એક સ્ત્રીને લગ્નના 20 વર્ષ પછી દીકરી આવી, પરંતુ 15 દિવસ પછી જ તે અવસાન પામી, અવસાન પામ્યાના થોડા સમય પછી એવું થયું કે...

એક સ્ત્રીના લગ્ન પુરા થયા ને 20 વર્ષ થઈ ગયા હતા. તેમ છતાં તેને હજુ સુધી સંતાન સુખ પ્રાપ્ત નહોતું થયું. આ ૨૦ વર્ષ દરમિયાન તેઓએ અનેક ડોક્ટરની દવા લીધી હતી, અનેક જગ્યાએ તપાસ કરાવી હતી. જ્યોતિષ પાસે વિધિ વિધાન પણ કરાવ્યા હતા. અનેક ધાર્મિક સ્થળોની પણ માનતા રાખી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે સ્ત્રી અંતે એક સંત પાસે ગઈ અને પોતે સંતાન સુખથી વંચિત છે તે દુઃખ વિશે વાત કરી,. વાત કરતા કરતા તે સ્ત્રી રડવા લાગી ત્યારે શાંતિ કહ્યું કે હવે આ ઉંમરે સંતાન ની માયા ન રાખો તો સારું. પરંતુ સ્ત્રીની સંતાન પ્રાપ્ત કરવાની જીદ હતી એટલે સંતે કહ્યું કે આજથી બે વર્ષ પછી તમારા ઘરે એક દીકરીનો જન્મ થશે.

બે વર્ષ પછી તે સ્ત્રીને ત્યાં એક સુંદર દીકરી નો જન્મ થયો, પરંતુ દીકરીનો જન્મ થતા ની સાથે જ 15 દિવસ પછી તેનું અવસાન થઈ ગયું. દીકરીનું અવસાન થઈ ગયું એટલે સ્ત્રી ફરી પાછી તે સંત પાસે દીકરીનું શરીર લઈને ગઈ.

જેને સંતાન થશે તેવા આશીર્વાદ આપ્યા હતા એ સંત પાસે જઈને તે સ્ત્રી પોક મૂકીને રડવા લાગી. કહેવા લાગી કે મારી દીકરી એ બોલવાનું પણ ચાલુ નથી કર્યું અને તેનું અવસાન થઈ ગયું, હવે તમે ગમે તેમ કરીને તેના મોઢેથી એક વખત મારે મા શબ્દ સાંભળવો છે.

સંતે પહેલાં જવાબ ના આપ્યો પરંતુ માતાએ ફરી પાછી જીદ કરી એટલે સંતે કહ્યું કે તે તેની દીકરીના આત્મા સાથે બે મિનિટ વાત કરી શકશે, આમ કહીને દીકરીની આત્મા બોલાવી. તેની માતાએ રડતા રડતા દીકરીના આત્માને પૂછ્યું કે તું મને રડતી મૂકીને કેમ ચાલી ગઈ?

મને એક વખત મા પણ કહી દે... ત્યારે તે દીકરીના હાથમાં એટલું જ કહ્યું કે મારો અને તારો સંબંધ અને લેણા દેણી આટલી જ હતી.. પાછલા જન્મમાં તું મને એક વર્ષની ઉંમરમાં દુઃખી કરી અને રડતી મૂકીને મને અને પપ્પાને છોડીને બીજા પુરુષ સાથે જતી રહી હતી. અને એ વિરહમાં હું વર્ષો રડી હતી.

તારા એ કર્મનો બદલો તને આ જન્મમાં મળી રહ્યો છે. હું જેમ માતા વિના વર્ષો સુધી તડપતી હતી તેમ હવે તું દીકરી વિના વર્ષો સુધી તડપી તડપીને રહે એ જ તારા કર્મનું ફળ છે. આટલું કહીને દીકરીને આત્મા ત્યાંથી ચાલી ગઈ.

સ્ત્રીએ સંત સામે જોયું ત્યારે સંતને જાણે પહેલેથી જ ખબર હોય તેમ તેના ચહેરા નો ભાવ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો હતો. સંતે કહ્યું કે મને તો ખબર જ હતી એટલા માટે હું તને કહી રહ્યો હતો કે હવે આ ઉંમરમાં સંતાન ની માયા ન રાખવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ તારા નસીબમાં જ દુઃખી થવાનું હતું અને એટલા માટે જ તે તારી જાતે વધુ દુઃખ મેળવ્યું. આપણા કરેલા કર્મો આપણે જ ભોગવવાના છે, સ્ત્રી રડતા રડતા તેના ઘરે પરત ફરવા લાગી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ આપજો...

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team