એક ટેક્સી અને ગાડી નું એક્સિડન્ટ થતા બચ્યું, ગાડીવાળા નીચે ઉતરીને ટેકસી વાળા પાસે જઈને તેને કહ્યું...

એક વ્યક્તિની ઉંમર લગભગ 30 વર્ષની હશે, ઓફિસના કામથી આજે તેને બહારગામ જવાનું હતું. બહારગામ જવા માટે ટ્રેન નો સમય થઈ ચૂક્યો હતો, હવે જો થોડું પણ મોડું કરે તો તે રેલવે સ્ટેશન પર સમયસર પહોંચી શકે નહીં અને તેની ટ્રેન પણ ચૂકાઈ જાય તેમ હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઘરે કોઈ એવું વ્યક્તિ ન હતું જે તેને રેલ્વે સ્ટેશન સુધી મુકવા આવી શકે. એટલે તેને વિચાર્યું કે કેબ કરીને જતો રહું. તે માણસે ટેક્સી બુક કરાવી અને ટેક્સીની રાહ જોવા લાગ્યો.

થોડા સમય પછી ટેક્સી આવી ગઈ એટલે ટૅક્સીમાં બેસીને રેલવે સ્ટેશન જવા રવાના થઈ ગયો.

જેવો પેલો માણસ ટેક્સીમાં બેસે છે કે ટેક્સી ડ્રાઈવર તરત જ તેની સામે હસીને ગુડ મોર્નિંગ કહે છે અને બેસ્યા પછી તેના હાથ માં ન્યૂઝપેપર આપે છે.

તે ન્યુઝપેપર વાંચી રહ્યો હતો એવામાં થોડા સમય પછી આગળ રોડ ક્રોસિંગ સમયે અચાનક જ જમણી બાજુથી એક ગાડી આવી અને ત્યાંથી નીકળવાની કોશિશ કરી, ટેકસી વાળાએ અચાનક બ્રેક મારી અને અકસ્માત થતાં થતાં બચાવી લીધો. અચાનક ટેક્સી માં બ્રેક લાગી એટલે પેલા માણસનું ધ્યાન તરત જ આગળ જતું રહ્યુ.

ગાડીવાળા એ ત્યાં ઉભી રાખી, ગાડીમાંથી નીચે ઉતરીને અને ટેકસીવાળા ને ગુસ્સે થઈને ખરું-ખોટું સંભળાવવા માંડ્યો. ગાડીવાળો જે અપશબ્દો બોલી રહ્યો હતો તે બધા શબ્દો ટેક્સી નો કાચ ખુલ્લો હોવાના કારણે અંદર સુધી સંભળાઈ રહ્યા હતા પાછળ બેઠા બેઠા પેલો માણસ પણ વિચારી રહ્યો હતો કે વાંક ગાડી વાળાનો હોવા છતાં તે પોતે ટેકસીવાળા ને કેવા અપશબ્દો કહી રહ્યો છે. નક્કી ટેક્સીવાળો હમણાં સામે પણ તેને અપશબ્દો સંભળાવશે.

પરંતુ એથી ઊલટું ટેકસી વાળા ભાઈ એ બે હાથ જોડીને માફી માંગતો હોય એવી મુદ્રા બનાવી અને ત્યાંથી નીકળવા માંડ્યા. પાછળ બેઠેલા ભાઈને આ ખૂબ અજુગતું લાગ્યું. તેને પણ ગાડીવાળા પ્રત્યે ગુસ્સો આવી રહ્યો હતો કારણકે તેનો જ વાંક હતો તેમ છતાં તે ટેકસી વાળા ને ખરું-ખોટું સંભળાવી રહ્યો હતો.

તેનાથી રહેવાયું નહીં એટલે ટેક્સી વાળા ભાઈને તેને પૂછ્યું હમણાં પેલા ગાડીવાળા એ તમને જે અપશબ્દો કહ્યા તો તમે તેને સામે કેમ માફી માંગીને જવા દીધા તમને કંઈ તેને કહેવાનું મન ન થયું? તમે તેને સામું કંઈ કહ્યા વગર જ કેમ જવા દીધો?

ટેકસી વાળા એ જવાબ આપ્યો અરે સાહેબ આપણા નસીબ સારા છે નહીં તો જો અકસ્માત થયો હોત તો સવાર સવારમાં જ આપણે કદાચ હોસ્પિટલમાં પણ જવું પડ્યુ હોત. જવાદો ને સાહેબ, ભગવાનની કૃપાથી અકસ્માત થતા બચી ગયો.

ટેક્સીવાળાએ આવો જવાબ આપ્યો એટલે પાછળ બેઠેલો માણસ આશ્ચર્ય ચકિત રહી ગયો. ટેક્સીવાળાએ ફરી પાછું કહ્યું સાહેબ ઘણા લોકો કચરા ની ગાડી જેવા હોય છે. આ લોકોના મગજમાં ઘણો બધો કચરો ભરીને તેઓ ફરતાં હોય છે.

જે વસ્તુ અને જીવનમાં કોઈ જરૂરિયાત નથી એવી જ વસ્તુ અને મહેનત કરીને ભેગી કરતા રહે છે જેમ કે ગુસ્સો, નિરાશા, ચિંતા, સ્ટ્રેસ વગેરે વગેરે... જ્યારે આવા લોકોના મગજમાં ઘણો બધો કચરો ભરાઇ જતો હોય છે ત્યારે તેઓ પોતાના મગજનો બોજ હલકો કરવા માટે આ બોજ ને બીજા લોકો ઉપર ફેકવા નો મોકો જ શોધતા હોય છે.

એટલે હું આવા લોકોથી હંમેશા દૂર જ રહું છું, અને આવા લોકો સામે હસી ને માફી માંગીને તેઓને અલવિદા કહી દઉં છું. કારણ કે જો એવા લોકોનો ફેંકેલો કચરો હું સ્વીકારીશ તો હું પણ એક કચરાની ગાડી બનીને જ રહી જઈશ. અને પછી આજુબાજુના લોકો ઉપર હું પણ કચરો જ ફેકતો રહીશ.

સાહેબ આ જિંદગી ખૂબ જ સુંદર છે. એટલા માટે જે લોકો આપણી સાથે સારો વ્યવહાર કરે છે તેઓનો આભાર માનો અને જે લોકો તમારી સાથે સારો વ્યવહાર નથી કરતા તેઓને હસી ને જવા દો. અને હા માનસિક રોગીઓ માત્ર હોસ્પિટલમાં જ નથી રહેતા, ઘણા તો આપણી આસપાસ ખુલ્લા પણ ફરતા હોય છે! આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પ્રકૃતિનો નિયમ છે સાહેબ કે તમે જો ખેતરમાં બીજ ન વાવો તો કુદરત તેને ઘાસ-પુસ થી ભરી દે છે. એવી જ રીતે જો આપણા મગજમાં આપણે સમયાંતરે સકારાત્મક વિચાર ન નાખીએ તો નકારાત્મક વિચારો પોતાની જગ્યા આપણા મગજમાં કાયમ માટે બનાવી લે છે.

બીજો નિયમ એ પણ છે સાહેબ કે જેની પાસે જે હોય છે એ જ તે બીજાને આપી શકે છે, જેમ કે સુખી લોકો સુખ આપી શકે છે, દુઃખી લોકો દુઃખ આપી શકે છે, જ્ઞાની લોકો જ્ઞાન આપી શકે છે. ભયભીત લોકો ડર આપી શકે છે.

એટલે જ આ જીવનમાં નકારાત્મક લોકોથી થોડા દૂર રહીને પોતાને નકારાત્મકતાથી દુર રાખો અને જીવનમાં દરેક પળ સકારાત્મકતા ને અપનાવો.

ટેકસીવાળાએ આટલી વાત કહી એટલામાં રેલવે સ્ટેશન પણ આવી ગયું. ટેક્સીવાળાની આ માત્ર થોડા મિનિટની વાતોએ પાછળ બેઠેલા વ્યક્તિના જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ટેકસીવાળા ની વાતો થી એ એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે રેલવે સ્ટેશન પર ઉતરીને ટેકસીવાળાને ભેટી પડ્યો અને તેને કહ્યું કે મારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા માટે તમારો ખુબ ખુબ આભાર. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને કમેન્ટમાં સ્ટોરીને રેટિંગ આપવાનું પણ ચૂકતા નહીં.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team