એક સરકારી ક્લાર્ક લાઈનમાં રહેલા બધા લોકો સાથે અપમાનજનક વર્તન કરી રહ્યો હતો, એક વૃદ્ધ માણસે ત્યાં આવીને તે ક્લાર્કને કહ્યું...

એક સરકારી ઓફિસ માં એક લાંબી કતાર લાગી હતી. બધા લોકો ત્યાં અરજી કરવા માટે આવેલા હતા, જેમાં બધી વય ના લોકો કતાર માં ઉભેલા હતા, જે બારી માં અરજી સ્વીકારવા માં આવતી હતી, તે ક્લાર્ક તુંડ મિજાજી અને ઉગ્ર સ્વભાવ નો માણસ બેઠેલો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેથી અરજી કરવા આવેલા લોકો સાથે અપમાનજનક વર્તન કરી રહ્યો હતો. એ કતાર માં એક પ્રૌઢ મહિલા નો નંબર આવ્યો, ત્યારે તે પ્રૌઢ મહિલા થી અરજી માં પોતાની સહી કરવાની ભુલાઈ ગઈ હતી. અને અરજી હાથ માં આવતા તે ક્લાર્ક પ્રૌઢ મહિલા ને તતડાવવા લાગ્યા.

અને કહ્યું કે સહી કરી અને કતાર માં છેલ્લે ઉભા રહી જાઓ, અમારે તમારા જેવા ની સાથે જ માથાકૂટ કર્યા રાખવાની? એકાદ કલાક થી કતાર માં ઉભેલી પ્રૌઢ મહિલા શારીરિક અને માનસિક થાક થી રડવા લાગી. ત્યારે કતાર માં થોડા દૂર ઉભેલા એક વડીલ આ બધું જોઈ રહ્યા હતા.

તેને કચેરી ના નજીક ના પાણી ના પરબ માંથી એક ગ્લાસ પાણી ભરી, અને તે ક્લાર્ક ને આપ્યું અને કહ્યું કે સાહેબ તમે ઘણે સમય થી બધા ની સાથે વાતો કરો છો, તો તમારું ગાળું સુકાઈ ગયું હશે, થોડું પાણી પી લો. તમને રાહત થશે, ક્લાર્કે પાણી પીધું અને તે વડીલ ના કહેવાથી તે પ્રૌઢ મહિલા ની અરજી સ્વીકારી લીધી.

થોડા સમય પછી તે વડીલ નો વારો આવ્યો, ત્યારે તે ક્લાર્કે તેની પાસે થી મોબાઇલ નંબર લઇ લીધો, રાત્રે તે ક્લાર્કે તે વડીલ ને ફોન કર્યો, અને પોતાની ઓળખાણ આપતા કહ્યું કે તમે આજ થી મારા ગુરુ છો. વડીલ ખુબજ આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું કે મેં એવું શું કર્યું કે તમે મને ગુરુ કહો છો?

ત્યારે એ ક્લાર્કે વડીલ ને કહ્યું કે મને મારી ઓફિસ નો પટાવાળો પણ પાણી આપતો નથી, કારણ કે અમારે બંને ને સ્વભાવ ના હિસાબે મેળ ખાતો નથી, ત્યારે તમે મને પ્રેમ થી પાણી આપ્યું તે બહુ સારું લાગ્યું. અને ત્યાર બાદ બધા ની અરજી મેં બહુ જ પ્રેમ થી અને શાંતિ થી વર્તન કરતા સ્વીકારી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તે તો બધું ઠીક પણ હું જયારે ઘરે ગયો ત્યારે મારી પત્ની અને મારા માતા બંને કોઈ વાત ને લઇ ને ઝગડી રહ્યા હતા. જે મારા ઘર માટે બહુ સામાન્ય વાત થઇ ગઈ છે, ત્યારે મેં ઘર માં જઈ ને બંને ને એક એક ગ્લાસ પાણી ભરી અને આપ્યું અને કહ્યું કે તમે બંને પાણી પી લ્યો, બંને નું ગળું સુકાઈ ગયું હશે.

અને જાણે ચમત્કાર થયો હોય તેમ બંને નો ઝગડો ત્યાં જ પૂરો થઇ ગયો, અને સાંજે અમે ઘર ના બધા સભ્યો સાથે જમવા માટે બેઠા. તમે જ મને બપોરે પાણી આપ્યું અને મારો મગજ શાંત થઇ ગયો હતો. એ જ મેં મારા માતા અને પત્ની સાથે કર્યું, અને તેનું જે સારું પરિણામ આવ્યું.

જેની મને કલ્પના પણ આવે નહિ, આમ તમે મને જ નહિ મારા પરિવાર ને પણ શાંતિ થી રહેવા ની શીખ આપી છે. જેથી મેં તમને મારા ગુરુ માનવાનું નક્કી કર્યું છે, તમારું પ્રેમ ભર્યા વર્તન થી કોઈ પણ નો ગુસ્સા વાળો સ્વભાવ શાંત થયો છે, અને નાની એવી વાત થી મારા જીવન માં મોટો ફેરફાર આવ્યો છે અને માનસિક શાંતિ મળી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team