એક ટેક્સી અને ગાડી નું એક્સિડન્ટ થતા બચ્યું, ગાડીવાળા નીચે ઉતરીને ટેકસી વાળા પાસે જઈને તેને કહ્યું…

ટેક્સીવાળાએ આવો જવાબ આપ્યો એટલે પાછળ બેઠેલો માણસ આશ્ચર્ય ચકિત રહી ગયો. ટેક્સીવાળાએ ફરી પાછું કહ્યું સાહેબ ઘણા લોકો કચરા ની ગાડી જેવા હોય છે. આ લોકોના મગજમાં ઘણો બધો કચરો ભરીને તેઓ ફરતાં હોય છે.

જે વસ્તુ અને જીવનમાં કોઈ જરૂરિયાત નથી એવી જ વસ્તુ અને મહેનત કરીને ભેગી કરતા રહે છે જેમ કે ગુસ્સો, નિરાશા, ચિંતા, સ્ટ્રેસ વગેરે વગેરે… જ્યારે આવા લોકોના મગજમાં ઘણો બધો કચરો ભરાઇ જતો હોય છે ત્યારે તેઓ પોતાના મગજનો બોજ હલકો કરવા માટે આ બોજ ને બીજા લોકો ઉપર ફેકવા નો મોકો જ શોધતા હોય છે.

એટલે હું આવા લોકોથી હંમેશા દૂર જ રહું છું, અને આવા લોકો સામે હસી ને માફી માંગીને તેઓને અલવિદા કહી દઉં છું. કારણ કે જો એવા લોકોનો ફેંકેલો કચરો હું સ્વીકારીશ તો હું પણ એક કચરાની ગાડી બનીને જ રહી જઈશ. અને પછી આજુબાજુના લોકો ઉપર હું પણ કચરો જ ફેકતો રહીશ.

સાહેબ આ જિંદગી ખૂબ જ સુંદર છે. એટલા માટે જે લોકો આપણી સાથે સારો વ્યવહાર કરે છે તેઓનો આભાર માનો અને જે લોકો તમારી સાથે સારો વ્યવહાર નથી કરતા તેઓને હસી ને જવા દો. અને હા માનસિક રોગીઓ માત્ર હોસ્પિટલમાં જ નથી રહેતા, ઘણા તો આપણી આસપાસ ખુલ્લા પણ ફરતા હોય છે!

પ્રકૃતિનો નિયમ છે સાહેબ કે તમે જો ખેતરમાં બીજ ન વાવો તો કુદરત તેને ઘાસ-પુસ થી ભરી દે છે. એવી જ રીતે જો આપણા મગજમાં આપણે સમયાંતરે સકારાત્મક વિચાર ન નાખીએ તો નકારાત્મક વિચારો પોતાની જગ્યા આપણા મગજમાં કાયમ માટે બનાવી લે છે.

બીજો નિયમ એ પણ છે સાહેબ કે જેની પાસે જે હોય છે એ જ તે બીજાને આપી શકે છે, જેમ કે સુખી લોકો સુખ આપી શકે છે, દુઃખી લોકો દુઃખ આપી શકે છે, જ્ઞાની લોકો જ્ઞાન આપી શકે છે. ભયભીત લોકો ડર આપી શકે છે.

એટલે જ આ જીવનમાં નકારાત્મક લોકોથી થોડા દૂર રહીને પોતાને નકારાત્મકતાથી દુર રાખો અને જીવનમાં દરેક પળ સકારાત્મકતા ને અપનાવો.

ટેકસીવાળાએ આટલી વાત કહી એટલામાં રેલવે સ્ટેશન પણ આવી ગયું. ટેક્સીવાળાની આ માત્ર થોડા મિનિટની વાતોએ પાછળ બેઠેલા વ્યક્તિના જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો.

ટેકસીવાળા ની વાતો થી એ એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે રેલવે સ્ટેશન પર ઉતરીને ટેકસીવાળાને ભેટી પડ્યો અને તેને કહ્યું કે મારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા માટે તમારો ખુબ ખુબ આભાર. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને કમેન્ટમાં સ્ટોરીને રેટિંગ આપવાનું પણ ચૂકતા નહીં.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel