ કરાવતા કહ્યું કે તારા પપ્પા ના જુના મિત્ર છે રાજુભાઈ અને ઘનશ્યામભાઈ ઘણા વર્ષો પછી મળતા હોવાથી કૌશલ ને ઓળખવામાં સમય લાગ્યો. ત્યારે ઘનશ્યામે કૌશલ ને પૂછ્યું કે તું અત્યારે શું કરે છે?

ત્યારે કૌશલે કહ્યું કે હું શહેર ની એક મોટી હોસ્પિટલ માં ડોક્ટર છું, અને સર્જરી કરવામાં અત્યારે મારુ નામ છે આ સાંભળી ને ઘનશ્યામ બોલ્યો મારો દીકરો પણ તે હોસ્પિટલ માં છે. ત્યારે કૌશલે કહ્યું કે એ અત્યારે મારી દેખરેખ માં જ છે.

અને તેની સારવાર હું જ કરું છું ઘનશ્યામ તો પગે પડી ગયો કે મારો દીકરો બચી તો જશે ને ત્યારે કૌશલે કહ્યું કે અમે ડોક્ટર કોઈ પણ દર્દી હોય છેલ્લી ઘડી સુધી લડી લઈએ. અને બનતી બધી મહેનત કરીયે પણ જીવન આપવું એ તો ઈશ્વેર ના હાથ માં જ છે તમારા દીકરા ની હાલત નાજુક છે. પણ હિમ્મત હારવા જેવું નથી.

જયારે તેને દાખલ કરવામાં આવ્યો તેના કરતા સુધારો આવતો જાય છે અને ઘણી વાર દવા ની સાથે દુવા પણ કામ કરી જાય છે માતાજી ના આશીર્વાદ થી બધું સારું થઇ જશે.

તમે બંને ઘણા વર્ષે અમારા ઘરે આવ્યા છો. કઈ ખાસ કારણ છે કે એમ જ? ત્યારે ઘનશ્યામે કહ્યું કે તારા પિતાજી સાથે દગો ફટકો કરવાવાળા ની સાથે પણ આટલા પ્રેમ થી વાત કરે છે, ત્યારે કૌશલે કહ્યું કે અંકલ તમે દગો ફટકો કર્યો એ તો અમે એ દિવસે જ માતાજી ને સોંપી દીધો છે.

હવે તે જે કેરે એ બધું અમને મંજુર છે ઘનશ્યામે કહ્યું કે બેટા એ ડાયરી લઇ આવ. જેમાં તારા પિતાજી એ હિસાબ લખ્યો છે આજે હું એ જૂનો હિસાબ મૂડી અને વ્યાજ સાથે ચૂકતે કરવા આવ્યો છું. ત્યારે કૌશલે કહ્યું કે અમારા હક નું તો તમારે ગમે ત્યાં થી ચૂકવવું પડશે પણ અત્યારે તમે પણ મુસીબત માં છો.

અને અત્યારે રૂપિયા ની લેવડ દેવળ મને યોગ્ય નથી લગતી તમારા દીકરા ને સારું થઇ જાય પછી આપણે બધું સમજી લઈશું. તેમ છતાં ઘનશ્યામ પોતાની સહી કરેલો કોરો ચેક પરાણે આપતો જાય છે. અને કહે છે કે લેણદેણ ના સંબંધ મારે આવતા જન્મ માટે બાકી નથી રાખવા.

ત્યારે કૌશલ કહે છે કે ગીતાજી માં લખ્યું છે કે ભાગ્ય માંથી કોઈ ઝૂંટવી શકતું નથી અને ભાગ્ય માં નહિ હોય તે દુનિયા ની કોઈ પણ તાકાત અપાવી શકતું નથી શકતું નથી.

ઉપરવાળા ની અદાલતમાં કરેલી ફરિયાદ માં સીધો ફેંસલો જ આવે છે. અને કુદરત ની લાઠી વાગે છે ત્યારે તેનો અવાજ નથી આવતો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.