એક સાધુએ મીઠાઈ વાળા પાસે જઈને મીઠાઈ ખરીદી, પૈસા પોતાના હોવાથી દુકાનદારે સાધુની મશ્કરી કરી. થોડા સમય પછી સાધુએ એવો ચમત્કાર કર્યો કે દુકાનદાર સાધુ પાસે જઈને...

લગભગ પચાસ વર્ષ પહેલાંની ઘટના છે રાજસ્થાનના જયપુર ની પાસે એક હનુમાનજી નું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે મેળો ભરાય છે મેળા માં જયપુર ના તથા આજુબાજુના નાના મોટા ગામ ના બધા લોકો પુરી શ્રદ્ધા થી આવે છે

મેળામાં બધી ચીજ વસ્તુ ની દુકાન પણ કરવામાં આવે છે ત્યાં એક મીઠાઇવાળા ની દુકાન પણ હતી મીઠાઈ ની દુકાન કરવાવાળો માણસ લોભી પ્રકૃતિના હતો. ત્યાં એક સાધુ તે લોભી મીઠાઇવાળા ની દુકાન પર આવે છે અને ચાર આની આપતા કહે છે કે મને અઢીસો ગ્રામ પેંડા આપ.

ત્યારે તે મીઠાઇવાળા એ કહ્યું કે ચાર આની માં અઢીસો ગ્રામ પેંડા ના આવે અઢીસો ગ્રામ પેંડા ના બાર આના લાગે ત્યારે સાધુ એ કહ્યું કે મારી પાસે તો ચાર આના જ છે તું મને અઢીસો ગ્રામ પેંડા આપી દે ભગવાન તારું સારું કરશે. પણ તે લોભી મીઠાઇવાળા એ સાધુ ની મશ્કરી કરતા કહ્યું કે પેંડા ખાવા નો બહુ શોખ છે... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તો પૈસા પણ પુરા આપવા પડે મફત માં પેંડા ખાવા છે, એમ બોલતા બોલતા એ સાધુ એ આપેલા ચાર આના મીઠાઈ વાળા એ એક કાદવ થી ભરેલા ખાડા માં ફેંકી દીધા. ત્યારે સાધુ મહારાજે કહ્યું કે પેંડા ના દેવા હોય તો કઈ નહિ મારા ચાર આના મને પાછા આપી દે.

ત્યારે મીઠાઈ વાળા એ અભિમાન કરતા કહ્યું કે ચાર આના પડ્યા છે ખાડા માં, અને તમે પણ ખાડા માં જાવ. સાધુ એ કહ્યું કે પેંડા પણ નહિ આપે અને ચાર આના પણ હવે તો હદ થઈ ગઈ.

સાધુ એ ફરીથી એક વખત પૂછ્યું કે તારે મને પેંડા કે પૈસા કંઈ પાછું આપવાનું છે? ત્યારે મીઠાઈ વાળો સાધુ પર અપશબ્દો બોલવા લાગ્યો એટલે સાધુ ત્યાં નજીકમાં આવેલ એક મોટા પથ્થર પર પલાંઠી વાળીને બેસી ગયા, આમ ને આમ અંધારું થવા લાગ્યું.

મીઠાઈ વાળો તેની દુકાન બંધ કરવાની તૈયારી કરતો હતો તેને આખા દિવસમાં કરેલા વેપાર ના ચારસો અને નેવું રૂપિયા એક પોટલી માં રાખ્યા. અને માણસ બધી મીઠાઈ ડબ્બા માં બંધ કરીને રાખી રહ્યા હતા. ત્યાં જ એક ચમત્કાર થયો, ત્યાં ત્રણ વાનર આવ્યા જે બધા શરીર થી અલમસ્ત હતા.

સૌથી પહેલા તો આખા દિવસ માં કરેલા વેપાર ના રૂપિયા ની થેલી મીઠાઈ વાળા ની પાસે થી આંચકી લીધી અને એક વાનર ઝાડ પર ચડી ગયો બીજા વાનર એ મીઠાઈ ના થાળ ઉડાવવા લાગ્યો અને ત્રીજો વાનર થોડા પેંડા લઇ ને મોટા પથ્થર પર બેસેલા સાધુ ની પાસે જઈ ને તેના ખોળામાં મૂકી આવ્યો.

આ બધું જોઈ રહેલા લોભી મીઠાઇવાળા ની તો આખી બધી સંપત્તિ લૂંટાઈ ગઈ હોય તેમ દોડા દોડી કરી મૂકી અને થોડી વાર પછી રૂપિયા લઇ ને ઝાડ પર ચડી ગયેલા વાનર ને મીઠાઈ ની લાલચ આપી અને રૂપિયા ની થયેલી તેની પાસે થી લેવાની કરામત કરવા લાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ તે વાનર સાધારણ નહોતો તેને લાલચ રાખ્યા વગર રૂપિયા ની થેલી પોતાની પાસે સાચવી ને રાખી હતી અંતે એક વ્યક્તિ એ લોભી મીઠાઇવાળા ને કહ્યું કે સાધુ નું અપમાન કર્યું છે તો તેની પાસે જઈ ને માફી માંગો ત્યારે તે મીઠાઈ વાળો સાધુ ની પાસે જઈ ને કરગરવા લાગ્યો.

એટલે સાધુએ કહ્યું માફી જ માંગવી હોય તો મારા અને તેના બાપ પાસે માંગો, એ મારો તારો અને બધાનો બાપ છે. તેની પાસે જઈને માફી માં જેને તારી દુકાનમાં વાનર મોકલ્યા છે, તેની પાસે જા મને તો બીજી કંઈ જ ખબર નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

લોભી મિઠાઈવાળો તરતજ તેની પાસે બચેલી મીઠાઈ માંથી થોડી મીઠાઈ લઇ ને હનુમાનજી ના મંદિર માં જઈ ને પ્રસાદ ધરાવી અને માફી માંગે છે તેમાંથી થોડા પેંડા લોકો માં વહેંચે છે અને અઢીસો ગ્રામ પેંડા લઇ ને સાધુ ની પાસે જાય છે, ત્યારે સાધુ એ કહ્યું કે મારા ચાર આના ક્યાં છે ?

જ્યાં હોય ત્યાંથી લાવી અને મને આપ લોભી મીઠાઈ વાળો ખાડામાં કીચડમાંથી સાધુ ના ચાર આના શોધી અને પાણી થી ધોઈ ને આપે છે ત્યારે સાધુ એ હનુમાનજી ને પ્રાર્થના કરી કે હે પ્રભુ આ તમારો જ બાળક છે તેના પર દયા કરો અને ઝાડ પરથી વાનરે રૂપિયા ભરેલી પોટલી નો ઘા કર્યો.

અને વાનર જતા રહ્યા ત્યાં હાજર લોકો ના કહેવા મુજબ તેઓએ આજ દિવસ પહેલા પહેલા આટલા મોટા અને મજબૂત વાનર આ વિસ્તાર માં ક્યારેય જોયા નહોતા, અને તે ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ચાલ્યા ગયા તે પણ કોઈ ને ખબર પડી નહિ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team